સોનમ કપૂરે કરાવ્યુ બોલ્ડ ફોટોશૂટ ! ગળામાં પહેર્યુ અજીબ નેકલેસ, છુપાવાનું હોય એ છુપાવી નથી રહી, બધાને દેખાડી દીધું જુઓ બોલ્ડ તસવીરો

ન દેખાડવાનું દેખાડી રહી છે સોનમ, લોકો બોલ્યા લગ્ન પછી તો સંસ્કાર ભૂલી ગઈ છે

આ દિવસોમાં સોનમ કપૂર ભલે ફિલ્મોમાં નજર ના આવી રહી હોય પરંતુ તેનો સ્ટાઇલિશ અને ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતો હોય છે. સોનમને તેના જબરદસ્ત ફેશન સ્ટેટમેન્ટ માટે ઇન્ડસ્ટ્રીમાં ફેશનિસ્ટા કહેવામાં આવે છે. જો કે, સોનમ ઘણીવાર તેના અજીબોગરીબ આઉટફિટ્સને કારણે ટ્રોલ પણ થતી હોય છે. પરંતુ આ દિવસોમાં સોનમનો બોલ્ડ અંદાજ ચાહકોની ઊંઘ ઉડાવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by BollywoodLily (@bollywoodlily)

બોલિવુડ અભિનેત્રી સોનમ કપૂરી સ્ટાઇલિંગ સેંસ બાકી અદાકારાઓથી ઘણી હટકે છે. જેને કારણે તેને ફેશન આઇકોન કહેવામાં આવે છે. જયાં હસીના ઇન્ડિયન આઉટફિટ્સમાં હસીના લાગે છે, ત્યાં તે બોલ્ડ સિલ્હૂટ્સ એલિગેંસ અને બોલ્ડનેસનો તડકો લગાવવામાં પણ કયારેય પાછળ નથી રહેતી આવું જ કંઇક તેના લેટેસ્ટ ફોટોશૂટમાં જોવા મળ્યુ છે. જેમાં તે ડીપ નેક ડ્રેસમાં જોવા મળી રહી છે.

સોનમ કપૂરે તેનું લેટેસ્ટ ફોટોશૂટ તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે. આ તસવીરોમાં સોનમ કપૂરનો ખૂબ જ સ્ટનિંગ અને ગોર્જિયસ લુક જોવા મળી રહ્યો છે. સોનમે તેના સોશિયલ મીડિયા પર લાઇટ બ્રાઉન કલરના આઉટફિટમાં તસવીરો શેર કરી છે, જેમાં ડીપ સ્વીટહાર્ટ નેકલાઇન દેખાઈ રહી છે. હસીનાના આ ડ્રેસના આગળના ભાગમાં બસ્ટિયર સ્ટાઈલની ડિટેઇલિંગ આપવામાં આવી હતી.

તસવીરોમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર સોનમ કપૂરનુ નેકલેસ છે, જે દેખાવમાં ભલે અલગ હોય પરંતુ તેના લુકને આકર્ષક બનાવી રહ્યો છે. આ લુકમાં સોનમ કપૂરે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. ખુલ્લા વાળ અને સોનમનો મેક-અપ તેની સુંદરતામાં નિખાર લાવવાનું કામ કરી રહ્યો છે. ઑફ-શોલ્ડર આઉટફિટ સાથે સોનમે તેના ગળામાં સ્ટેટમેન્ટ ચોકર નેકલેસ પહેર્યો હતો, જે સ્ટાઈલ કોશંટમાં વધારો કરી રહ્યો હતો. બ્રોન્ઝ મેકઅપ સાથે, બ્રાઉન શેડના હોઠ, વાળને વચ્ચેથી પાર્ટ પાડી ખુલ્લા છોડી દેવામાં આવ્યા હતા.

સોનમ કપૂરના આ લુકને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. માત્ર ચાહકો જ નહીં પરંતુ સેલિબ્રિટી પણ સોનમના વખાણ કરવાથી પોતાને રોકી શકતા નથી. બોલિવૂડની ફેમસ સિંગર હર્ષદીપ કૌરે સોનમ કપૂરના ફોટો પર હાર્ટ ઇમોજી પોસ્ટ કરી છે. સોનમ કપૂરની બહેન અને સંજય કપૂરની દીકરી શનાયા કપૂરે પણ કૉમેન્ટ સેક્શન પર ‘વાહ’ લખ્યું છે, તો ભૂમિ પેડનેકરે ‘વાહ’ લખીને સોશિયલ મીડિયા દ્વારા સોનમ કપૂરની સુંદરતાના વખાણ કર્યા છે.

બીજી તરફ સોનમના ફેન્સની વાત કરીએ તો ફેન્સ તેને સુંદર, અદભૂત અને ખૂબસૂરત કહી રહ્યા છે. આ પહેલા સોનમ કપૂર ક્લોથિંગ સ્ટોર Eman Alajlanના કલેક્શનના ડસ્ટી પિંક કલરના મોર્ડન સ્ટાઇલવાળા લહેંગામાં જોવા મળી હતી. ક્રશ્ડ ટેક્સચર વાળા આ આઉટફિટમાં લહેંગો, બ્રાલેટ, બ્લાઉઝઅને જેકેટ હતુ.

disabled