મુકેશ અંબાણીની લાડલી જે સિંગરની દીવાની છે તે રહે છે આવા આલીશાન મહેલમાં, અંદરની તસ્વીરો તમને પણ હેરાન કરી દેશે - Chel Chabilo Gujrati

મુકેશ અંબાણીની લાડલી જે સિંગરની દીવાની છે તે રહે છે આવા આલીશાન મહેલમાં, અંદરની તસ્વીરો તમને પણ હેરાન કરી દેશે

મુકેશ અંબાણીની લાડલી ઇશાના મહેલમાં આટલું મોટુ છે ડાઇનિંગ ટેબલ, 10 ફોટોસ જોઈને દિલ ખુશ થઇ જશે

એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીનું એન્ટિલિયા તો આપણે જોયું જ છે, તેના વિશેની ચર્ચાઓ પણ અવાર નવાર આવતી હોય છે, તેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. ત્યારે મુકેશ અંબાણીની લાડલી દીકરી ઈશા અંબાણી પણ એક ગાયકની દીવાની છે. આ ગાયકનું નામ છે બિયોન્સે. અને તેના ઘરનો વૈભવ જોઈને તમે પણ હેરાન રહી જશો.

બિયોન્સે 39 વર્ષની છે. તેનો જન્મ 4 સપ્ટેમ્બર, 1981ના રોજ હોસ્ટન, ટેક્સાસ અમેરિકામાં થયો હતો, તે વ્યવસાયે એક ગાયક, અભિનેત્રી, પ્રોડ્યુસર અને કમ્પોઝર છે. તેને ગાયિકામાં અને અભિનેત્રી તરીકે ઘણા એવોર્ડ જીત્યા છે.

બિયોન્સે આજે આખી દુનિયામાં ખુબ જ પ્રખ્યાત છે. તો મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી તો તેની મોટી ચાહક છે. મુકેશ અંબાણીએ પોતાની દીકરીની ઈચ્છા પુરી કરવા માટે ઈશાના પ્રિ વેડિંગ સેરેમની સમયે બિયોન્સેને ભારત બોલાવી હતી. ઉદેપુરમાં થયેલી આ સેરેમનીમાં બિયોન્સેએ ખુબ જ સુંદર પર્ફોમન્સ આપ્યું હતું. તેને આ પ્રસંગે ભારતીય ઘરેણાં પહેર્યા હતા. આ સેરેમનીમાં ઘણા બૉલીવુડ સિતારાઓ પણ હાજર હતા.

ઉદેપુરમાં આપેલા આ થોડા જ કલાકના પર્ફોમન્સ માટે બિયોન્સેએ અંબાણી પાસે 5 કરોડ રૂપિયા ચાર્જ લીધો હતો. બિયોન્સેનું જીવન પણ ખુબ જ વૈભવી છે. તેનું માલિબુ, કેલિફોર્નિયા મેંશનની આજે અમે તમને કેટલીક તસવીરો બતાવીશું. તેનું આ ઘર જોવામાં કોઈ મહેલથી પણ કમ નથી. બિયોન્સે પાસે ઘણા આલીશાન મેંશન છે.

બિયોન્સેનું મેંશન અંદરથી ખુબ જ સુંદર છે અને લક્ઝુરિયસ છે. તેના આ મેંશનની અંદર દરેક પ્રકારની સુવિધાઓ હાજર છે.

બેઠક રૂમની અંદર આલીશાન સોફા લગાવવામાં આવ્યા છે. તો દીવાલો ઉપર ખુબ જ કિંમતી શોપીસ જોવા મળી રહ્યા છે. મોટાભાગના રૂમમાં ફાયર સ્પેસ છે.

મોટાભાગના રૂમને સફેદ રંગથી રંગાવમાં આવ્યા છે. સાથે જ આ મેંશનમાં 10 બેડરૂમ આવેલા છે. અને 14 બાથરૂમ પણ આ મેંશનમાં છે.

બિયોન્સેના આ મેંશનને ખુબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યો છે. તેના દરેક ખૂણા ઉપર બારીકીથી કામ કરવામાં આવ્યું. ડાઇનિંગ એરિયામાં પણ મોટા મોટા ઝુમ્મર લગાવેલા જોવા મળે છે.

આ મેંશનની અંદર એક મોટું થિયેટર પણ છે. અને બેસવા માટે આલીશાન સોફાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

એટલું જ નહિ બહારનો નજારો ઘરમાં બેસીને નિહાળવા માટે મોટી મોટી કાચની બારીઓ પણ લગાવવામાં આવી છે જેના દ્વારા કુદરતના નજારાનો પણ લુપ્ત ઉઠાવી શકાય.

મેંશનની બહાર એક સરસ મઝાનો મોટો ગાર્ડન છે. જેમાં ફુવારા પણ મુકવામાં આવ્યા છે, અને બેસવાની પણ સરસ વ્યવસ્થા કરેલી છે.

બિયોન્સેનું આ મેંશન જેટલું અંદરથી સુંદર છે એટલું જ બહારથી પણ સુંદર દેખાઈ રહ્યું છે. તેનું આ મેંશન 16,107 સ્કવેર ફૂટમાં ફેલાયેલું છે.

Uma Thakor

disabled