સિદ્ધાર્થ અને કિયારાના લગ્નનો વીડિયો જોઈને ચાહકો બની ગયા ખુશ ખુશાલ, રાજ કુમારીની જેમ સોળ શણગાર સજીને સિદની દુલ્હનિયા બનાવ પહોંચી કિયારા, જુઓ - Chel Chabilo Gujrati

સિદ્ધાર્થ અને કિયારાના લગ્નનો વીડિયો જોઈને ચાહકો બની ગયા ખુશ ખુશાલ, રાજ કુમારીની જેમ સોળ શણગાર સજીને સિદની દુલ્હનિયા બનાવ પહોંચી કિયારા, જુઓ

વરમાળા બાદ સિદ અને કિયારાએ એકબીજાને કર્યું તસતસતું ચુંબન, છેલ્લે આવી ગયા કિયારાની આંખોમાં આંસુઓ… જુઓ વીડિયો

હાલ દેશભરમાં લગ્નનો માહોલ  ચાલી રહ્યો છે  ત્યારે સામાન્ય માણસની સાથે સાથે સેલેબ્સ પણ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. છેલ્લા થોડા સમયમાં જ ઘણા બધા સેલેબ્સ લગ્નના બંધનમાં બાંધ્યા છે અને તેમની તસવીરોએ પણ ચાહકો ચાહકોને માતર્ન મુગ્ધ કર્યા હતા. ત્યારે હાલમાં જ બોલિવુડના લવ બર્ડ્સ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા 7 ફેબ્રુઆરીએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં લગ્નના બંધનમાં બંધાયા હતા.

લગ્નના દિવસે મોદી રાત્રે કિયારા અને સિદ્ધાર્થે તેમાન ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી હતી. જે બાદથી ચાહકો તેમના લગ્નની અને પ્રી વેડિંગ સેરેમનીની તસવીરોની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા.  ત્યારે હવે લગ્નના 3 દિવસ બાદ કિયારા અને સિદ્ધાર્થે લગ્નનો વીડિયો શેર કર્યો છે. સિદ્ધાર્થ અને કિયારાના ડ્રીમી વેડિંગનો વીડિયો સોશિયલ મીડિયા સામે આવતા જ વાયરલ થઇ ગયો છે અને લોકો તેને ખુબ જ પસંદ કરી રહ્યા છે.

ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોમાં કિયારા અડવાણીની એન્ટ્રીથી લઈને વરમાળા સુધીની ગ્લીમપ્સ જોઇ તમારુ પણ હૈયુ ભરાઇ આવશે.  આ વીડિયોને કિયારા અડવાણીએ હાલમાં જ તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. વીડિયોની શરૂઆત કિયારાની એન્ટ્રીથી થાય છે, કિયારા ફૂલોની ચાદર નીચે એન્ટ્રી લે છે અને પછી ડાન્સ કરતી સિદ્ધાર્થ તરફ આગળ વધે છે.

કન્યાની આ સ્ટાઈલ જોઈને સિદ્ધાર્થ હાથ તરફ ઈશારો કરીને કિયારાને કહે છે કે તેણે મોડુ કરી દીધુ છે.  વરરાજાની સ્ટાઈલ જોઈને કિયારા અડવાણી પણ હાથના ઈશારાથી તેના વખાણ કરી રહી છે. કિયારા અને સિદ્ધાર્થની આ સુંદર ક્ષણ કોઈનું પણ દિલ ચોરી શકે છે. કિયારા સ્ટેજ પર પહોંચતાની સાથે જ સિદ્ધાર્થ આગળ વધીને તેને ગળે લગાવે છે.

તો વીડિયોમાં આગળ વરમાળા સમયે જ્યારે કિયારા સિદ્ધાર્થના ગળામાં માળા પહેરાવે છે,ત્યારે આ પંજાબી મૂંડો ગરદન નથી નમાવતો અને કિયારાને ચીડવે છે. પણ બીજીવાર જ્યારે કિયારા સિદ્ધાર્થના ગળામાં વરમાળા પહેરાવા જાય છે ત્યારે તે કિયારા અડવાણી સામે માથું નમાવીને વરમાળા પહેરી લે છે. વરમાળા પહેર્યા બાદ સિદ્ધાર્થ અને કિયારા લિપ પર કિસ કરતા પણ વીડિયોમાં જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by KIARA (@kiaraaliaadvani)

સિદ્ધાર્થ કિયારાના લગ્નના આ વીડિયોના અંતે અભિનેત્રીની ભીની આંખો કહી રહી છે કે આ ક્ષણ તેના માટે કેટલી ખાસ હતી.  વીડિયોના બેકગ્રાઉન્ડમાં શેરશાહનું સુંદર ગીત ‘ઢોલાની આયા’ એક અલગ સંસ્કરણમાં સંભળાય છે જેના બોલ છે ‘ઢોલા આયા’. સિદ્ધાર્થ કિયારાના લગ્નનો આ વીડિયો થોડી જ મિનિટો પહેલા પોસ્ટ કરાયો છે, જે વાયરલ થવા લાગ્યો છે. વીડિયોમાં બંને ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે અને એકબીજાને કોમ્પ્લિમેન્ટ આપતા જોવા મળે છે. આ વીડિયો ચાહકોના દિલ જીતી રહ્યો છે.

Uma Thakor

disabled