સુરતની પાટીદાર દીકરી ગ્રીષ્મા હત્યા કેસમાં થયો ચોકાવનારો ખુલાસો

સુરતમાં ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ પછી સુરતમાં ધમધમતા કપલ બોક્સને લઈને અનેક સવાલો ઉભા થયા હતાં. શરમજનક વાત એ છે કે સુરતમાં જ નહિ પણ કતારગામ, સિંગણપોર, વરાછા, કાપોદ્રા, પુણા સહિત શહેરમાં જ 350થી વધુ કપલ બોક્સ ચાલી રહ્યાં છે. પ્રાયવસી શોધતા ટીનએજ માટે કપલ બોક્સની અંગત પળો કેટલી સુરક્ષિત છે ? આજે તમને જણાવીએ કે કપલ બોક્સ શું હોય છે…સુરત, રાજકોટમાં આવેલા આ કપલ બોક્સ એસીની ચીલ્ડ ઠંડકથી સજ્જ હોય છે. હલકટ ફેનિલ કપલ બોક્સ કાફે ચલાવતો હોવાની પોલીસને રજૂઆત થઈ હતી.

એટલે પોલીસે આવા કપલ બોક્સ અંગે માહિતી આપવાનું કહેતા જ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પોલીસને સાથે રાખીને પુણા કેનાલ રોડ પર પોલારિસ શોપિંગ સેન્ટરમાં મીટ મી નામના કાફેમાં રેડ કરવામાં આવી હતી. જેમાં કાફેના માલિકને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. સાથે CCTVનું ડીવીઆર જપ્ત કર્યું હતું.

આજુબાજુના બોક્સની પ્રાઈવસી જળવાઈ રહે એ માટે બોક્સમાં એક નાનકડો દરવાજો હોય છે. આ દરવાજો અંદરથી બંધ થઈ શકે છે. કપલ બોક્સની અંદર આછી-આછી રોશની અથવા લાઈટ બંધ હોય છે. અથવા જે જગ્યા પર લાઈટ હોય છે તે નાઈટ લેમ્પથી વિશેષ હોતી નથી.

અહીંયા કપલ એકાંતનો સમય માણવા આવે છે. તે બોક્સમાં અંદર કપલ સુઈ શકાય તે માટે બેડ પણ હોય છે. બાજુમાં રહેલાં બોક્સનો અવાજ ન સંભળાય તે માટે હાઈ વોલ્યુમ પર સતત લવ સોન્ગ વાગતા હોય છે. સુરતના  કામરેજ પાસોદરામાં માસુમ ગ્રીષ્માની છડેચોક ગળું કાપીને હત્યા કરી દેવામાં આવી.

સુરતના પુણા વિસ્તારમાં કાફેની આડમાં ચાલતા કપલ બોક્સને લઈ VHP દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પુણા કેનાલ રોડ પર પોલારિસ શોપિંગ સેન્ટરમાં મીટ મી નામના ફેમસ કાફેમાં ગોરખધંધા ચાલતા હતા. પછી VHP અને પોલીસને સાથે રાખીને કાર્યવાહી કરાવવામાં આવી હતી.કાફેના માલિકને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો સાથે CCTVનું ડીવીઆર કરવામાં આવ્યું છે.

કપલ બોક્સની અંદર અમારા લફંગાઓ કોલેજીયન યુવાનો લગભગ 90% જતા હોય છે. આ બધા જ અવળે રસ્તે ચડી ગયા છે. તેઓ ત્યાં જતા હોય છે. કપલ બોક્સમાં નશાથી લઈને શરીર સુખ માણી શકાય તેવી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે. અને તેના માટે મસમોટા ચાર્જીસ પણ વસૂલી લેવાતા હોય છે.પોલીસે આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ અને તેને તાત્કાલિક અસરથી બંધ કરવા માટેના પ્રયાસો શરૂ કરવા જોઈએ.

સુરત શહેરના કામરેજ તાલુકામાં પાસોદરા પાટિયા નજીક ટ્રાન્સ દિવસ પહેલા એકતરફી પ્રેમમાં યુવકે જાહેરમાં ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીનું ગળું કાપી યુવતીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. સુરતની દીકરીની આવી ઘાતકી હત્યાને લઈને આખું ગુજરાત હચમચી ઉઠ્યું છે.

સુરત સિટીના જિલ્લાના કામરેજ તાલુકાના પાસોદરા ગામમાં એક તરફી પ્રેમમાં પાગલ એક 20 વર્ષના યુવકે જાહેરમાં યુવતીનું ગળું કાપીને હત્યા કરી નાંખવાના બનાવથી સમગ્ર રાજ્યમાં સનસનાટી મચી જવા પામી છે. આ ગુનાના આરોપી ફેનિલનો ગુનાહિત ઈતિહાસ સામે આવ્યો છે. બીજી બાજુ જોઈએ તો આ બનાવના પગલે સુરતના પ્રબુદ્ધ નાગરિકો પોલીસ કમિશનરને મળ્યા હતા અને પોતાની રજૂઆત કરી હતી.

ગ્રીષ્માના પિતા આફ્રિકામાં હોવાથી ગ્રીષ્માના અંતિમસંસ્કાર બે દિવસ સુધી કરવામાં આવ્યા ન હતા. દીકરીની નિર્મમ હત્યા અંગે સાંભળી પિતાનું તો હૃદય કપાઈ ગયું હતું. આફ્રિકાથી સુરત આવેલા પિતાને દીકરીની હત્યાની જાણ થતાં જ જમીન પર ઢળી પડ્યાં હતાં.

આ ઘટનાને લીધે આખી સોસાયટી શોકમગ્ન થઈ ગઈ છે. બીજી તરફ અંતિમ યાત્રાને લઈને સોસાયટીને કોર્ડન કરવામાં આવી છે. મહિલાઓ મોટી સંખ્યામાં આવી રહી છે. પોલીસનો પણ ચૂસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે.ગ્રીષ્માની અંતિમ સફર શરૂ થઈ ગઈ છે. તેના મૃતદેહ પાસે માતા પિતાનું આક્રંદ છે. સમાજના લોકો ચોધાર આંસુએ વિદાય આપી રહ્યાં છે.ગ્રીષ્માની અંતિમયાત્રામાં ધાર્મિક માલવીયા, અલ્પેશ કથિરીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે.

આજે સુરતની દીકરી ગ્રીષ્મનાં અંતિમ સંસ્કાર થઇ રહ્યા છે અને મહિલાઓ મોટી સંખ્યામાં આવી રહી છે. પોલીસનો પણ ચૂસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે. સુરતની દીકરીની અંતિમ સફર શરૂ થઈ ગઈ છે. તેના મૃતદેહ પાસે માતા પિતાનું આક્રંદ છે. સમાજના લોકો ચોધાર આંસુએ વિદાય આપી રહ્યાં છે.ગ્રીષ્માની અંતિમયાત્રામાં ધાર્મિક માલવીયા, અલ્પેશ કથિરીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ સ્મીમેર હોસ્પિટલના આરએમઓ ડો.અરવિંદ સિંગે જણાવ્યું હતું કે,મૃતક ગ્રીષ્માના મોટા પપ્પા સુભાષભાઈ વેકરીયાને આરોપીએ પેટમાં ચપ્પુ માર્યું હોવાથી ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લવાયા હતા. ચપ્પુના કારણે તેમના આંતરડામાં પણ ઈજાઓ થઈ છે. તાત્કાલિક રાત્રે તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને આઈસીયુમાં સારવાર માટે એડમિટ કર્યા છે. જો કે અત્યારે તેમની હાલત સ્થિર છે.

ગ્રીષ્માની હત્યા થઈ ત્યારે એવી વાતો થવા લાગી કે આ દીકરીના ફેમિલીએ જો પોલીસને ઇન્ફોર્મ કર્યું હોત તો પોલીસ ફેનિલ વિરુદ્ધ કાર્યવાહી કરતે અને સુરતની લાડલી દિરકી ગ્રીષ્માનો જીવ કદાચ બચી જાત. લોકો કોઈ પણ ડર વગર પોલીસ સ્ટેશને જાય અને પોતાની રજુઆતો ગભરાયા વિના કરી શકે તે માટે હવે તમામ PI સવારે 11થી 12 સુધી અને સાંજે 5 થી 6 સુધી પોલીસ સ્ટેશનમાં હાજર રહી લોકોની રજુઆતો સાંભળી કાર્યવાહી કરશે. પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું કે, જો PI રજા પર હોય કે ફરજના ભાગે બહાર હોય તો સિનિયર PSI લોકોની રજુઆતો સાંભળશે.​​​​​​​

હવે સુરતની ગ્રીષ્મા હત્યા કેસની અંદર સુરત પોલીસના હાથમાં CCTV ફૂટેજ પણ લાગ્યા છે. જેમાં હત્યારા ફેનીલિ ગત 6 જાન્યુઆરીના રોજ સરથાણાની એક મોટી દુકાનમાંથી એક ચપ્પુ ખરીદ્યુ હતું તે જોઈ શકાય છે. ગ્રીષ્માના પરિવારે ફેનિલના ઘરે અગાઉ ફરિયાદ કરતા ફેનિલ ગ્રીષ્માના ઘરે જઈને ધમકી આપી હતી. ત્યાર બાદ તે ગ્રીષ્માને વધુ હેરાન કરવા લાગ્યો હતો.

disabled