આ મશહૂર અભિનેતાએ તેની મમ્મીની ફ્રેન્ડ સાથે બનાવ્યા હતા શારીરિક સંબંધ, જ્યારે ઘરવાળાને ખબર પડી ત્યારે... - Chel Chabilo Gujrati

આ મશહૂર અભિનેતાએ તેની મમ્મીની ફ્રેન્ડ સાથે બનાવ્યા હતા શારીરિક સંબંધ, જ્યારે ઘરવાળાને ખબર પડી ત્યારે…

મમ્મીની બહેનપણી સાથે ઘપાઘપ કરનાર અભિનેતાએ કર્યો ખુલાસો, જણાવ્યુ- પાડોશવાળી ભાભી માટે પાસ્તા લઇ જતો અને અમે બંને કપરા ઉતારીને…

ટીવી અને બોલિવુડ સેલેબ્સ અવાર નવાર તેમના જીવન વિશે આશ્ચર્યજનક ખુલાસા કરતા રહે છે. ઘણીવાર ઈન્ટરવ્યુ કે રિયાલિટી શોમાં સેલેબ્સ પોતાની પર્સનલ લાઈફ વિશે એવી વાતો કહે છે જેના પર તેમના ફેન્સ પણ વિશ્વાસ નથી કરી શકતા.ટીવી એક્ટર શિવમ શર્મા આ વર્ષે ફેબ્રુઆરીમાં સ્ટ્રીમ થયેલા OTT રિયાલિટી શો ‘લોક અપ’માં જોવા મળ્યો હતો. આ શોને બોલિવુડ અભિનેત્રી કંગના રનૌતે હોસ્ટ કર્યો હતો અને શિવમે તેમાં ઘણા ખુલાસા કર્યા હતા.

શોમાં શિવમે જણાવ્યું હતું કે એક વખત તેણે તેની માતાની મિત્ર સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારે હવે તેણે એક તાજેતરના ઈન્ટરવ્યુમાં કહ્યું કે જ્યારે તેના પરિવારને આ વિશે ખબર પડી તો તેમની પ્રતિક્રિયા શું હતી ? શિવમે કહ્યું, ‘આ એપિસોડ સ્ટ્રીમ થતાં જ મારા આખા પરિવારે મારું નિવેદન સાંભળીને એ મહિલા કોણ છે તે જાણવાનો પ્રયાસ શરૂ કર્યો. મારી બધી માસીઓએ મારી માતાને ફોન કર્યો.બધા એકસાથે મળી એ ગણતરી કરી રહ્યા હતા કે આ તો 10 વર્ષ પહેલાની વાત છે, તો પછી આપણે ક્યાં રહેતા હતા અને હું કયા માતાના મિત્રની વાત કરું છું.

મારા માતા-પિતાએ આ બાબતે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. તે બોલતા કંઇ નથી, આજ સુધી તેમણે હંમેશા મને સપોર્ટ કર્યો છે.પોતાનું રહસ્ય જણાવતા શિવમે કહ્યું કે તેનો માતાની મિત્ર સાથે સંબંધ હતો. જેના છૂટાછેડા થઈ ગયા હતા અને આવી સ્થિતિમાં તેણે તેની લાઈફમાં મદદ કરી હતી. સંબંધ બાંધવામાં બંનેની પરસ્પર સંમતિ હતી. તેણે એ પણ જણાવ્યું કે મહિલા તેના ઘરની નજીક રહેતી હતી અને તેને પસંદ કરતી હતી. તે મહિલાને ભાભી કહીને બોલાવતો હતો.

શિવમે કહ્યું કે આ કોઈ ગંદું કામ નથી. તેણે છૂટાછેડા લીધા હતા અને હું તેને મદદ કરવા માંગતો હતો. હું સારા પાસ્તા બનાવું છું, તેથી હું પાસ્તા બનાવતો અને તેમની પાસે જતો અને ત્યાં સારો સમય પસાર કરતો. આ બહુ જૂની વાત છે. આટલું જ નહીં, તેના ખુલાસા પછી શિવમે આગળ કહ્યું કે તેને પ્રેમ આપો અને પ્રેમ લો, કારણ કે જીવન દુઃખોથી ભરેલું છે અને આપણે ખુશીઓ વહેંચવી જોઈએ. તે જ સમયે, શિવમનું આ રહસ્ય સાંભળીને ત્યાં હાજર દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

જણાવી દઇએ કે, કંગનાના શોમાં એલિમિનેશનથી બચવા માટે સ્પર્ધકોએ તેમના જીવનના ઘેરા રહસ્યો જાહેર કરવા પડ્યા હતા. આવી સ્થિતિમાં શિવમ શર્માએ કરેલા ખુલાસાથી બધાને ચોંકાવી દીધા હતા. વાસ્તવમાં શિવમે પોતાને શોમાંથી બહાર થવાથી બચાવવા માટે એવો ખુલાસો કર્યો હતો, જેને સાંભળીને બધાના હોશ ઉડી ગયા હતા.

Live 247 Media

disabled