શિલ્પા શેટ્ટી હાથમાં દૂધી લઈને આ શું કરી રહી છે? વીડિયો જોઈને હોંશ ઉડી જશે - Chel Chabilo Gujrati

શિલ્પા શેટ્ટી હાથમાં દૂધી લઈને આ શું કરી રહી છે? વીડિયો જોઈને હોંશ ઉડી જશે

આવડી મોટી દૂધીનું શું કરશે દિગ્ગજ શિલ્પા શેટ્ટી? જાણીને ફફડી ઉઠશો

બોલિવુડની ખૂબસુરત અદાકારા શિલ્પા શેટ્ટી કુંદ્રા આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખઊબ એક્ટિવ રહે છે. શિલ્પા અવાર નવાર તેની કોઇના કોઇ પોસ્ટ ચાહકો સાથે શેર કરી રહી છે. ત્યાં જ શિલ્પાએ ફરી એકવાર તેનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે દૂધીના ઝાડ સાથે જોવા મળી રહી છે. વીડિયોમાં તમે જોઇ શકો છો કે દૂધીના ઝાડ છે, જેના પર એકદમ તાજી દૂધી ઉગેલી જોવા મળી રહી છે. શિલ્પાએ આ વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.

આ વીડિયોમાં તેને કહેતા સાંભળી શકાય છે કે આજે મારુ મન કરી રહ્યુ છે કે આજે આપણે દૂધી ખાઇશું. દૂધીનું શાક. તે બાદ શિલ્પા ખૂબ જ પ્રેમથી દૂધી તોડી રહી છે અને કહે છે કે અડધી દૂધીનો જ્યુસ મારા મોં પર પડી ગયો છે. શિલ્પાના લુકની વાત કરીએ તો, તેણે સ્કાય બ્લૂ ડ્રેસ પહેર્યો છે, જેમાં તે સુંદર લાગી રહી છે. તેના ચાહકો આ વીડિયોને ખૂબ જ લાઇક કરી રહ્યા છે અને રિએક્શન પણ આપી રહ્યા છે.

શિલ્પાની આ પોસ્ટ પર 14 લાખથી વધારે વ્યુઝ પણ આવી ગયા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતા લખ્યુ કે, શિલ્પા મેમ તમે ખૂબ જ પ્રેમાળ લાગી રહ્યા છે. તો એક અન્ય યુઝરે લખ્યુ કે, તમને હસતા અને ખિલખિલાતા જોઇ ઘણુ સારુ લાગી રહ્યુ છે.

શિલ્પાના વર્કફ્રંટની વાત કરીએ તો, તેની છેલ્લી ફિલ્મ “હંગામા 2” હતી. જે થોડા સમય પહેલા જ રીલિઝ થઇ છે. આ ફિલ્મથી શિલ્પાએ મોટા પડદા પર લગભગ 13 વર્ષ બાદ વાપસી કરી છે. તે ફિલ્મ “નિકમ્મા”માં પણ જોવા મળશે. આ ઉપરાંત તે સોની ટીવીનો ડાંસ રિયાલિટી શો “સુપર ડાંસર”માં 4 સિઝનની જજ પણ રહી ચૂકી છે.

જણાવી દઇએ કે, શિલ્પા શેટ્ટી અને તેનો પરિવાર થોડા સમય પહેલા ઘણો જ ચર્ચામાં રહ્યો હતો. શિલ્પાના પતિ અને જાણિતા બિઝનેસમેન રાજ કુંદ્રાની ગંદી ફિલ્મો બનાવવા અને તેને એપ પર પ્રકાશિત કરવાના આરોપો હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. તેઓ બે મહિના બાદ જેલમાંથી બહાર આવ્યા હતા. પતિની ધરપકડ બાદ શિલ્પાને અને તેના પરિવારને ઘણો ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. શિલ્પાએ આ મુશ્કેલ સમયમાં પરિવાર અને બાળકો બંનેને સારી રીતે સંભાળ્યા હતા.

Live 247 Media

disabled