ક્યારેક શાહરુખ ખાને જાતે જ કહ્યું હતું કે, “મારો દીકરો ડગ લે,” હવે એ વાત પડી સાચી તો શાહરુખનો જૂનો વીડિયો થયો વાયરલ, જુઓ

મન પડે એટલું શરીર સુખ માણે અને ડગ પણ…જાણો શાહરુખ ખાને વર્ષો પહેલા શું શું કહ્યું હતું

બોલીવુડના ખ્યાતનામ અભિનેતા શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની કેસમાં ધરપકડ થવાના કારણે મોટો હોબાળો મચી ગયો છે, સોશિયલ મીડિયાથી લઈને સમાચારોમાં પણ આજ વાતની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે આ બધા વચ્ચે શાહરુખ ખાનનો જૂનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે કહી રહ્યો છે કે તે ઈચ્છે છે કે તેનો દીકરો ડગ લે.

તમને જણાવી દઈએ કે હાલમાં જ મુંબઈમાં થયેલી એક રેવ પાર્ટીમાં એનસીબી દ્વારા છાપામારી કરવામાં આવી હતી. જે દરમિયાન 8 લોકો સાથે આ મામલાની પુછપરછ કરવામાં આવી રહી છે. એનસીબીની ટીમ દ્વારા જે લોકોની પૂરછપરછ કરવા માટે હિરાસતમાં લેવામાં આવ્યા છે તેમાં સુપરસ્ટાર શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનનું નામ પણ સામેલ છે. પુછપરછમાં શાહરુખના દીકરાએ જણાવ્યું કે તેને મહેમાનની રીતે બોલાવવામાં આવ્યો હતો અને તેને પાર્ટીમાં સામેલ થવા માટે કોઈ પૈસા આપ્યા નહોતા.

ત્યારે હવે આ મામલામાં શાહરુખ ખાનનો એક ખુબ જ જૂનો વીડિયો પણ વાયરલ થયો છે. આ વીડિયો 1997માં શાહરુખ ખાન જયારે સિમી ગ્રેવાલના ટોક શોમાં પહોંચ્યો હતો ત્યારનો છે. આ દરમિયાન તેની સાથે તેની પત્ની ગૌરી ખાન પણ હતી આ ઇન્ટરવ્યુના થોડા સમય પહેલા જ તેમના દીકરા આર્યનનો જન્મ થયો હતો.જયારે ઇન્ટરવ્યૂમાં શાહરુખને તેના દીકરા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેને કંઈક એવું કહ્યું જે કોઈ વિચાર્યું પણ નહોતું.

શાહરુખ ખાને કહ્યું હતું કે જયારે આર્યન 3-4 વર્ષનો થઇ જશે, ત્યારે તે આર્યનને કહેશે કે તે છોકરીઓ પછળ જઈ શકે છે, ડગ લઇ શકે છે અને સંબંધો પણ બાંધી શકે છે. શાહરૂખે કહ્યું હતું કે બહુ જ સારું હશે કે આર્યન એ બધા જ કામ જલ્દી શરૂ કરી દે જે હું મારી જવાનીમાં નહોતો કરી શક્યો.

આ ઉપરાંત શાહરૂખે આર્યન વિશે કહ્યું હતું કે તે એક બેડ બોય બને અને જો તે ગુડ બોય જેવો દેખાશે તો હું તેને ઘરની બહાર કાઢી મુકીશ, આ બધી વાતો શાહરુખ ખાને મજાકમાં કહી હતી પરંતુ હાલ સોશિયલ મીડિયામાં તેનો આ ઇન્ટરવ્યૂ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. તમને જણાવી દઈએ કે શાહરુખ ખાન હાલમાં આઇપીએલના કારણે દુબઇમાં છે.

પહેલા પણ શાહરુખ ખાને બેંગલુરુમાં યુવતી સાથે બનેલી છેડતીની ઘટના ઉપર એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે “માતા-પિતાએ પોતાના બાળકોને (છોકરાઓને) મહિલાઓનું સન્માન કરવાનું શીખવવુ જોઇએ.” આ ઉપરાંત શાહરૂખ ખાને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ હતું કે,”મેં માત્ર આર્યનને જ નહી પરંતુ અબરામને પણ જણાવી દીધુ છે કે, કોઇપણ મહિલાને ક્યારેય દુ:ખી નહી કરવી. જો તમે કોઇને દુ:ખ પહોંચાડશો તો હું તમારુ માથુ વાઢી નાખીશ. હવે વધારે નહી, છોકરીઓ કોઇ રમકડુ નથી. તેમની ઇજ્જત કરો.”