ક્રાઇમ કુંડળી ! કોણ છે નિત્યાનંદ ? એક્ટ્રેસ સાથે ઘપાઘપ વાળા ગંધારા વીડિયો, આશ્રમમાં કોન્ડમ મળવાથી લઇને પોતાનું સ્ટેટ 'કૈલાસા' બનાવવા સુધીની કહાની...જાણો - Chel Chabilo Gujrati

ક્રાઇમ કુંડળી ! કોણ છે નિત્યાનંદ ? એક્ટ્રેસ સાથે ઘપાઘપ વાળા ગંધારા વીડિયો, આશ્રમમાં કોન્ડમ મળવાથી લઇને પોતાનું સ્ટેટ ‘કૈલાસા’ બનાવવા સુધીની કહાની…જાણો

બેહદ સુંદર હિરોઈન સાથે અશ્લીલ વીડિયો થયો વાયરલ આ હવસયા બાબાનો , આશ્રમમાંથી કોન્ડોમ – ‘કૈલાસા’ બનાવવા સુધીની કહાની…જાણો

પોતાને ભગવાન કહેનાર નિત્યાનંદ આજકાલ ઘણા ચર્ચામાં બનેલા છે. નિત્યાનંદ પોતાને ‘કૈલાસા’ના સંસ્થાપક જણાવે છે. કૈલાસા અસલમાં કાલ્પનિક દેશ છે, પણ તેનો દાવો છે કે આ હિંદુઓનું એકનું એક સંપ્રભુ રાષ્ટ્ર છે. સંયુક્ત રાષ્ટ્રમાં આ કથિત કૈલાસાની પ્રતિનિધિ વિજયપ્રિયા નિત્યાનંદે દાવો કર્યો હતો કે નિત્યાનંદના દેશની આબાદી 20 લાખ છે અને દુનિયાના 150 દેશોમાં કૈલાસાની એમ્બેસી અને એનજીઓ છે. વિજયપ્રિયાએ સંયુક્ત રાષ્ટ્રમાં નિત્યાનંદને હિંદુઓના સર્વોચ્ચ ગુરુ જણાવ્યા અને આરોપ લગાવ્યો કે તેને સતાવવામાં આવી રહ્યા છે.

વિજયપ્રિયાએ એ પણ કહ્યુ કે નિત્યાનંદ અને કૈલાસાની 20 લાખ હિંજુ પ્રવાસી આબાદીના ઉત્પીડનને રોકવા માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર ઉપાય કરવામાં આવે. પણ જણાવી દઇએ કે, કૈલાસાવાળા નિત્યાનંદ અસલમાં ભાગેડુ છે. તે 2019માં ભારતમાંથી ભાગી ગયો હતો. તેના પર દુષ્કર્મ અને કિડનેપિંગ જેવા ઘણા ગંભીર આરોપો છે. ન્યુઝ રીપોર્ટ્સ અનુસાર, ભારતમાંથી ભાગ્યા બાદ નિત્યાનંદે દક્ષિણી અમેરિકાના ઇક્વાડોરમાં જમીન ખરીદી અને તેને અલગ દેશ ‘કૈલાસા’ ઘોષિત કરી દીધો. 1 જાન્યુઆરી 1978ના રોજ તમિલનાડુમાં જન્મેલા નિત્યાનંદને લઇને દાવો કરવામાં આવે છે કે તેણે 12 વર્ષની ઉંમરથી જ રામકૃષ્ણ મઠમાં શિક્ષા લેવાનું શરૂ કરી દીધુ હતુ.

1 જાન્યુઆરી 2003ના રોજ નિત્યાનંદે પોતાનો પહેલો આશ્રમ બેંગલુરુ પાસે બિદાદીમાં ખોલ્યો અને તે પછી તેણે ઘણી બીજા આશ્રમ ખોલ્યા. નિત્યાનંદ સૌથી વધારે ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે 2010માં તેની એક અશ્લીલ સીડી સામે આવી. આ સીડીમાં તે સાઉથ સિનેમાની એક અભિનેત્રી સાથે આપત્તિજનક સ્થિતિમાં હતો. આ મામલે તેના પર અશ્લીલતા અને ધોખાધડીનો કેસ દાખલ કરવામાં આવ્યો અને તેની ધરપકડ પણ થઇ પરંતુ બાદમાં તેને જામીન પર છોડી દેવામાં આવ્યો. 2010માં એક અમેરિકી મહિલાએ નિત્યાનંદ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો.

તે મહિલાએ દાવો કર્યો હતો કે ધર્મના નામ પર નિત્યાનંદે પાંચ વર્ષ સુધી તેની સાથે દુષ્કર્મ આચર્યુ. મહિલાએ બેંગલુરુના બિદાદી પોલિસ સ્ટેશનમાં આ મામલો દાખલ કરાવ્યો હતો. જો કે, ટ્રાયલ 2018માં શરૂ થઇ પણ નિત્યાનંદ ક્યારેય અદાલતમાં હાજર ન રહ્યો. એક રીપોર્ટ અનુસાર, વર્ષ 2012માં નિત્યાનંદ પર ફરી દુષ્કર્મના આરોપ લાગ્યા અને તેને જેલની સજા સંભળાવવામાં આવી. એવું કહેવામાં આવે છે કે તે બબાલ બાદ નિત્યાનંદ ફરાર થઇ ગયો હતો, પણ કેટલાક દિવસ બાદ તેણે સરેંડર કરી દીધુ હતુ. તે બાદ વર્ષ 2019માં તેની સામે બે છોકરીઓના અપહરણ અને બંધક બનાવી રાખવાનો કેસ નોંધવામાં આવ્યો હતો. નિત્યાનંદે ક્યારે ભારત છોડ્યુ ?

આ અંગે હજુ પણ ઘણી મૂંઝવણ છે. કારણ કે તેનો પાસપોર્ટ 30 સપ્ટેમ્બર 2018ના રોજ સમાપ્ત થઈ ગયો હતો. આવી સ્થિતિમાં સવાલ એ પણ ઊભો થાય છે કે શું તે એક્સપાયર પાસપોર્ટનો ઉપયોગ કરીને ભારતમાંથી ભાગી ગયો હતો. ભારત છોડતા પહેલા જ નિત્યાનંદે સુનાવણીમાં હાજરી આપવાનું બંધ કરી દીધું હતું. માહિતી અનુસાર, તે 40થી વધુ સુનાવણીમાં હાજર થયો નહોતો. એવું પણ માનવામાં આવે છે કે તે નેપાળ થઈને ઇક્વાડોર પહોંચ્યો હતો.જ્યારે નવેમ્બર 2019માં ગુજરાત પોલીસે હાઈકોર્ટને જણાવ્યું હતું કે નિત્યાનંદ ભારતમાંથી ભાગી ગયો છે.

ગુજરાત પોલીસે હાઈકોર્ટમાં પુષ્ટિ કરી હતી કે નિત્યાનંદ વિદેશ ગયો છે. નિત્યાનંદ વિરુદ્ધ પહેલાથી જ ઘણા કેસ નોંધાયેલા છે. પરંતુ ગુજરાતના જનાર્દન શર્મા અને તેમની પત્નીએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરતાં તેની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો હતો. આ અરજીમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે નિત્યાનંદે તેની બે પુત્રીઓને બળજબરીથી બંધી બનાવી લીધી હતી. તેણે પોતાની પુત્રીઓની કસ્ટડી માંગી હતી. આ અરજીમાં શર્માએ દાવો કર્યો હતો કે તેણે 2013માં તેની ચાર પુત્રીઓને બેંગ્લોરમાં નિત્યાનંદના આશ્રમમાં અભ્યાસ માટે મોકલી હતી.

જે સમયે તેણે તેની દીકરીઓને ત્યાં મોકલી ત્યારે તેમની ઉંમર 7 થી 15 વર્ષની હતી. તેમણે દાવો કર્યો હતો કે આ દરમિયાન દીકરીઓને બેંગ્લોરના આશ્રમમાંથી અમદાવાદના આશ્રમમાં લઈ જવામાં આવી અને જ્યારે તે પોતાની દીકરીઓને મળવા માંગતા ત્યારે આશ્રમના લોકો તેમને મળવા ન દેતા. બાદમાં પોલીસની મદદથી તેમની બે સગીર દીકરીઓને ત્યાંથી બચાવી લેવામાં આવી હતી, પણ બે પુખ્ત વયની દીકરીઓએ તેમની સાથે આવવાની ના પાડી દીધી હતી. શર્માએ આરોપ લગાવ્યો હતો કે નિત્યાનંદ તેમની બે સગીર દીકરીઓને ઉપાડી ગયો હતો અને અપહરણ કરીને બળજબરીથી તેમને બે અઠવાડિયા સુધી બંધક બનાવી રાખવામાં આવી. આ દરમિયાન તેમને સૂવા પણ દેવામાં નહોતી આવી.

આ અરજીમાં તેમણે પોતાની બે દીકરીઓની કસ્ટડીની પણ માંગ કરી હતી. આ ઉપરાંત શર્માએ આશ્રમમાં રહેતી સગીર છોકરીઓની પણ તપાસની માંગ કરી હતી.જણાવી દઇએ કે, જ્યારે બેંગલુરુ પોલીસે નિત્યાનંદને શોધવા મોટા પાયે શોધખોળ શરૂ કરી ત્યારે તેમને બિદાદીમાં તેના ધ્યાનપીઠમ આશ્રમના પરિસરમાં એક ખૂણામાંથી કોન્ડોમ અને ગાંજો મળ્યો હતો. બાદમાં આશ્રમને સીલ કરી દેવામાં આવ્યો હતો. ભારતથી ભાગી ગયા પછી, નિત્યાનંદે ઇક્વાડોરના કિનારે એક ટાપુ ખરીદ્યો અને તિબેટમાં કૈલાસ પર્વતના નામ પરથી તેનું નામ ‘કૈલાસા’ રાખ્યું. કૈલાસા કેનેડા, અમેરિકા અને અન્ય દેશોના હિંદુ આદિ શૈવ લઘુમતી સમુદાયના સભ્યો દ્વારા સ્થાપિત એક આંદોલન હોવાનો દાવો કરે છે. તેની વેબસાઈટ જણાવે છે કે, “તે વિશ્વના મહત્વાકાંક્ષી અથવા સતાવતા હિન્દુઓને સુરક્ષિત આશ્રય પ્રદાન કરે છે, જ્યાં તેઓ શાંતિથી રહી શકે અને તેમની આધ્યાત્મિકતા, કલા અને સંસ્કૃતિને વ્યક્ત કરી શકે.”

Live 247 Media

disabled