સલમાન ખાન નહિ, આ હતો ઐશ્વર્યા રાય બચ્ચનનો પહેલો પ્રેમ, નામ સાંભળીને જ રાતો-પીળો જાય છે અભિષેક બચ્ચન - Chel Chabilo Gujrati

સલમાન ખાન નહિ, આ હતો ઐશ્વર્યા રાય બચ્ચનનો પહેલો પ્રેમ, નામ સાંભળીને જ રાતો-પીળો જાય છે અભિષેક બચ્ચન

વિશ્વસુંદરી ઐશ્વર્યા રાયનો પહેલો પ્રેમીની તસ્વીર જોઈને હસી હસીને ઊંધા વળી જશો એવો દેખાય છે જુઓ

બોલિવૂડની અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનને કોઈ પણ ઓળખની જરૂર નથી. તેની સુંદરતા અને તેના અભિનયના લાખો ચાહકો છે. તેનો અભિનયના ખૂબ જ વખાણ થતા આવ્યા છે. દીકરી આરાધ્યાના જન્મ પછી તેને ફરીથી ફિલ્મ જઝબાથી બોલિવૂડમાં કમબેક કર્યું હતું, જેમાં પણ તેના અભિનયના વખાણ થયા હતા.

પરંતુ ફક્ત પોતાના કામ કે સુંદરતાના કારણે જ નહિ, પણ ઐશ્વર્યા તેના અફેર્સ માટે પણ ચર્ચાઓમાં રહી હતી. તમને કદાચ નહિ ખબર હોય, પણ સલમાન ખાન નહિ, પણ કોઈ બીજો જ વ્યક્તિ હતો, ઐશ્વર્યા રાયનો પહેલો પ્રેમ. તો ચાલો જાણીએ કોણ હતી એ વ્યક્તિ, જેની સાથે સૌથી પહેલા ઐશનું નામ જોડાયું હતું… જ્યારે ઐશ્વર્યા મોડેલિંગ અને બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લેતી હતી એ સમયે પણ લોકો તેની સુંદરતાના દીવાના તો હતા જ. એ દરમ્યાન તેની મુલાકાત રાજીવ મૂલચંદાની સાથે થઇ જે પણ મોડેલિંગ કરતા હતા.

ધીરે ધીરે તેઓ એકબીજાની નજીક આવ્યા અને તેમનો પ્રેમ વધતો ગયો. બંનેએ સાથે ઘણા ફોટોશૂટ પણ કરાવ્યા હતા. થોડા સમય પહેલા અભિનેત્રી મનીષા કોઇરાલાએ કહ્યું હતું કે રાજીવે તેમના માટે ઐશ્વર્યા સાથે બ્રેકઅપ કરી લીધું હતું.

ખબરો અનુસાર, ઐશ્વર્યા પોતાની સફળ કારકિર્દી માટે પોતાના પ્રેમને રસ્તામાં વચ્ચે લાવવા માંગતી નથી, એટલે એ રાજીવથી ધીરે-ધીરે દૂર થઇ ગઈ હતી. પરંતુ થોડા સમય પછી મનીષા કોઇરાલાએ એમ કહીને વિવાદ ઉભો કર્યો હતો કે હકીકતે રાજીવ મનીષાને પસંદ કરતા હતા એટલે તે ઐશ્વર્યાથી જુદા થઇ ગયા હતા. સાંભળવામાં આવ્યું હતું કે આ વાતને કારણે ઐશ્વર્યા અને મનીષા વચ્ચે તણાવ પણ ઉભો થયો હતો પણ તેઓએ જાહેરમાં કશું પણ કહ્યું નહિ.

આ પછી સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘હમ દિલ દે ચુકે સનમ’ ના સેટ પર ઐશ્વર્યા રાય અને સલમાન ખાને એકબીજાને ડેટ કરવાનું શરુ કર્યું હતું. જો કે તેમની આ પ્રેમકથા પણ વધુ લાંબી ન ટકી અને બંનેનું બ્રેકઅપ થયું. જણાવવામાં આવે છે કે સલમાનના ખરાબ વ્યવહારને કારણે જ ઐશ્વર્યાએ સલમાન સાથેના પોતાના બધા જ સંબંધોનો અંત આણ્યો હતો.

વર્ષ 2003માં પોતાની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં વિવેક ઓબેરૉયનું નામ ઐશ્વર્યા સાથે જોડાયું, એ સમયે ઐશ્વર્યા સુપરસ્ટાર સલામન ખાનની ગર્લફ્રેન્ડ હતી. કહેવાય છે કે વિવેક ઓબેરોય અને ઐશ્વર્યાના સંબંધોના કારણે સલમાન ખૂબ જ નારાજ થઇ ગયા હતા અને એ ઘણીવાર વિવેકને ફોન કરીને ઐશ્વર્યાથી દૂર રહેવા માટે ધમકાવતા હતા.

વિવેકે વર્ષ 2003માં એક પ્રેસ કોન્ફરન્સ દ્વારા એ વાતનો ખુલાસો કર્યો કે ઐશ્વર્યા સાથેના તેના બ્રેકઅપનું કારણ સલમાન ખાન છે, જે તેને ફોન કરીને ધમકાવી રહયા હતા. જો કે ઐશ્વર્યા સાથેના તેના સંબંધો વધુ ન ટક્યા અને વિવેક ઓબેરોયને ઘણીવાર સલમાન ખાનની માફી માંગતા જોવામાં આવ્યા છે.

વિવેક ઓબેરોય સાથે બ્રેકઅપ પછી ઐશ્વર્યા અને અભિષેક ફિલ્મ ગુરુના સેટ પર એકબીજાની નજીક આવ્યા અને બંનેના અફેરની ચર્ચાઓ થવા લાગી. જો કે બંનેનો પ્રેમ બંટી ઓર બબલીના આઈટમ સોન્ગ કજરારે કજરારે દરમ્યાન વધ્યો હતો. ફિલ્મ ગુરુની સક્સેસ પાર્ટીમાં અભિષેકે ઐશ્વર્યાને લગ્ન માટે પ્રપોઝ કરી હતી. 20 એપ્રિલ 2007એ ઐશ્વર્યા અને અભિષેક લગ્નના બંધનમાં બંધાયા. લગ્ન બાદ પણ ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે મતભેદોની વાતો સામે આવતી રહી હતી, પરંતુ બંને આજે પણ સાથે છે.

ઐશ્વયા રાયની સાથે સલમાન ખાન સાથેના પ્રેમ પ્રકરણ વિશે તો દરેક કોઈ જાણે જ છે. પણ તેની પહેલા ઐશ્વર્યાનું નામ રાજીવ મુલચંદાની સાથે પણ જોડાયું હતું. આ વ્યક્તિ બીજું કોઈ નહિ પણ અભિનેત્રી મનીષા કોઇરાલાનો પૂર્વ પ્રેમી માનવામાં આવે છે.

રાજીવને લીધે ઐશ્વર્યા અને મનીષા વચ્ચે ઘણીવાર ઝગડાઓ થઇ ચુક્યા છે. વર્ષ 1999 માં ઐશે એક ઇન્ટરવ્યૂમાં આ બાબત વિશે દિલ ખોલીને વાત કહી હતી અને મનીષાને ખરી ખોટી સંભળાવી હતી. ઐશનું આ ઇન્ટરવ્યૂ હાલના દિસવોમાં ખુબ વાયરલ થઇ રહ્યું છે.

રાજીવ 90 ના દશકના ખુબ જ લોકપ્રિય મૉડલ હતા. તે સમયમાં જો કોઈને મૉડેલિંગની દુનિયામાં પોતાની કારકિર્દી બનાવવી હોય તો રાજીવનનો સપોર્ટ મળવો ખુબ જરૂરી માનવામાં આવતો હતો. ઐશ્વર્યા અને મનીષા બંન્ને રાજીવની પ્રેમિકા રહી ચુકી છે. ઐશ્વર્યાના જીવનમાં તે સમયે રાજીવ પોતાના સપનાનો પ્રેમી બનીને આવ્યો હતો.

1994 માં ઐશ મિસ વર્લ્ડ બની ગઈ અને તેને ફિલ્મોની ઓફર્સ આવવાની શરૂ થઇ ગઈ. જો કે જીન્સ અને પ્યાર હો ગયા જેવી ઐશની ફિલ્મો ફ્લોપ રહી પણ તે સમયે મનીષા સફળતાના આસમાન પર હતી. મનીષાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે રાજીવને ડેટ કરી રહી છે અને તેની સાથે રિલેશન માટે રાજીવે ઐશને છોડી છે. આ સિવાય મનીષા દ્વારા લગાવવામાં આવેલા આરોપોને લીધે ઐશ્વર્યા ખુબ પરેશાન થઇ ગઈ હતી. તેણે કહ્યું હતું કે હું આ બધું વિચારીને દિવસ-રાત રોતી રહું છું.

1999 માં એક મેગેઝીનને આપેલા ઇન્ટરવ્યૂમાં ઐશે પુરી ઘટના પર પોતાની વાત રાખી હતી. તેમણે કહ્યું હતું કે તે મનીષા અને રાજીવની લવ સ્ટોરીનો હિસ્સો નથી. બે મહિના પછી જ તેનું બ્રેકઅપ થઇ ગયું હતું અને મનીષા કોઈ બીજાને ડેટ કરી રહી હતી. પણ મનીષા દરેક બીજા મહિને નવો બોયફ્રેન્ડ બનાવે છે.

ઐશે કહ્યું હતું કે,”મારા માટે આ એક મોટો જટકો છે. જો તેનું બ્રેકઅપ મારા અને રાજીવને લીધે થયું હતું તો તે એક જ વારમાં બધી વાતો શા માટે નથી જણાવી રહી. શા માટે નવ મહિના પછી તે એક નવો મામલો લઈને આવી. બ્રેકઅપના ચાર વર્ષ પછી પણ તે આ મુદ્દાને ઉઠાવી રહી છે તો તેનું કારણ તૂટેલો સંબંધ નહિ પણ કંઈક બીજું છે”.

ઐશ્વર્યાએ એ પણ કહ્યું હતું કે મનીષાએ રેખા અને શ્રીદેવી જેવી અભિનેત્રીઓની પણ કદર ન કરી તો મારી શા માટે કરે? છતાં પણ હું ઇચ્છુ છું કે તે ખુશ રહે અને જીવનમાં સેટલ થઇ જાય. જણાવી દઈએ કે ઐશ હાલ એક પણ બૉલીવુડ ફિલ્મોમાં કામ નથી કરી રહી. પણ તે જલ્દી જ સાઉથની ફિલ્મમાં જોવા મળશે. ઐશે આ ફિલ્મના પહેલા શેડ્યુલની શૂટિંગ પૂર્ણ કરી લીધી છે.

Live 247 Media

disabled