દુઃખદ: મોરબીનો ઝૂલતો ઐતિહાસિક પુલ તૂટતાં જ 400 લોકો તરફડીયા મારતા નદીમાં પડ્યા, આટલા મૃત્યુ પામ્યા - Chel Chabilo Gujrati

દુઃખદ: મોરબીનો ઝૂલતો ઐતિહાસિક પુલ તૂટતાં જ 400 લોકો તરફડીયા મારતા નદીમાં પડ્યા, આટલા મૃત્યુ પામ્યા

ભાઈઓ મોરબી માટે આજનો દિવસ ગોઝારો છે. મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની ખતરનાક દુર્ઘટના સર્જાઈ છે. જેમાં 400 આશરે લોકોના પાણીમાં ડૂબ્યા છે. આ દુર્ઘટરના પછી પુરજોશમાં બચાવ કાર્ય ચાલી થઇ ગયું છે. મોરબીમાં દિવાળીની રજાઓમાં છેલ્લા ઘણા દિવસોથી ઝૂલતા પુલ ઉપર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

ત્યારે આજે પણ લોકોની ભીડ જામી હોય, મોડી સાંજે આ પુલના બે ભાગ થઈને તૂટી પડ્યો હતો. આ ભયંકર દુર્ઘટનામાં ૪૦૦ થી વધુ લોકો નીચે નદીમાં પટકાયા હતા. જેમાં 60 બોડી કાઢ્યાનો કાન્તિ અમૃતિયાએ દાવો કર્યો છે. અત્યારે બચાવ કામગીરી પુરજોશમાં છે. કચ્છથી અને રાજકોટથી તરવૈયા અને રાજકોટથી 7 ફાયર બ્રિગેડની અને 1 SDRFની ટીમો રવાના થઇ છે.

જ્યારે ગાંધીનગરથી બે NDRFની ટીમ રવાના કરાઇ છે. PMO તરફથી એક દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું છે. જેમાં કહ્યું છે કે, મોરબીની આ પુલની દુર્ઘટના બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય અધિકારીઓ સાથે વાત કરી. તેમણે બચાવ કામગીરી માટે તાત્કાલિક ટીમોની મોકલવા કહ્યું છે.

તેમણે પરિસ્થિતિ પર સતત દેખરેખ રાખવા અને અસરગ્રસ્તોને તમામ શક્ય મદદ આપવા જણાવ્યું છે. આ ખતરનાક દુર્ઘટના મામલે આપણા સીએમે પણ ટ્વિટ કર્યું છે કે મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાથી હું અત્યંત વ્યથિત છું. તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી ચાલુ છે. ઇજાગ્રસ્તોને સત્વરે સારવારની વ્યવસ્થા માટે તંત્રને સૂચના આપી છે. આ સંદર્ભે જિલ્લાતંત્ર સાથે સતત સંપર્કમાં છું.

હવે સોશિયલ મીડિયામાં લોકો સવાલો પૂછી રહયું છે કે કોણ જવાબદાર છે આની પાછળ, તો આ દુર્ઘટનામાં ઘણા બધા લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે. બીજી તરફ હાલ પુરજોશમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે. આપને જણાવી દઈએ કે મોરબીનો આ વિશ્વમાં ફેમસ ઝૂલતો પુલ નવા વર્ષના દિવસે સહેલાણીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે.

ત્યારે ઓરેવા ગ્રુપના MD ઝૂલતા પુલને ખુલ્લો મુકાયો છે. આ પુલ રિનોવેશન માટે બંઘ કરવામાં આવ્યો હતો. તેને રૂપિયા 2 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું છે. તેમજ 7 મહિના માટે ઝૂલતો પુલ બંધ રહ્યો હતો. પુલની જવાબદારી ઓરેવા ટ્રસ્ટ પાસે છે. પુલ તૂટતાં જ માસુમ લોકો કેબલ પર લટકાઈ ગયા હતા અને ઘણા પબ્લિક સીધા પાણીમાં તરીને જીવ બચાવવા માટે તરફડીયા મારી રહ્યા હતા.

તેટલું જ નહીં, વીડિયોમાં પણ જોઈ શકાય છે કે, કેટલાંય લોકો એકબીજાના હાથ-પગ પકડીને એકબીજાને બચાવવા માટે મથી રહ્યા હતા. ઝૂલતા પુલનો ઈતિહાસ જોઈએ તો 20મી ફેબ્રુઆરી, 1879ના રોજ મુંબઇના ગવર્નરશ્રી રિચર્ડ ટેમ્પલ ના હસ્તે આ પુલનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું પછી ત્યારે આશરે 3.5 લાખના ખર્ચે ઇ.સ.1880માં બનીને પૂરો થયો હતો.

આ સમયે પુલનો સામાન ઇંગ્લેન્ડથી આવ્યો હતો. દરબારગઢથી નઝરબાગને જોડવા આ પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું.ઝૂલતો પુલ 140 વર્ષથી પણ વધારો જૂનો છે અને તેની લંબાઈ આશરે 765 ફૂટ જેટલી છે.

admins

disabled