સુશાંત સિંહ રાજપૂતની મોતના 2 વર્ષ બાદ રિયા ચક્રવર્તીને મળ્યો નવો પ્રેમ, જલ્દી જુઓ કોની જોડે ચક્કર ચાલુ કરી દીધું છે - Chel Chabilo Gujrati

સુશાંત સિંહ રાજપૂતની મોતના 2 વર્ષ બાદ રિયા ચક્રવર્તીને મળ્યો નવો પ્રેમ, જલ્દી જુઓ કોની જોડે ચક્કર ચાલુ કરી દીધું છે

સુશાંત સિંહ રાજપૂતના ફેન્સ આઘાતમાં, ગર્લફ્રેન્ડ રિયાએ ચાલુ કરી દીધું નવું અફેર, જલ્દી જુવો કોણ છે એ પુરુષ

સુશાંત સિંહ રાજપૂતના નિધનના અઢી વર્ષ બાદ રિયા ચક્રવર્તીની લાઇફમાં ફરી એકવાર પ્રેમની એન્ટ્રી થઇ છે. એક રીપોર્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જૂન 2020માં સુશાંતની મોત બાદ પબ્લિક ટ્રાયલ ઝેલનાર અભિનેત્રી કથિત રીતે સલમાન ખાનના ભાઇ સોહેલ ખાનની પૂર્વ પત્ની સીમા સજદેહના ભાઇ બંટી સજદેહને ડેટ કરી રહી છે. બંટી સ્પોર્ટ્સ અને એન્ટરટેઇનમેન્ટની ફીલ્ડમાં સૌથી મોટી મેનેજમેન્ટ ફર્મામાંથી એકનો માલિક છે.

રિયા પહેલા સોનાક્ષી સિન્હા સાથે બંટીનું અફેર હોવાની અફવા ઉડી હતી.હિન્દુસ્તાન ટાઇમના રીપોર્ટ પ્રમાણે બંટી અને રિયા સાથે છે પરંતુ તેઓ પોતાના રિલેશનશિપને પ્રાઇવેટ રાખવા માંગે છે. સોર્સે દાવો કર્યો છે કે તેમને એક સાથે અને ખુશ દેખવા સારુ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રિયાએ ઘણુ બધુ સહન કર્યુ છે, બંટી તેનો ખભો અને સપોર્ટ સિસ્ટમ રહ્યો છે. જ્યારે વસ્તુ ગંદી થઇ રહી તો તે તેના માટે ત્યાં હતો.

રીપોર્ટમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે રિયા પાસ્ટમાં બંટીની ક્લાયન્ટ્સમાંની એક હતી અને જ્યારે સુશાંતના મોતના સંબંધમાં રિયા સાથે પૂછપરછ કરવામાં આવી તો તેને પણ બોલાવવામાં આવ્યો હતો. જણાવી દઇએ કે, બંટી સજદેહ કોર્નરસ્ટોન સ્પોર્ટનો એમડી અને સીઇઓ છે. એજન્સી વિરાટ કોહલી, રોહિત શર્મા અને શિખર ધવન સહિત સ્પોર્ટ્સ વર્લ્ડના ઘણા મોટા નામોના કામ સંભાળે છે. રિયાની વાત કરીએ તો, સુશાંતના મોત બાદ અભિનેત્રી ઘણી લાઈમલાઈટમાં હતી.

જૂન 2020માં સુશાંત સિંહ રાજપૂતના આકસ્મિક મોતના થોડા સમય પહેલા તેણે દિવંગત અભિનેતાને ડેટ કર્યો હતો. સુશાંતના મોત પછી અભિનેતાના પરિવારે રિયા પર સુશાંતને માનસિક ત્રાસ આપવાનો, પૈસા માટે તેનું શોષણ કરવાનો અને તેના મૃત્યુમાં ભૂમિકા ભજવવાનો આરોપ લગાવ્યો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા અભિનેત્રીની પૂછપરછ કરવામાં આવી હતી. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા પણ તેની પૂછપરછ કરવામાં આવી હતી

અને 2020માં એક મહિના માટે તેને જેલમાં પણ જવું પડ્યુ હતુ. જેલમાંથી છૂટ્યા પછી રિયાએ કેટલીક જ જાહેર ઈવેન્ટ્સ કરી છે, પરંતુ તે હવે લો પ્રોફાઇલ જાળવી રહી છે. તે અમિતાભ બચ્ચન અને ઈમરાન હાશ્મી સ્ટારર ફિલ્મ ‘ચેહરે’માં પણ જોવા મળી હતી, પરંતુ તે પછી તેણે કોઈ ફિલ્મ સાઈન કરી ન હતી. જણાવી દઈએ કે રિયા ચક્રવર્તી પહેલા બંટી સજદેહનું નામ પણ સોનાક્ષી સિંહા સહિત સુષ્મિતા સેન સાથે પણ જોડાઇ ચૂક્યુ છે.

Live 247 Media

disabled