ગ્રીષ્મા હત્યા કેસમાં પોલીસે આરોપી હત્યારા ફેનિલને સાથે રાખી કર્યું રિકન્સ્ટ્રક્સન, ઘરની નજીક ફેનીલનાં આવતા જ પરિવાર ભરાયો રોષે, જુઓ તસવીરો

સુરતના બહુ ચર્ચિત ગ્રીષ્મા હત્યા કેસની અંદર પોલીસની તપાસનો ધમધમાટ શરૂ છે. ગઈકાલે આરોપી ફેનિલ ગોયાણીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાં તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા. જેના બાદ આજે આ હત્યાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું. જેમાં ઘટનાના દિવસે શું શું બન્યું હતું તેને લઈને આરોપી ફેનિલને સાથે રાખીને પોલીસે આ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું.

ગ્રીષ્મા હત્યા કેસની અંદર SITની રચના કરવામાં આવી છે. આ ટીમ દ્વારા આરોપી ફેનિલને સાથે રાખીને અલગ અલગ જગ્યા ઉપર લઇ જવામાં આવ્યો હતો અને તપાસ કરવામાં આવી હતી કે બનાવના દિવસે તે ક્યાંય ક્યાં ફર્યો હતો અને ક્યાંથી છરી ખરીદવામાં આવી હતી. આ બધી જગ્યા ઉપર ફેનિલને સાથે લઈને પોલીસ ફરી હતી.

ગ્રીષ્માની હત્યા પહેલા ફેનિલ કાપોદ્રા વિસ્તારમાં તેના એક મિત્રના કાફેમાં ગયો હતો જેના બાદ તે તેના મિત્ર સાથે અમરોલી વુસ્ટરમાં આવેલી ગ્રીષ્માની કોલજ ઉપર ગયો હતો અને પછી તે એકલો જ ગ્રીષ્માના ઘરે આવ્યો હતો. જે જગ્યાએ ફેનિલે ગ્રીષ્માની હત્યા કરી હતી તે જગ્યાએ પણ તેને લઇ જવામાં આવ્યો હતો.

જયારે ફેનિલને ગ્રીષ્માના ઘર પાસે રિકન્સ્ટ્રક્શન કરવા લાવવામાં આવ્યો હતો ત્યારે તેને જોઈને ગ્રીષ્માના પરિવારમાં પણ ભરે રોષ જોવા મળ્યો હતો. આ સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો, જેના કારણે કોઈ અનિચ્છનીય ઘટના ના ઘટે. આ સમગ્ર રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ કાફલો પણ સાથે રહ્યો હતો.

ફેનિલને રિકન્સ્ટ્રક્શન દરમિયાન સૌ પ્રથમ કામરેજ પોલીસ સ્ટેશનથી કાપોદ્રા વિસ્તારમાં આવેલ મિત્રના કાફે લઈ જવામાં આવ્યો, જેના બાદ અમરોલી વિસ્તારમાં જ્યાં ચપ્પુ લીધું હતું ત્યાં લઈ જવામાં આવ્યો, ત્યાંથી અમરોલી વિસ્તારમાં યુવતીની કોલેજ અને છેલ્લે પાસોદરા ખાતે જ્યાં યુવતીની હત્યા કરવામાં આવી ત્યાં લાવવામાં આવ્યો. જ્યાં વીડિયોમાં જે રીતે ચપ્પુ ગળાના ભાગે રાખે તે રીતે ડેમો કરાવવામાં આવ્યો હતો.

disabled