ફેનિલને જોતા જ પરિવાર અને ગ્રીષ્માનો ભાઈ રોષે ભરાયો, નારધામના મોઢા પર શરમ દેખાય છે?

સુરતના ગ્રીષ્મા પટેલ હત્યા કેસની અંદર હવે પોલીસને આરોપી ફેનિલનાં કોર્ટમાંથી 3 દિવસના રિમાન્ડ મંજુર થઇ ગયા છે. જેના બાદ પોલીસે પોતાની કામગીરી પણ શરૂ કરી દીધી છે. ગઈકાલે આરોપી ફેનિલ ગોયાણીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેના 3 દિવસના એટલે કે તા. 19 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા. જેના બાદ આજે આ હત્યાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું.ગ્રીષ્મા વેકરિયાના ભાઈએ આરોપી ફેનિલને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરી

ગ્રીષ્મા હત્યા કેસની અંદર SITની રચના કરવામાં આવી છે. આ ટીમ દ્વારા આરોપી ફેનિલને સાથે રાખીને અલગ અલગ જગ્યા ઉપર લઇ જવામાં આવ્યો હતો અને તપાસ કરવામાં આવી હતી કે બનાવના દિવસે તે ક્યાં ક્યાં ફર્યો હતો અને ક્યાંથી છરી ખરીદવામાં આવી હતી. આ બધી જગ્યા ઉપર ફેનિલને સાથે લઈને પોલીસ ફરી હતી.ગ્રીષ્માના ભાઈ ધ્રુવ વેકરિયાએ જણાવ્યું કે 12 ફેબ્રુઆરીના દિવસે આખી ઘટના શું બની હતી

ગ્રીષ્માની હત્યા પહેલા ફેનિલ કાપોદ્રા વિસ્તારમાં તેના એક મિત્રના કાફેમાં ગયો હતો જેના બાદ તે તેના મિત્ર સાથે અમરોલી વુસ્ટરમાં આવેલી ગ્રીષ્માની કોલેજ ઉપર ગયો હતો અને પછી તે એકલો જ ગ્રીષ્માના ઘરે આવ્યો હતો. જે જગ્યાએ ફેનિલે ગ્રીષ્માની હત્યા કરી હતી તે જગ્યાએ પણ તેને લઇ જવામાં આવ્યો હતો.ધ્રુવ વેકરિયાએ ઘરમાં બહેન હોય તેવા ભાઈઓને એક નાની પણ મહત્વની સલાહ આપી છે. ગ્રીષ્માના ભાઈએ આખી ઘટના કઈ રીતે બની તેનો ચિતાર વર્ણવતા કહ્યું કે, હું અને મારા મોટા પપ્પા તેને (ફેનિલ ગોયાણી) સમજાવવા માટે ગેટ પર ગયા હતા,

જયારે ફેનિલને ગ્રીષ્માના ઘર પાસે રિકન્સ્ટ્રક્શન કરવા લાવવામાં આવ્યો હતો ત્યારે તેને જોઈને ગ્રીષ્માના પરિવારમાં પણ ભરે રોષ જોવા મળ્યો હતો. આ સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો, જેના કારણે કોઈ અનિચ્છનીય ઘટના ના ઘટે. આ સમગ્ર રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ કાફલો પણ સાથે રહ્યો હતો.પોતાની બહેન સાથે બનેલી ઘટના અંગે વાત કરતી વખતે ધ્રૂવ વકરિયાને ડૂમો ભરાઈ આવ્યો હતો, તેણે પોતાની બહેનને ફેનિલ પાસેથી બચાવવા માટેના પ્રયત્નો પણ કર્યા હતા પરંતુ ફેનિલે આવેશમાં આવીને કોઈનું કશું જ સાંભળ્યું નહોતું.

ફેનિલને રિકન્સ્ટ્રક્શન દરમિયાન સૌ પ્રથમ કામરેજ પોલીસ સ્ટેશનથી કાપોદ્રા વિસ્તારમાં આવેલ મિત્રના કાફે લઈ જવામાં આવ્યો, જેના બાદ અમરોલી વિસ્તારમાં જ્યાં ચપ્પુ લીધું હતું ત્યાં લઈ જવામાં આવ્યો, ત્યાંથી અમરોલી વિસ્તારમાં યુવતીની કોલેજ અને છેલ્લે પાસોદરા ખાતે જ્યાં યુવતીની હત્યા કરવામાં આવી ત્યાં લાવવામાં આવ્યો.

જ્યાં વીડિયોમાં જે રીતે ચપ્પુ ગળાના ભાગે રાખે તે રીતે ડેમો કરાવવામાં આવ્યો હતો.આ દરમિયાન ત્યાં હાજર લોકો ફેનિલની ક્રૂરતા જોઈને ગ્રીષ્માને છોડી દેવા માટે કહી રહ્યા હતા પરંતુ તેના પર ઝનુન સવાર થઈ ગયું હતું અને તેણે ગ્રીષ્માનો જીવ લઈને જ તેને છોડી હતી. આરોપીને લોકોની વેદના અને બૂમો સાંભળીને જરાય દયા નહોતી આવી.

હત્યારા નરાધમ ફેનિલને આજે પોલીસના ડીવાયએસપી કક્ષાના ઉચ્ચ પોલીસ ઓફિસરની SIT ટીમની હાજરીમાં જ્યાં કહું કર્યું ત્યાં લઈ જવાયો હતો. ગ્રીષ્માના ઘર સામે હત્યાનું રિકન્સ્ટ્રક્શન ફેનિલે કરી બતાવ્યું હતું. પોલીસને ફેનિલે કહ્યું કે આ રીતે મેં ગ્રીષ્માને ખેંચીને ગળે ચપ્પુ રાખ્યું અને બાદમાં તેનું ગળું કાપી નાખીને પોતે પણ હાથે ચપ્પુ ક્યાં જઈને માર્યું એ સમગ્ર જગ્યા ફેનિલે બતાવી હતી. આજે હાથમાં પાટા સાથે લવાયેલો ફેનિલ લંગડાતાં લંગડાતાં ચાલી રહ્યો હતો.

પોલીસની ઈન્ક્વાયરીમાં ડિજિટલ એવિડન્સ કલેક્ટ કરવામાં આવ્યા છે તેમજ ફોરેન્સિક ટીમની પણ મદદથી તપાસ કરવામાં આવી રહી છે. આરોપીનો કોવિડ ટેસ્ટ કરાવી પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી રહી છે. DYSP બીકે વનારે જણાવ્યું હતું કે હાલ આરોપીની ઓળખ પરેડ કરવાની સાથે ઇન્ટેરોગેશન કરવામાં આવી રહ્યું છે. આરોપીએ જ્યારે ઘટનાને અંજામ આપ્યો હતો ત્યારે નશો કર્યો હોય એવું હાલ કંઈ સામે આવ્યું નથી. આ ઘટનામાં પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે અને ઝડપથી ચાર્જશીટ ફાઈલ થાય એ માટેના પ્રયાસ થઇ રહ્યા છે.

 

પોલીસ સુત્રોના અનુસાર ફેનિલ ગોયાણીએ પોતાનાં નિવેદનમાં જણાવ્યું કે, તેની તથા ગ્રીષ્માની ઓળખાણ પવન કળથિયા નામના એક મિત્ર થકી થઇ હતી. શરૂઆતમાં પવન ફેનિલની બાઇક લઇને ગ્રીષ્માને મળવા માટે જતો હતો. જો કે ધીરે ધીરે ગ્રીષ્મા અને ફેનિલનો પરિચય વધ્યો હતો. ગ્રીષ્માએ મેસેજ કરતા બંન્ને વચ્ચે મિત્રતા બંધાઇ હતી. આખરે બંન્ને મળવા પણ લાગ્યા હતા. બંન્ને અવાર નવાર મળતા જ રહેતા હતા.

disabled