ભાવનગરમાં પટેલ દીકરીએ જીવન ટૂંકાવ્યું, બિચારા પિતા બોલ્યા.."દીકરીને ફોસલાવી એ લુખ્ખો બ્લેકમેઇલ કરતો..." જાણો સમગ્ર મામલો - Chel Chabilo Gujrati

ભાવનગરમાં પટેલ દીકરીએ જીવન ટૂંકાવ્યું, બિચારા પિતા બોલ્યા..”દીકરીને ફોસલાવી એ લુખ્ખો બ્લેકમેઇલ કરતો…” જાણો સમગ્ર મામલો

પટેલ દીકરીએ આત્મહત્યા કરતા પિતાએ કહ્યું, પૂર્વ સરપંચનો દીકરો મારી રવિનાને ગાળો આપી, આખી રાત સૂવા ના દેતો, પેનડ્રાઇવમાં વીડિયો અને ફોટાઓ….

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતની ઘટનાઓ સતત સામે આવી રહી છે, જેમાં ઘણા લોકો જિંદગીથી કંટાળીને આપઘાત કરી લેતા હોય છે તો ઘણા લોકો કોઈના માનસિક ત્રાસના કારણે જીવન ટૂંકાવતા હોય છે,. ત્યારે હાલ એક ચોંકાવનારી ઘટના ભાવનગરમાંથી સામે આવી છે, જ્યાં એક યુવતીએ એક યુવકના ત્રાસથી આપઘાત કરી લેતા ચકચારી મચી ગઈ છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગરના સિહોરમાં આવેલા ગારિયાધારના ઠસા ગામમાં એક 27 વર્ષીય રવીના નામની યુવતીએ સચિન વોરા નામના યુવકના ત્રાસથી કંટાળીને ગળે ટુંપો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી  લીધું હતું. આપઘાત કરતા પહેલા રવીનાએ 2 પાનાની સુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં તેને સચિન હરિભાઈ વોરા નામના યુવક પર બ્લેકમેઇલ અને હેરાનગતિ કરવાનો આરોપ પણ લગાવ્યો છે.

સચિન રવીનાને ફોન અને મેસેજ કરીને હેરાન કરતો હતો અને તેના ત્રાસથી કંટાળીને તેને આપઘાત કરવા માટે મજબુર કરી હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. રવીનાના મોત બાદ તેના પિતા રામજીભાઈ કાનાણીએ સચિન વોરા વિરુદ્ધ ફ્રૂયાદ નોધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. મારી દીકરી રવિનાને હેરાન કરનારો સચિન વોરા ગામના પૂર્વ સરપંચનો દીકરો હતો. છોકરીને ફસાવીને ફોટા પડાવી લીધા હતા અને બધાને હેરાન કરતો, ઘરના સભ્યોને પણ પરેશાન કરતો રહેતો હતો. મારી દીકરીને ધમકીઓ આપી બ્લેકમેઈલ કરતો.’

રવીનાએ પોતાની સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, “હું રવિના કાનાણી લખું છું કે. હું આ આત્મહત્યા કરું ઈ મારા ઘરના કોઈ દબાણથી નથી કરતી. સચિન વોરા મને હેરાન કરે છે, એ હિસાબે કરું છું. મને અને મારા ઘરનાને બ્લેકમેલ કરે છે. પેલા મારે જે કાઈ હતું એ મે ના પાડી દીધી હતી. મારી હવે તારી જોડે પૂરું પછી મને ફોટાથી બ્લેકમેલ કરતો અને ખરાબ મેસેજ કરતો અને ચીમકી આપતો. મને નો દેવાની ગાળો દેતો, પછી મારા ઘરના બધાને ખબર પડ્યા બાદ બે મહિનાથી બધાને સમજાવે છે. એના ઘરના પણ કોઈ માનતા નથી અને બ્લેકમેલ કરે છે. ”

તેને આગળ લખ્યું કે, “એ રોજ ફોન અને મેસેજ કરે છે. હવે એ મારા ઘરના બધાના ફોનમાં ફોટા મોકલે છે. અમાર બંનેના એ ફોટાથી બ્લેકમેલ કરે છે. મારા ભાઈના ફોનમાં ફોટા મોકલે છે. આ બધુ સચિન વોરા કરે છે, એના લીધે હું આત્મહત્યા કરુ છું. એમાં મારા ઘરનાનો કોઈ દોષ નથી. એણે મારી જોડે આવું વર્તન કર્યું એટલે મારે આ પગલું ભરવું પડ્યું. એના પપ્પાને અને કેશુભાઈ બંને મને પૂછવા આવ્યા હતા કે તારી ઈચ્છા છે તો મેં ના પાડી હતી કે મારી લગ્ન કરવાની કોઈ ઈચ્છા નથી. મારા પપ્પાએ વારંવાર સમજાવ્યા બધાને તોય કોઈ સમજવા તૈયાર નથી.”

રવીનાએ આગળ એમ પણ જણાવ્યું કે, “સચિનના લેપટોપ, ફોન અને પેન ડ્રાઇવમાં મારું વીડિયો રેકોર્ડિંગ, ફોટા એવું બધું છે. આ વસ્તુ બધાને મોકલી મને બ્લેકમેલ કરે છે. બીજી શેમાં આ બધુ હોય તે મને ખબર નથી. આ મારી જીભાની છે તો આ બધી વસ્તુ મારા ગયા પછી મટાડી દેજો એટલે મારા ઘરના લોકોને કોઈ તકલીફ ન થાય. સોરી પપ્પા મને માફ કરજો, હું આ પગલું તમને પૂછ્યા વગર ભરું છું. આ બ્લેકમેલથી હું કોઈને મોઢું નથી બતાવી શકતી. લી. રવિના રામજીભાઈ કાનાણી”

Uma Thakor

disabled