ગોવિંદા અને સલમાન જેવા સ્ટાર્સની હિરોઈનન થયું ભયંકર એક્સીડન્ટ, દીકરી હોસ્પિટલમાં દાખલ, તસવીરો જોઈને રુવાડા ઉભા થઇ જશે - Chel Chabilo Gujrati

ગોવિંદા અને સલમાન જેવા સ્ટાર્સની હિરોઈનન થયું ભયંકર એક્સીડન્ટ, દીકરી હોસ્પિટલમાં દાખલ, તસવીરો જોઈને રુવાડા ઉભા થઇ જશે

બોલિવૂડમાં સલમાન ખાન અને ગોવિંદા જેવા સ્ટાર્સની કો-એક્ટ્રેસ રહી ચૂકેલી રંભા કેનેડામાં અકસ્માતનો શિકાર બની છે. આ અકસ્માત ત્યારે થયો જ્યારે તે બાળકો અને નેની સાથે કારમાં મુસાફરી કરી રહી હતી. રંભાની નાની દીકરી હોસ્પિટલમાં દાખલ છે. અહેવાલો અનુસાર, કોઈને ગંભીર ઈજા થઈ નથી, પરંતુ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર અકસ્માતની માહિતી આપતા ચાહકોને પ્રાર્થના કરવાનું કહ્યું છે. અભિનેત્રી રંભાએ પોતાની સાથે થયેલા દુ:ખદ અકસ્માતની માહિતી સોશિયલ મીડિયા પર સોશિયલ મીડિયા પર આપી છે.

અભિનેત્રીએ લખ્યું, ‘બાળકો સાથે સ્કૂલેથી પરત આવી રહી હતી ત્યારે ચોકડી પર એક કારે અમારી કારને ટક્કર મારી હતી. કારમાં હું, બાળકો અને નેની હતા.અમને બધાને નાની-મોટી ઈજા થઈ છે પરંતુ અમે સુરક્ષિત છીએ. મારી નાની દીકરી સાશા હજી હોસ્પિટલમાં છે. ખરાબ દિવસ અને ખરાબ સમય, કૃપા કરીને અમારા માટે પ્રાર્થના કરો. તમારી પ્રાર્થનાનો અર્થ ઘણો છે.’ ચાહકો માટે સારા સમાચાર એ છે કે રંભા અને તેનો પરિવાર સુરક્ષિત છે. જોકે તેમની પુત્રી હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે.

રંભાએ તેની પુત્રીનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ સાથે શેર કર્યો છે. જેમાં ડોકટરો તેની સારવાર કરી રહ્યા હોવાનું જોઈ શકાય છે. તેણે તેની કારની પણ બે તસવીરો પણ શેર કરી છે જે અકસ્માત પછી ખૂબ જ ખરાબ હાલતમાં જોવા મળી રહી છે. રંભાની પુત્રી સાશાની તસ્વીર પર સેલેબ્સ અને ચાહકો તેના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે રંભાનું સાચું નામ વિજયલક્ષ્મી હતું. તેણે લગભગ બે દાયકામાં 100 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. રંભાની ગણતરી બોલીવુડની ટોચની અભિનેત્રીઓમાં થતી હતી.

એક સમય એવો હતો જ્યારે તેણે દિવ્યા ભારતી જેવી પ્રખ્યાત અભિનેત્રીને પણ પાછળ છોડી દીધી હતી. રંભાએ હિન્દી સિનેમામાં ફિલ્મ ‘જલ્લાદ’થી ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેણે ‘જંગ’, ‘કહાર’, ‘જુડવા’, ‘બંધન’ અને ‘જાની દુશ્મન’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું. રંભાએ વર્ષ 2004માં આવેલી ફિલ્મ ‘દુકાન’ પછી કોઈ ફિલ્મમાં કામ કર્યું ન હતું. રંભાનું સાચું નામ વિજયલક્ષ્મી હતું. રંભા 90ના દાયકામાં બોલિવૂડની જાણીતી અભિનેત્રીઓમાંની એક હતી. એક સમયે તેણે દિવ્યા ભારતીને ટક્કર પણ આપી હતી. વર્ષ 2000 સુધી તેણીએ હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં પ્રભુત્વ જમાવ્યું હતું.

તેમનો જન્મ 5 જૂન 1976ના રોજ આંધ્ર પ્રદેશમાં એક તેલુગુ પરિવારમાં થયો હતો. જ્યારે તે 7મા ધોરણમાં હતી, ત્યારે તેણે શાળાની વાર્ષિક સ્પર્ધામાં ભાગ લીધો હતો અને અમ્માવરુ સંબંધિત એક એક્ટ કર્યું હતું. આ કાર્યક્રમમાં દિગ્દર્શક હરિહરન પણ હાજર રહ્યા હતા, જેઓ રંભાના સંપર્કમાં રહ્યા હતા અને બાદમાં તેમને મલયાલમ ફિલ્મ ‘સરગમ’ (1992) સાથે અભિનયની દુનિયામાં પ્રવેશવાની તક આપી હતી. તેણીનું પ્રથમ ઓનસ્ક્રીન નામ અમૃતા હતું, જે પાછળથી બદલીને રંભા કરવામાં આવ્યું હતું. આ નામ તેની તેલુગુ ડેબ્યુ મૂવીના પાત્રનું હતું.

Live 247 Media

disabled