રાજકોટમાં ધંધુકા જેવી ઘટના બનતા બનતા, સોશિયલ મીડિયામાં યુવકે ધાર્મિક પોસ્ટ કરતા 25થી વધુ વિધર્મીઓના ટોળા મારવા માટે આવ્યા, CCTVમાં ઘટના કેદ

ધંધુકામાં માલધારી યુવકની હત્યાના પડઘા હજુ શાંત થયા નથી ત્યાં રાજકોટમાં ધંધુકા જેવી જ ઘટના બનતા અટકી છે. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.  ઇન્સ્ટાગ્રામમાં ધાર્મિક પોસ્ટ મુદ્દે વિવાદ છેડાતા  25થી વધુ વિધર્મી લોકોએ 5 હિન્દુ યુવાન પર હુમલો કર્યો હોવાનું સામે આવી રહ્યું છે, આ મામલામાં ભક્તિનગર પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં રહેતા વિનય ડોડીયા નામના એક યુવકે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એક ધાર્મિક પોસ્ટ શેર કરી હતી. જેને લઈને તેને ઇન્સ્ટાગ્રામ ઉપર જ ઈર્શાદ સંધિ નામના એક યુવકે પોસ્ટ દિલી કરવા માટે ધમકાવ્યો હતો. આ ઉપરાંત તેને ગંદી ગાળો અને મારવા માટેની ધમકી પણ આપી હતી.

વાત આટલેથી અટકી નહોતી. ત્યારબાદ વિનયને જિલ્લા ગાર્ડન નજીક માટે સમાધાન માટે બોલાવવામાં આવ્યો હતો, અને ત્યાં તેની ઉપર 25થી વધુ વિધર્મી લોકોએ હુમલો પણ કર્યો હતો.  આ હુમલાની જાણ થતા જ ચાર યુવકો ત્યાંથી ભાગી છૂટ્યા હતા તેમજ આરોપીઓએ એ કે બાઈકનીઓ કચ્ચરઘાણ બોલાવી દીધો હોવાનું પણ સામે આવી રહ્યું છે.

ત્યારે આ મામલામાં ભોગ બનનારા વિનય ડોડીયા અને અન્ય યુવકોએ મળીને પોલીસ કમિશ્નર કચેરીમાં રજુઆત કરી હતી.  વિનય ડોડીયાએ જણાવ્યું હતું કે તેને ભગવાન શ્રી કૃષ્ણની એક પોસ્ટ તેના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. પોસ્ટ મુકવાની થોડી જ ક્ષણો બાદ તેમેં ઈર્શાદ સંધિનામના યુવકે તેને અને ભગવાન શ્રી કૃષ્ણને ગાળો આપી પોસ્ટ ડીલીટ કરવા માટે જણાવ્યું હતું અને જો તે પોસ્ટ ડીલીટ નહીં કરે તો તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.

આવી ધમકીઓ મળ્યા બાદ પણ વિનયે પોસ્ટ ડીલીટ કરી નહોતી. વિનયે જે પોસ્ટ કરી છે તેની અંદર એક ધર્મના ભગવાનને અન્ય ધર્મના ભગવાન કરતા વધારે શક્તિશાળી બતાવવામાં આવ્યા હોવાનું જણાઈ રહ્યું છે. જેના કારણે આ સમગ્ર વિવાદ ઉભો થયો હતો.

disabled