"મોદીજી આવ્યા અને હોસ્પિટલ તૈયાર થઇ ગઈ.. કાળી ટીલી સમાન..." રાજભા ગઢવીએ મોરબીની ઘટના પર દુઃખ વ્યક્ત કરતા ઠાલવ્યો ગુસ્સો - Chel Chabilo Gujrati

“મોદીજી આવ્યા અને હોસ્પિટલ તૈયાર થઇ ગઈ.. કાળી ટીલી સમાન…” રાજભા ગઢવીએ મોરબીની ઘટના પર દુઃખ વ્યક્ત કરતા ઠાલવ્યો ગુસ્સો

મોરબીમાં PM મોદીના આવતા પહેલા હોસ્પિટલને સજાવનારા પર ફૂટ્યો રાજભા ગઢવીનો ગુસ્સો કહ્યું, “માણસના પેટના નથી..” જુઓ વીડિયો

મોરબીમાં બનેલી દુઃખદ ઘટના હજુ પણ આંખો સામે આવીને ઉભી થઇ જાય છે. પાંચ દિવસ વીત્યા હોવા છતાં પણ આ ઘટનાનું દુઃખ ઓસરાતું નથી. રવિવારની મજા માણવા માટે મોરબીની શાન ગણવામાં આવતા ઝૂલતા પુલ પર ફરી રહેલા લોકોને સપનામાં પણ ખ્યાલ નહોતો કે માથે તેમનું મોત પણ ઝૂલી રહ્યું છે અને અચાનક 6.30 વાગ્યાની આસપાસ બ્રિજ તૂટી પડતા 400 લોકો પાણીમાં ખાબક્યા હતા.

આ લોકોને બચાવવા માટે સ્થાનિક લોકો પણ આગળ આવ્યા અને જેમ બને તેમે જલ્દી જ લોકોને બચાવવા લાગ્યા, પરંતુ તે છતાં પણ આ ઘટનામાં 135 લોકોના મોત થયા હતા, ત્યારે આ ઘટનાને લઈને ઘણા બધા લોકોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે, અને કેટલીક બાબતો પર પોતાનો ગુસ્સો પણ વ્યક્ત કર્યો છે. ત્યારે ડાયરા કલાકાર રાજભા ગઢવીએ પણ આ મુદ્દે પોતાની વાત રાખી છે.

એક ડાયરાની અંદર મોરબીમાં ઘટેલી આ ઘટનાને લઈને રાજભા ગઢવી વાત કરતા જોવા મળ્યા હતા. મોરબીમાં ઘટેલી આ દુર્ઘટના વિશે ડાયરાના મંચ પરથી બોલતા રાજભાએ પ્રથમ તો પોતાનું દુઃખ વ્યક્ત કર્યું અને સદગતના આત્માઓને શાંતિ આપે એ માટે પ્રાર્થના પણ કરી. સાથે જ તેમને આ દુર્ઘટનામાં લોકોનો જીવ બચાવનારા હુસૈન મહેબૂબ ભાઈ પઠાણના પણ વખાણ કર્યા હતા.

જેના બાદ રાજભા ગઢવીએ પોતાનો ગુસ્સો ઠાલવતા કહ્યું, મારે આ બાબતે એક દુઃખ વ્યક્ત કરવું છે, આ ઘટનામાં જેટલા સામેલ હોય તેમને સજા અને દંડ થવો જ જોઈએ પરંતુ મોરબીમાં મોદી સાહેબ આવ્યા અને તાત્કાલિક જે હોસ્પિટલ તૈયાર થઈને એ માનવતા માટે, માનવજીવન માટે અને ભારતીય સંસ્કૃતિ માટે આ કાળી ટીલી સમાન કહેવાય ! આ હું જાહેરમાં કહું છું.”

તેમને આગળ કહ્યું કે, “આનો અર્થ એવો થયો કે મોદી સાહેબને ખબર નથી કે તે અહીંયા આવશે અને જોશે અને તેના કરતા એમ જ રહેવા દીધી હોત તો તેને સંવેદના કહેવાય. એનો અર્થ એવો થયો કે ફંડ તો હતું જ ને, એ આવ્યું છે એ ઘરના તો નહિ નાખ્યા હોય, તો ઘોઘાના પેટનો તમે આવું શું કામ કરો છો ? તો બધે આવું આખા ગુજરાતમાં કરી દોને.  હું કોઈ રાજકીય પાર્ટીનો નથી પરંતુ આ હોસ્પિટલ જેને રાતોરાત આવી કરી દીધી છે તે પ્રસાશન અને અધિકારીઓ માણસના પેટના નથી. સંવેદના પર તો આ ઘા છે છે ને છે જ.”

Uma Thakor

disabled