હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની સાચી પડી રહી છે આગાહી, પહેલા નોરતે જ ગરબાના મેદાનો થયા પાણી પાણી, આયોજકો સમેત ખેલૈયાઓ પણ મૂંઝવણમાં - Chel Chabilo Gujrati

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની સાચી પડી રહી છે આગાહી, પહેલા નોરતે જ ગરબાના મેદાનો થયા પાણી પાણી, આયોજકો સમેત ખેલૈયાઓ પણ મૂંઝવણમાં

હાલ ગુજરાતમાં નવરાત્રીની રમઝટ જમવાની છે, ત્યારે ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદે વિરામ લઇ લીધો છે. ત્યારે આજથી મા આદ્યશક્તિના પવનપર્વ નવરાત્રીની પણ શરૂઆત થઇ ગઈ છે. ત્યારે નવરાત્રી શરૂ થવાના પહેલા જ દિવસે આજે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે તો ઘણા વિસ્તારમાં વાદળાં પણ ચઢીને આવી ગયા છે, જેના કારણે ગરબા રસિકોમાં શોકનો માહોલ ફરીવળ્યો છે.

કોરોનાના કારણે છેલ્લા 2 વર્ષથી નવરાત્રીની રમઝટ જામી નહોતી, પરંતુ આ વર્ષે કોરોનાનો પ્રકોપ ઓછો થતા જ મોટા મોટા પાર્ટીપ્લોટમાં પણ નવરાત્રિઓ યોજાઈ રહી છે, જેના કારણે ગરબા રસિકો પણ ગરબે ઘુમવા માટે ખુબ જ ઉત્સાહિત છે, ત્યારે આ બધા વચ્ચે હવે વરસાદ વિલન બની રહ્યો છે.

વડોદરામાં આજે બપોરથી જ કેટલાક વિસ્તતઓમાં વરસાદ પડ્યો છે. સાથે જ આકાશમા વાદળાં પણ છવાઈ ગયા છે. વડોદરાના સમા, ઓ.પી. રોડ, અલકાપુરી, સુભાનપુરા, રેસકોર્સ, ઇલોરા પાર્ક, સુભાનપુરા, મનિષા ચોકડી, અક્ષરચોક વરસાદ જોવા મળ્યો હતો. આ ઉપરાંત જાંબુવા, મકરપુરા, માંજલપુર, તરસાલી, કારેલીબાગ, વારસિયા, ખોડિયાનગર, આજવા રોડ, વેમાલી, માંડવી, વાઘોડિયા રોડ ઉપર પણ વરસાદ વરસ્યો હતો.

તો બીજી તરફ અમદાવાદમાં પણ આજે બપોરથી જ વરસાદ જોવા મળ્યો હતો. અમદાવાદ શહેરના વટવા, મણિનગર, કાંકરીયા સીટીએમ, નિકોલ, નરોડા, ઓઢવ, વસ્ત્રાલ, ઘોડાસર, ઇસનપુર જેવા વિસ્તારોમાં છુટા છવાયા ઝાપટા પડ્યા હતા. 20 મિનિટ સુધી વરસાદ પાડવાના કારણે ઘણા બધા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે. ત્યારે ગરબા આયોજકો પણ આ દરમિયાન મૂંઝવણમાં મુકાયા છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા સમયથી વાતાવરણમાં પણ ગરમી પ્રસરી રહી હતી, જેના કારણે આજે વરસાદ આવતા ઠંડક પણ અનુભવાઈ રહી છે. તો બીજી તરફ ગરબા રસિકોમાં વરસાદને લઈને નારાજગી પણ જોવા મળી રહી છે. આગાઉ પણ નવરાત્રીમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી હતી, જે હાલ સાચી પડી રહી હોય તેમ લાગી રહ્યું છે.

તો હવામાન વિભાગ દ્વારા પણ 27 અને 27 સપ્ટેમ્બરના રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ તારીખ દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તતો જેવા કે વલસાડ, નવસારી, સુરત, સંઘપ્રદેશ, દાદરરાનગર હવેલી, દમણ ઉપરાંત અમદાવાદ, આણંદ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને આગાહી કરી હતી. તેમને નવરાત્રીમાં વરસાદ થશે એમ જણાવ્યું હતું, જે પણ હવે સાચી થતી જોવા મળી રહી છે.

Uma Thakor

disabled