શા કારણે ખુલ્લા હોય છે પબ્લિક ટોયલેટના દરવાજા નીચેથી ખુલ્લા? કારણ જાણીને તમે પણ વિચારવા લાગશો - Chel Chabilo Gujrati

શા કારણે ખુલ્લા હોય છે પબ્લિક ટોયલેટના દરવાજા નીચેથી ખુલ્લા? કારણ જાણીને તમે પણ વિચારવા લાગશો

ભારતમાં હાલ સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે એ અંતર્ગત ગામે ગામે ટોયલેટની સુવિધાઓ બની રહી છે. મોટાભાગે ઘરના ટોયલેટના દરવાજાઓ આખા કવર કરવામાં આવે છે,  પરંતુ જયારે આપણે પબ્લિક ટોયલેટનો ઉપયોગ કરીએ ત્યારે તેના દરવાજા નીચેથી ખુલ્લા જોવા મળશે, આપણે ઘણીવાર રેલવે સ્ટેશન, કે એરપોર્ટ કે કોઈ જાહેર સુલભ શૌચાલયનો ઉપયોગ કર્યો હશે, ત્યારે મનમાં આ પ્રશ્ન થયો જ હશે કે કેમ આ ટોયલેટના દરવાજા નીચેથી ખુલ્લા રાખવામાં આવતા હશે? ચાલો જણાએ તેનું કારણ…

 

જયારે પણ આપણે પબ્લિક ટોયલેટનો ઉપયોગ કરીએ ત્યારે મનમાં આ પ્રશ્ન જરૂર આવે કે આ ટોયલેટના દરવાજા નીચેથી ખુલ્લા અને આટલા નાના કેમ હશે, તો તેની પાછળ ઘણા બધા કારણો રહેલા છે.  સૌથી પહેલું કારણ તો એ છે કે આવું કરવાના કારણે સાફ સફાઈ કરવામાં સરળતા રહે છે.

પબ્લિક ટોયલેટનો ઉપયોગ મોટા પ્રમાણમાં લોકો કરે છે. એટલા માટે તે વહેલા ગંદા પણ થઇ જતા હોય છે. એટલા માટે દરવાજો નીચેની તરફથી ખુલ્લો હોવાના કારણે તેને સાફ કરવામાં સરળતા રહે છે. પરંતુ આ એક જ કારણ નથી બીજા પણ ઘણા કારણો છે પબ્લિક ટોયલેટનો દરવાજો નાનો રાખવાના.

ઘણા લોકો ટોયલેટની અંદર સક્સ્લ એક્ટિવિટી કરતા હોય છે. એવા લોકો ઉપર રોક લગાવવા માટે પણ પબ્લિક ટોયલેટના દરવાજા નાના રાખવામાં આવે છે. જેના કારણે લોકોને પણ એટલી પ્રાયવસી ના મળે કે તે આવા પ્રકારના કામોમાં જોડાઈ શકે.

આ ઉપરાંત જો કોઈ નાનું બાળક પણ ટોયલેટની અંદર જાય અને દરવાજો લોક કર્યા બાદ તે ખોલી ના શકે તો દરવાજો નાનો હોવાના કારણે તેને બહાર કાઢી શકાય છે. આ ઉપરાંત કોઈ વ્યક્તિ પબ્લિક ટોયલેટમાં બેભાન થઇ જાય તો પણ નાનો દરવાજો હોવાના કારણે બચાવી શકાય છે.

Uma Thakor

disabled