‘શિકારી’ જ અહીંયા શિકાર થઇ ગયા! મોટા બાપની બગડેલી ઓલાદોને બહાદુરીથી ઝડપી લેનાર સાહેબ સાથે બહુ જ ખરાબ થઇ ગયું

આર્યન ખાન કેસ હાલ ખૂબ જ ચર્ચામાં છે. શાહરૂખ ખાનના દીકરાની મુંબઇથી ગોવા જઇ રહેલ ક્રૂઝ દરમિયાન કેસ મામલે ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે એકવાર ફરી ચર્ચામાં આવ્યા હતા. ત્યારે હાલ સમીર વાનખેડેની મુશ્કેલી હાલ વધતી દેખાઇ રહી છે. હવે તેમના વિરૂદ્ધ વિજિલેંસ વિભાગની તપાસ શરૂ થઇ ગઇ છે. સમીર વાનખેડે પોતાના પદ પર બન્યા રહેશે કે નહિ, હવે આ પર પણ સંશયના વાદળ મંડરાઇ રહ્યા છે. NCBના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ જ્ઞાનેશ્વર સિંહે કહ્યુ કે, સમીર વાનખેડે પર લાગેલ ભ્રષ્ટાચારના આરોપોની વિજિલેંસ તપાસ થઇ રહી છે. સમીર વાનખેડેને તેમના પદ પર બન્યા રહેશે કેે નહિ આ સવાલ પર તેમણે કહ્યુ કે, હાલ તો આ પર કંઇ કહેવામાં આવી શકે નહિ.

NCB DG જ્ઞાનેશ્વર સિંહના જણાવ્યા અનુસાર, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ સમીર વાનખેડે વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા છે. આર્યન ખાન કેસના સાક્ષી પ્રભાકર સૈલે NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર 8 કરોડ રૂપિયાની વસૂલીનો આરોપ લગાવ્યો છે. સમીર વાનખેડે મંગળવારે દિલ્હી આવી રહ્યા છે. દિલ્હીમાં NCB હેડક્વાર્ટરમાં પણ તેમના વિશે ચર્ચાઓ થઈ રહી છે. એનસીબીમાં તેના વિશે આંતરિક તપાસ પણ કરવામાં આવી રહી છે. જ્ઞાનેશ્વર સિંહે કહ્યું કે તેઓ તપાસની દેખરેખ રાખી રહ્યા છે. કે તપાસ શરૂ થઈ હોવાથી તેઓ આ પદ પર બન્યા રહેશે કે કેમ તે અંગે કંઈપણ કહેવું વહેલું છે.

તમને જણાવી દઈએ કે, મુંબઈ NCB અધિકારીઓ દ્વારા NCB પરના આરોપો અંગે DG NCBને મેલ દ્વારા વિગતવાર રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ સમીર વાનખેડે સમીક્ષા બેઠક માટે દિલ્હી પહોંચી રહ્યા છે. આ દરમિયાન, ડીજી સત્ય નારાયણ પ્રધાન પણ એનસીબી સામેના આરોપો પર સમીર સાથે વાત કરશે.

રવિવારે સમીર વાનખેડે સામેના આરોપો બાદ એનસીબીએ હવે સેશન્સ કોર્ટમાં નવું સોગંદનામું દાખલ કર્યું છે. જેમાં સમીર વાનખેડે વતી કહેવામાં આવ્યું છે કે તેમને કેસની શરૂઆતથી જ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. કોર્ટમાં કહ્યું, ‘મારા પરિવાર, મારી મૃત માતા, પિતાને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.’ આગળ કહેવામાં આવ્યું છે કે તપાસ પ્રભાવિત થઈ રહી છે, તેમની છબી ખરાબ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.

ક્રુઝ પાર્ટીને લગતા  કેસ દરમિયાન જે દરોડો પડ્યો હતો, જેમાં શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન પણ NCB દ્વારા પકડાયો હતો, તે મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક દ્વારા નકલી હોવાનું કહેવાય છે. આ પછી કેસમાં સ્વતંત્ર સાક્ષી પ્રભાકરે ભ્રષ્ટાચારની વાત કહી હતી. આમાં તેમણે 25 કરોડના સોદા વિશે વાત કરી. પ્રભાકરે NCB ઓફિસમાં કોરા કાગળ પર સહી કરી હોવાનું જણાવ્યું હતું. આ પછી, હવે નવાબ મલિકે દાવો કર્યો છે કે સમીર વાનખેડે મુસ્લિમ છે, જેણે નકલી જાતિનું પ્રમાણપત્ર મેળવીને આઈઆરએસમાં નોકરી મેળવી હતી.

disabled