કામ ન મળતા પાઇ-પાઇ માટે તરસ્યા હતા આ 5 સ્ટાર, કોઈ બન્યું ગાર્ડ તો કોઈએ વહેંચ્યો બંગલો

આસમાનથી જમીન પર ગંદી રીતે પછડાયા આ બૉલીવુડ સિતારાઓ, 5 નંબર વિશે જાણીને રડી પડશો

બોલિવૂડમાં ક્યારે કોને સમય બદલાઈ જાય છે એક કહેવું થોડું મુશ્કેલ છે. અહીં મોટા મોટા રાજાઓ પણ ગરીબ થઈને ગયા છે અને ગરીબ વ્યક્તિ પણ રાતો રાત મોટો સ્ટાર બની જાય છે. પણ ક્યારેક અમુક કલાકારો એવી હાલતમાં જોવા મળે છે કે આપણને વિશ્વાસ પણ નહીં આવે.

આજે અમે તમને એવા જ મોટા કલાકારો વિશે જણાવીએ જેમને એક સમયે ફિલ્મ ઈન્ડરસ્ટ્રીમાં રાજ કરતા હતા પછી તેમની હાલત એવી ખરાબ થઇ ગઈ કે તેમને ઓળખવા પણ અઘરા પડે.

1. પૂજા દડવાલ:

સલમાન ખાનની સાથે કામ કરી ચુકેલી અભિનેત્રી પૂજા દડવાલની આર્થિક સ્થિતિ એટલી ખરાબ થઇ ગઈ હતી કે તે પોતાની સારવાર પણ કરાવી ન શકતી ના હતી. અભિનેત્રીએ જણાવ્યું હતું કે, તેને મદદ માટે સલમાન ખાનનો સંપર્ક કર્યો હતો પરંતુ વાત થઇ શકી ના હતી.

પરંતુ જયારે સલમાનને ખબર પડી ત્યારે તેઓ મદદ કરવા આગળ આવ્યો હતો. લાંબા સમયથી ટીબી અને ફેફસાની બીમારીથી પીડિત પૂજા હાલમાં તો સારી થઇ ગઈ છે.

2. રાજેન્દ્ર કુમાર: વર્ષ 1963 થી 1966 ના વર્ષમાં રાજેન્દ્ર કુમારની બધી ફિલ્મ સુપર હિટ ગઈ હતી. કહેવામાં આવે છે કે તે સમયે દરેક સિનેમાઘરમાં તેમની ફિલ્મો લાગેલી હતી અને તેમની દરેક ફિલ્મ સિલ્વર જયુબેલી જ હતી. તેને કારણે તેમને લોકો જયુબેલી કુમાર પણ કહેતા હતા. તેને જીવનમાં એક સમય એવો પણ આવ્યો જયારે તેમની આર્થિક પરિસ્થિતિ એટલી ખરાબ થઇ ગઈ કે તેમને પોતાનો બંગલો પણ વહેંચવો પડ્યો હતો. લોકોનું કહેવું છે કે જે દિવસે બંગલો છોડીને જતા હતા ત્યારે તેઓ ખુબ જ રડયા હતા.

3. સવી સીધું:

સવી સીધુંએ પોતાના કરિયરની શરૂઆત અનુરાગ કશ્યપની સાથે ફિલ્મ પાંચથી કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસમાં રિલીઝ થઇ ના હતી. તેને પછી તેને અનુરાગની ફિલ્મ ગુલાલ અને બ્લેક ફ્રાઈડે, અક્ષય કુમારની સાથે પટિયાલા હાઉસમાં પણ કામ કર્યું છે. સાવી પાસે કામની અછત ન હતી તેમ છતાં તેના જીવનમાં એવો પણ સમય આવ્યો જયારે તેને ફિલ્મ છોડી અને પોતાનું ઘર ચલાવવા ગાર્ડની નોકરી કરવી પડી હતી.

4. સરીશ કૌલ:  અમિતાભ બચ્ચન અને દિલીપ કુમારની સાથે કામ કરી ચૂકેલ અભિનેતા સરીશ કૌલ ખુબ જ આર્થીક તંગીમાં જીવન જીવી રહ્યા છે. જાન્યુઆરી 2019 માં તેમને ખબર પડતા પંજાબ સરકારે 5 લાખ રૂપિયાની મદદ પણ કરી હતી. સતીશની બધી જમા પુંજી એક બિઝનેસમાં ડૂબી ગઈ હતી. તેને પછી તેની તબિયત ખુબ જ ખરાબ થઇ ગઈ. તેમની પાસે સારવાર કરવાના પણ પૈસા ન હતા. આ વાત મીડિયામાં આવી ત્યારે ફિલ્મ ઈન્ડરસ્ટ્રીના કેટલાક લોકોએ તેની મદદ કરી હતી.

5. મહેશ આનંદ:

બૉલીવુડના લોકપ્રિય વિલન મહેશ આનંદનું ૨૦૧૯ માં દુનિયાને અલવિદા કરેલું છે. તેમનું શરીર તને ઘરથી મળ્યું હતું, મહેશનું શરીર સડી ગયેલું હતું. તેમની આર્થિક સ્થિતિ સારી ન હતી. તેઓ એકલા જ રહેતા હતા અને તેમને છેલ્લ 18 વર્ષોથી ફિલ્મમાં કામ કર્યું ના હતું.

disabled