સુરતની દીકરી ગ્રીષ્મા હત્યા કાંડમાં પોલીસને મળ્યા CCTV ફૂટેજ, જાણો ફુટેજમાં શું આવ્યું સામે

આગળની 12 ફેબ્રુઆરીના દિવસે એક તરફી પ્રેમમાં પાગલ એવા ફેનિલ નામના યુવકે ગ્રીષ્માની ગળું કાપી હત્યા નિપજાવી હતી. જેનો રોષ આખા ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. આજે આ ઘટનામાં પોતાનો જીવ કુરબાન કરેલી ગ્રીષ્માનીઅંતિમ યાત્રા નીકળી જેમાં મોટી સંખ્યામાં લોકોહાજર રહ્યા હતા અને દરેક લોકોએ ગ્રીષ્માને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આ સમયે દરેકની આંખો આંસુથી છલકાઈ ઉઠી હતી.સોશિયલ સાઇટ્સ પર ગ્રીષ્માની અંતિમ યાત્રાની તસવીરો અને વીડિયો વાયરલ થઇ રહ્યા છે જેને જોઈને લોકો પણ દુઃખી થઇ રહ્યા છે.

ગ્રીષ્માના પિતા આફ્રિકામાં રહેતા હોવાને લીધે તેના અંતિમ સંસ્કાર રોકી રાખવામાં આવ્યા હતા. જેના પછી પિતાના આવવાની સાથે  જ અંતિમ યાત્રા યોજાઈ, જો કે  ગ્રીષ્માના પિતા પણ તેની હત્યાથી અજાણ હતા અને જયારે તેમને દીકરીના મોતના સમાચાર સાંભળ્યા ત્યારે તેમનું પણ હૈયું ધ્રુજી ઉઠ્યું હતું અને બેભાન થઇ નીચે ઢળી પડ્યા હતા.

ગ્રીષ્માની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થતા હોય ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ ગ્રીષ્માની અંતિમ સફર શરૂ થઇ ગઈ છે અને તેના માતા-પિતા પોતાની વ્હાલસોયી દીકરીના નિધનથી તૂટી ચુક્યા છે અને ચોંધાર આંસુએ રડી રહ્યા છે. સમાજના લોકો પણ ભીની આંખે ગ્રીષ્માને શ્રધાંજલિ આપવા પહોંચી રહ્યા છે.

ત્યારે સુરતની ગ્રીષ્મા હત્યા કેસની અંદર પોલીસના હાથમાં CCTV ફૂટેજ પણ લાગ્યા છે. જેમાં હત્યારા ફેનીલિ ગત 6 જાન્યુઆરીના રોજ સરથાણાની એક મોટી દુકાનમાંથી એક ચપ્પુ ખરીદ્યુ હતું તે જોઈ શકાય છે. ગ્રીષ્માના પરિવારે ફેનિલના ઘરે અગાઉ ફરિયાદ કરતા ફેનિલ ગ્રીષ્માના ઘરે જઈને ધમકી આપી હતી. ત્યાર બાદ તે ગ્રીષ્માને વધુ હેરાન કરવા લાગ્યો હતો.

સુરતમાં જાહેરમાં હત્યા થયેલી આ ઘટના પછી આજે ગ્રીષ્માની અંતિમયાત્રા પોલીસ-બંદોબસ્ત સાથે ઘરેથી નીકળી હતી. રસ્તામાં લોકો સ્વયંભૂ જોડાયા હતા. ઘરની બહાર નીકળીને સેંકડો લોકોએ ગ્રીષ્માના પાર્થિવદેહને બે હાથ જોડીને શ્રદ્ધાંજલિ અર્પી હતી, સાથે જ લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. કરપીણ હત્યા કરનારાને આકરામાં આકરી સજા આપવામાં આવે એવી પણ માગ લોકોએ કરી હતી.

સ્મશાનમાં આવેલા સેંકડો લોકોએ દીકરીના હત્યારા ફેનિલને ફાંસીની સજા થાય એવી માગ કરી હતી. ઘણા લોકોએ તો ગ્રીષ્માને જે જગ્યાએ રહેંસી નાખવામાં આવી જે જગ્યાએ ફાંસી જાહેરમાં આપીને કડક દાખલો બેસાડવાની માગ કરી હતી. ગુજરાતમાં દીકરીઓ સલામત ન હોવા પર લોકોએ કહ્યું હતું કે દીકરીઓ ડર વગર ઘરની બહાર નીકળી શકે એ માટે આકરી સજા થાય એ જરૂરી છે.

સ્મશાનયાત્રામાં દરમિયાન સેંકડો લોકો કાર અને બાઈક પર જોડાયા હતાં, જેથી રસ્તા પર બે કિલોમીટર જેટલી લાંબી લાઈનો લાગી ગઈ હતી. તેથી રસ્તાને એક બાજુથી પોલીસે બંધ કરી દેવાની ફરજ પડી હતી. સવારના સમયે કોવિડ પછી આટલી મોટી લાંબી લાઈન અશ્વિનીકુમાર સ્મશાન પાસે ગ્રીષ્માની અંતિમ યાત્રામાં જોવા મળી હતી.

disabled