મોરબીમાં 141 લોકોના મોત પર કેવડિયામાં PM મોદી થયા ભાવુક, જુઓ દર્દ ભરેલા અવાજમાં શું કહ્યું - Chel Chabilo Gujrati

મોરબીમાં 141 લોકોના મોત પર કેવડિયામાં PM મોદી થયા ભાવુક, જુઓ દર્દ ભરેલા અવાજમાં શું કહ્યું

વડાપ્રધાન  મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે અને આજે તે સરદાર પટેલ જયંતિ નિમિત્તે કેવડિયાની અંદર જનતા પરેડ 2022ને સંભોધઇ રહ્યા છે. ત્યારે આ દરમિયાન જ ગઈકાલે મોરબીમાં એક ખુબ જ દુઃખદ ઘટના હતી જેમાં ઝૂલતો પુલ તૂટી પાડવાના કારણે 141 લોકોના દુઃખદ મોત નિપજ્યા હતા. ત્યારે આ ઘટના અંગે કેવડિયામાં જનતા પરેડને સંબોધતા પીએમ મોદીએ પણ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું.

પીએમ મોદીએ જણાવ્યું હતું કે, “હું એકતા નગરમાં છું પણ મારુ મન મોરબીના પીડિતો સાથે જોડાયેલું છે આવી પીડા મેં મારા જીવનમાં ખૂબ ઓછી અનુભવી છે. એક તરફ દર્દથી ભરાયેલ હૃદય છે અને બીજી તરફ કર્મ અને કર્તવ્યનું પથ છે, હું તમારી વચ્ચે છું પણ કરુણાથી ભરાયેલું મન પીડિત પરિવારો સાથે છે. આ બોલતા બોલતા પણ PM મોદીનો અવાજ રૂંધાયો હતો અને તેમનું દર્દ છલકાતું જોવા મળી રહ્યું હતું.

આ ઘટના પ્રત્યે પોતાના દુઃખને વ્યક્ત કરતા પીએમ મોદી બોલ્યા “હું ભલે આજે અહિયાં તમારી વચ્ચે છું પણ મારુ મન કરુણાથી ભરાયેલું છે અને મોરબીના પીડિતોની સાથે છે. ગઇકાલથી જ મુખ્યમંત્રી મોરબીથી સતત કામ કરી રહ્યા છે અને કેન્દ્ર સરકાર તરફથી પણ બને તેટલી મદદ કરવામાં આવી રહી છે. ”

તમને જણાવી દઈએ કે તહેવાર અને રજાઓ હોવાના કારણે ગઈકાલે મોરબીની શાન ગણાતા ઝૂલતા પુલ પર મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. આ બિરજ ઉપર જયારે 400 જેટલા લોકો ઉપસ્થિત હતા ત્યારે જ આ બ્રિજ ધડામ દઈને તૂટી પડ્યો હતો, જેના બાદ આખો માહોલ મોતની ચુસોથી ગુંજી ઉઠ્યો હતો. તરત જ બચાવ કાર્ય પણ ચાલુ કરવામાં આવ્યું અને અત્યાર સુધી 141 લોકોના મોત અને 2 લોકો લાપતા હોવાની ખબર સામે આવી છે.

Uma Thakor

disabled