દીકરીના 18માં જન્મ દિવસે પપ્પાએ આપી સરપ્રાઈઝ ભેટ, પછી દીકરીના રિએક્શન જોઈને તમારી આંખો પણ છલકાઈ જશે, વાયરલ થયો વીડિયો - Chel Chabilo Gujrati

દીકરીના 18માં જન્મ દિવસે પપ્પાએ આપી સરપ્રાઈઝ ભેટ, પછી દીકરીના રિએક્શન જોઈને તમારી આંખો પણ છલકાઈ જશે, વાયરલ થયો વીડિયો

12માં ટોપ કર્યા બાદ મમ્મી પપ્પાએ દીકરીને આપી એક એવી સરપ્રાઈઝ કે ખુશીથી નાચવા લાગી દીકરી, વીડિયો જોઈને લોકો થઇ રહ્યા છે ભાવુક, તમે પણ જુઓ

દરેક પપ્પા માટે તેની દીકરી રાજકુમારી હોય છે અને દીકરીને ખુશ રાખવા માટે બાપ તમામ પ્રયત્નો પણ કરતા હોય છે અને દીકરી પણ પિતાની દરેક વાત સમજતી હોય છે જેના કારણે નાની નાની વસ્તુઓમાં પણ તે ખુશીઓ શોધી લેતે હોય છે, ઇન્ટરનેટ પર બાપ દીકરીના પ્રેમના ઘણા બધા વીડિયો પણ તમે જોયા હશે જેને જોઈને કોઈપણ ભાવુક થઇ જાય, ત્યારે હાલ એવો જ એક વીડિયો ઇન્ટનરેટ પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક પિતા તેમની ટોપર દીકરીને 18માં જન્મ દિવસે એક શાનદાર ભેટ આપે છે.

આ વીડિયો છોકરીની માતા આરજે મહેકે 20 ઓક્ટોબરે શેર કર્યો હતો અને અત્યાર સુધીમાં લાખો લોકોઆ વીડિયોને જોઈ ચુક્યા છે.મીડિયા રિપોર્ટ અનુસાર છોકરીએ ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહમાં તેની શાળામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તેણીએ NEET પરીક્ષામાં 680/720 માર્ક્સ મેળવ્યા અને 18 લાખથી વધુ વિદ્યાર્થીઓમાંથી ભારતમાં 897મો રેન્ક મેળવ્યો.

આ દીકરી  છેલ્લા પાંચ વર્ષથી તેની માતાનો જૂનો ફોન વાપરતી હતી અને વીડિયો પ્રમાણે તેણે ક્યારેય તેના માતા-પિતા પાસેથી કંઈપણ માંગ્યું ન હતું. આથી, તેના માતા પિતાએ તેને 18માં જન્મ દિવસે એક આઈફોન ગિફ્ટમાં આપવાનું નક્કી કર્યું.  તેના પપ્પા આઈફોનને સંતાડીને એક થેલીમાં તેને આપે છે અને પછી જે દૃશ્ય સર્જાય છે તે ખરેખર ભાવુક કરી દેનારું છું.

 

View this post on Instagram

 

A post shared by Rj mahek (@rjmahek)

દીકરી આઈફોન જોતાની સાથે જ ખુશીથી ઝૂમી ઉઠે છે, આ નવા ફોન મેળવીને તે કેટલી ખુશ છે તે તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ આવે છે, સાથે જ તે ઝૂમવા પણ લાગે છે.  વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, “અમે અમારી દીકરીને તેના 18મા જન્મદિવસ પર સરપ્રાઈઝ આપવાનું નક્કી કર્યું છે. તેણે ક્યારેય અમારી પાસેથી કંઈ માંગ્યું નથી. જ્યારે પણ અમે તેને પૂછીએ છીએ કે તને શું જોઈએ છે અને તે કહે છે કે મારી પાસે ઘણી વસ્તુઓ છે. મારી પાસે બધું છે. તેને પુત્રી તરીકે મેળવીને ધન્ય છીએ”

Uma Thakor

disabled