નોરા ફતેહીએ પીળા ફાટેલા ડ્રેસમાં લગાવ્યા ચાર ચાંદ, ક્યારેક લહેરાવ્યા વાળ તો ક્યારેક બતાવી કમાલની અદાઓ - Chel Chabilo Gujrati

નોરા ફતેહીએ પીળા ફાટેલા ડ્રેસમાં લગાવ્યા ચાર ચાંદ, ક્યારેક લહેરાવ્યા વાળ તો ક્યારેક બતાવી કમાલની અદાઓ

બોલિવૂડની ડાન્સિંગ ક્વીન નોરા ફતેહી તેના શાનદાર ડાન્સ મૂવ્સ માટે જાણિતી છે. તેની ફેશન સેન્સ પણ ખૂબ જ આકર્ષક છે, જેના પ્રત્યે દરેક લોકો દિવાના છે. હસીના ઘણી વાર બોલ્ડ સિલુએટ્સ પહેરીને ધમાલ મચાવે છે. આવું જ કંઈક થયું જ્યારે નોરા પોતાની ફેશનનો જાદુ ફેલાવવા માટે એક ઈવેન્ટમાં પહોંચી. અહીં તેના ચાહકોની કોઈ કમી નહોતી અને તેની એન્ટ્રી બાદ પેપરાજીઓના કેમેરા પણ તેની તરફ વળી ગયા.

નોરા ફતેહી GQ બેસ્ટ ડ્રેસ્ડ એવોર્ડ્સ 2022માં પહોંચી હતી, જ્યાં તેનો બોલ્ડ આઉટફિટ બધાનું ધ્યાન ખેંચી રહ્યો હતો. આ યલો ગાઉનમાં કટ-આઉટ ડિટેઈલ એટલી ધાંસૂ લાગી રહી હતી, જેને જોઈને દરેક વ્યક્તિ તેના દિવાના થઈ ગયા હતા. દિલબર ગર્લે કપડાની બ્રાન્ડ રોબર્ટો કેવલ્લી પાસેથી આ ખૂબસૂરત આઉટફિટ લીધો હતો, જેમાં માત્ર તેનો આગળનો ભાગ જ નહીં, પરંતુ શરીરને પાછળથી પણ પરફેક્ટ શેપ મળી રહ્યો હતો.

આ સિલ્ક અને સાટિન ફેબ્રિક ડ્રેસની પેટર્ન વન શોલ્ડર હતી, જેમાં એક તરફ ફુલ સ્લીવ હતી. બસ્ટ અને પેટના ભાગ પર કટ-આઉટ ડિટેઇલ હતી, જેમાં તે ટોન મિડ્રિફ અને એબ્સ સાથે ક્લીવેજ પણ ફ્લોન્ટ થઇ રહ્યા હતા. સોશિયલ મીડિયા પર તેના ફેન્સ આ ડ્રેસના ખૂબ વખાણ કરી રહ્યા છે. આ તસવીરોમાં નોરા ફતેહી જે ડ્રેસમાં જોવા મળી રહી છે તે ખૂબ જ ટાઈટ ફિટિંગમાં હતો. તેની આ તસવીર ખૂબ જ વાયરલ પણ થઇ હતી.

નોરા ફતેહી આ લુકમાં કિલર પોઝ પણ આપતી જોવા મળી હતી. જણાવી દઇએ કે, નોરા ફતેહી જ્યારથી સુકેશના કેસમાં તેનું નામ આવ્યું છે ત્યારથી સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં છે. આ સિવાય તે ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જા 10 માટે પણ ચર્ચામાં રહી છે. ઝલક દિખલા જામાં નોરા જજની ભૂમિકામાં જોવા મળી રહી છે. ઝલક દિખલા જાના શુટિંગ સમયે તે અલગ અલગ અવતારમાં જોવા મળે છે અને તે લુકમાં તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થાય છે.

બોલિવુડની દિલબર ગર્લનું ફેશનના મામલે ગજબ ટ્રાંસફોર્મેશન જોવા મળે છે. સિંપલ ક્લોથમાં નજર આવનાર આ હસીના વધારે ડિઝાઇનર અને લગ્ઝરી લેવલના ક્લોથમાં જોવા મળે છે. સૌથી ખાસ વાત તો એ છે કે, તે એટલી કોન્ફિડેન્ટલી કોઇ પણ આઉટફિટ કેરી કરે છે કે બોલિવુડની બીજી ફેશન લવર બાલાઓ પણ ફીકી પડી જાય છે. આ કારણ છે કે ડિઝાઇનર્સ પોતે પણ નોરાને શોસ્ટોપર માટે પસંદ કરે છે.

ફિલ્મ “રોર : ટાઇગર ઓફ ધ સુંદરબન્સ”થી બોલિવુડમાં એન્ટ્રી કર્યા બાદ નોરાએ ઘણી ફિલ્મોમાં આઇટમ સોન્ગ કર્યા છે. “સત્યમેવ જયતે”ના દિલબર ગીત બાદથી નોરાની પોપ્યુલારિટી તો તેજી સાથે વધતી જઇ રહી છે. તેણે ઘણી ફિલ્મોમાં તેના શાનદાર ડાંસના જલવા બતાવ્યા છે. નોરા બોલિવુડ ડાંસ ઉપરાંત બેલી ડાંસમાં પણ ખૂબ માહિર છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Live 247 Media

disabled