બોલીવુડમાં આવ્યો ભૂકંપ, દેશના સૌથી ફેમસ અભિનેતાની ઘરે NCB પહોંચ્યું અને અંદર જઈને જોયું તો

બોલિવુડ અભિનેત્રી અનન્યા પાંડે ડગ કેસમાં એનસીબીના રડાર પર આવી ગઈ છે. આજે NCBએ અભિનેત્રીના ઘરે દરોડા પાડ્યા હતા અને તેને પૂછપરછ માટે ઓફિસ આવવા માટે સમન મોકલ્યુ હતુ, અભિનેત્રી તેના પિતા અને અભિનેતા ચંકી પાંડે સાથે NCB ઓફિસ પહોંચી હતી. આ દરમિયાન તે સિંપલ લુકમાં જોવા મળી હતી.અનન્યા પાંડે સાંજે 4 વાગ્યા આસપાસ NCB ઓફિસ પહોંચી હતી. એનસીબીએ અનન્યાની પૂછપરછ માટે પ્રશ્નોની યાદી તૈયાર કરી છે.

અનન્યા પાંડે વોટ્સએપ ચેટને લઈને સવાલ હેઠળ છે. એનસીબી તેની વોટ્સએપ ચેટ અંગે જ તેની પૂછપરછ કરશે. તમને જણાવી દઈએ કે એનસીબીની ટીમે ગુરુવારે મુંબઈમાં અનન્યા પાંડેના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન એજન્સીએ અનન્યાના ઘરેથી ફોન, લેપટોપ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કર્યા.

મીડિયા અહેવાલ અનુસાર, અનન્યા પાંડેએ વ્હાઇટ રંગનો કુર્તો તથા ડેનિમ જીન્સ પહેર્યુ હતુ,. અનન્યાનએ વાળ બાંધીને રાખ્યા હતા. ચશ્મા પણ પહેર્યા હતા. અનન્યા સાથે તેના પપ્પા ચંકી પાંડે છે.આ સમયે તેની આંખોમાં ડર તથા ચહેરા પર ઉદાસી જોવા મળી હતી.

એનસીબીએ અનન્યાના ઘરેથી જપ્ત કરેલી વસ્તુઓ તેમની સાથે લીધી છે. અનન્યા તેના પિતા સાથે NCB ઓફિસ પહોંચી હતી. ચંકી પાંડે પોતાની પુત્રી અનન્યા સાથે એક જ કારમાં NCB ઓફિસ પહોંચ્યા અને સીધા NCB બિલ્ડિંગમાં ગયા. ઉલ્લેખનીય છે કે, અનન્યા પાંડે 23 વર્ષની છે અને તેનો 30 ઓક્ટોબરે જન્મદિવસ છે. ત્યારે હવે તે તેના જન્મદિવસના કેટલાક દિવસ પહેલા જ NCBના રડાર પર આવી ગઈ છે.

અનન્યાએ વર્ષ 2019 માં ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર 2 થી ડેબ્યુ કર્યુ હતુ. આ ફિલ્મમાં તેની સાથે ટાઇગર શ્રોફ અને તારા સુતારિયા જોવા મળ્યા હતા. અનન્યા કંઇ ખાસ ફિલ્મોમાં જોવા નથી મળી. પરંતુ તેના ચાહકો કંઇ કમ નથી.  શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન પણ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં જેલમાં છે. 2 ઓક્ટોબરના રોજ એનસીબી દ્વારા અન્ય કેટલાક સાથે તેની અટકાયત કરવામાં આવી હતી અને બાદમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

અનન્યા અને આર્યન સારા મિત્રો છે. આર્યન ખાનની બહેન અને શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન અનન્યા પાંડેની બેસ્ટફ્રેન્ડ છે. અને આ કારણથી જ આર્યન સાથે પણ અનન્યાને સારી મિત્રતા છે. અનન્યાના ઘર સિવાય NCBની ટીમ આજે શાહરૂખ ખાનના ઘરે પહોંચી હતી. જો કે, શાહરૂખ ખાનના ઘરે દરોડા પાડવામાં આવ્યા ન હતા. NCBના એક અધિકારીએ સ્પષ્ટતા કરી હતી તેમણે મન્નતમાં દરોડો નથી પાડ્યો પરંતુ,તે કેટલાક દસ્તાવેજ માટે ત્યાં ગયા હતા.

NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, “આજે NCB મુંબઈ ઝોનલ યુનિટના અધિકારીઓ શાહરૂખ ખાનના નિવાસસ્થાન મન્નત ગયા અને શાહરૂખ ખાન પાસે આર્યન ખાન કેસની તપાસ સાથે સંબંધિત કેટલાક દસ્તાવેજો માંગ્યા.” શાહરુખ ખાનની વાત કરીએ તો, તે આર્થર રોડ જેલમાં બંધ આર્યન ખાનને આજે મળવા આવ્યા હતા.

તે લગભગ 15થી 18 મિનિટ સુધી ત્યાં રહ્યા હતા. આર્યનની ધરપકડ બાદ આ પ્રથમ વખત હતું જ્યારે શાહરૂખ ખાન તેના પુત્રને મળવા આવ્યો હતો. બોલિવુડના બાદશાહ કહેવાતા શાહરૂખ ખાન અને તેનો પરિવાર હાલ મુશ્કેલીના સમયમાંથઈ પસાર થઇ રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી શાહરૂખ ખાનનો દીકરો જેલમાં છે. આર્યન ખાનની જયારથી ધરપકડ થઇ ત્યારથી એવા ક્યાસ લગાવવામાં આવી રહ્યા હતા

કે NCB મન્નત જઈને તપાસ કરશે. NCBના અધિકારીઓ શાહરૂખ ખાનના ઘરે પહોંચ્યા હતા અને ઘરની તલાશી લીધી. મન્નતમાં એનસીબીની ટીમનું સર્ચ ઓપરેશન ચાલ્યું હતુ. જણાવવામાં આવી રહ્યું છે કે NCBના અધિકારીઓ શાહરૂખ ખાનના ઘરે નોટિસ આપવા ગયા હતા. આ નોટિસમાં લખવામાં આવ્યું હતું કે જો આર્યન ખાન પાસે અન્ય કોઇ ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે, તો તેના પરિવારે તેને NCB પાસે જમા કરાવવું પડશે.

મીડિયા રીપોર્ટ્સ અનુસાર, NCB અધિકારી વીવી સિંહ શાહરૂખના ઘરે પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે તપાસ સાથે સંબંધિત કેટલાક પેપર વર્ક બાકી હતા, જેના માટે તેઓ આવ્યા છે. થોડીવારમાં તેમનું કામ પૂરું કર્યા બાદ NCBની ટીમ મન્નતથી નીકળી ગઈ. શાહરૂખ ખાનની સાથે એનસીબીની ટીમ પણ બોલિવુડ અભિનેત્રી અનન્યા પાંડેના ઘરે પહોંચી હતી. અનન્યા પાંડેના તાર આર્યન ખાનની વોટ્સએપ ચેટ સાથે જોડાયેલા હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. આવી સ્થિતિમાં એનસીબીના અધિકારીઓ દ્વારા અનન્યાને પૂછપરછ માટે બોલાવવામાં આવી છે.

અનન્યાને 2 વાગ્યે NCB સામે હાજર થવાનું છે. તેમજ એનસીબી દ્વારા અનન્યા પાંડેનો ફોન જપ્ત કરવામાં આવ્યો છે. વીવી સિંહે અનન્યા માટે કહ્યું છે કે સમનનો અર્થ અનન્યાને આરોપી કહેવામાં આવે તેવો નથી. આજે શાહરૂખ આર્થર રોડ જેલમાં પુત્ર આર્યન ખાનને મળવા ગયો હતો. બંનેએ વાત કરી. આર્યન ખાન શાહરૂખને જોઈને રડવા લાગ્યો હતો. બંનેએ ઇન્ટરકોમ સાથે કાચની દિવાલ સામે બેસીને વાતચીત કરી હતી. મીડિયા રીપોર્ટ્સ અનુસાર આ વાતચીત 16થી 18 મિનિટ સુધી ચાલી હતી.

ઉલ્લેખનીય છે કે, 20 ઓક્ટોબરે, સેશન્સ કોર્ટે ક્રુઝ ડગ કેસમાં શાહરૂખના પુત્ર આર્યન ખાનની જામીન અરજી ફગાવી દીધી હતી. આર્યનના વકીલે હવે બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. આર્યન ખાનના વકીલે જસ્ટિસ નીતિન ડબલ્યુ સામ્બ્રે સમક્ષ જામીન અરજી દાખલ કરી છે. બોમ્બે હાઇકોર્ટ 26 ઓક્ટોબર એટલે કે મંગળવારે આર્યન ખાનની જામીન પર સુનાવણી કરશે. જેનો અર્થ છે કે આર્યને 26 ઓક્ટોબર સુધી જેલમાં રહેવું પડશે.

બીજી તરફ, એનસીબી આર્યનની જ્યુડિશિયલ કસ્ટડીમાં વધારો કરવાની માંગ કરવાની તૈયારી કરી રહ્યું છે. સેશન્સ કોર્ટમાં જામીન અરજી ફગાવી દેવાયા બાદ આર્યન ખાનના વકીલોએ હાઇકોર્ટમાં જામીન અરજી કરી છે. આવી સ્થિતિમાં NCB આ અરજી સામે જવાબ આપવા તૈયાર છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)