બૉલીવુડ હિરોઇનોને પાડી દયે એવા ફિગર વાળી નયનતારાએ જુડવા બાળકોના નામ એવા રાખ્યા કે બોલવામાં તમારી હાલત ખરાબ થઇ જશે - Chel Chabilo Gujrati

બૉલીવુડ હિરોઇનોને પાડી દયે એવા ફિગર વાળી નયનતારાએ જુડવા બાળકોના નામ એવા રાખ્યા કે બોલવામાં તમારી હાલત ખરાબ થઇ જશે

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોસ્ટ ફેમસ કપલ નયનતારા અને વિગ્નેશ શિવને લગ્નના ચાર મહિના બાદ ચાહકોને પોતાના ઘરે જોડિયા બાળક જન્મવાની ખુશખબર આપી છે. આ પાવર કપલે જોડિયા પુત્રોને દુનિયામાં આવકાર્યા છે. વિગ્નેશે સોશિયલ મીડિયા પર પોતાના બાળકોની પહેલી તસવીરો શેર કરીને ચાહકોને આ વિશે જાણકારી આપી છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે નયનતારા આ જોડિયા બાળકોની બાયોલોજીકલ માતા નથી, પરંતુ તે સરોગસીની મદદથી આ બાળકોની માતા બની છે. તેઓએ આ બાળકોના નામ યુઇર અને ઉલગમ રાખ્યા છે.

હવે સોશિયલ મીડિયા પર જ્યાં એક તરફ લોકો તેમને અભિનંદન આપી રહ્યા છે તો લોકો બાળકોના નામનો અર્થ પણ જાણવા ઈચ્છી રહ્યા છે. યુઇર અને ઉલગમ તમિલ શબ્દો છે અને બંનેનો અર્થ ભવ્ય છે. તમિલમાં, જ્યાં યુઇરનો અર્થ લાઇફ-જીવન થાય છે, ત્યાં ઉલગમનો અર્થ થાય છે વર્લ્ડ વિશ્વ. નયનતારા અને વિગ્નેશને સાઉથથી લઈને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ તરફથી પણ ખૂબ અભિનંદન મળી રહ્યા છે.

વિક્કી કૌશલ, અર્જુન કપૂર જેવા બોલિવૂડ સ્ટાર્સે પણ નવા માતા-પિતા બનેલા આ સ્ટાર્સને અભિનંદન પાઠવ્યા છે. નયનતારા અને વિગ્નેશે બાળકોની કેટલીક ઝલક સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. તેણીના બાળકોની કેટલીક ઝલક શેર કરીને, તેણે ચાહકોને તેના જીવનના સારા સમાચાર શેર કર્યા છે. આ સાથે જ સોશિયલ મીડિયા પર નયનતારા અને વિગ્નેશને અભિનંદનનો પ્રવાહ શરૂ થયો છે. પોસ્ટ શેર કરતા વિગ્નેશે લખ્યું નયન અને હું અમ્મા અને અપ્પા બની ગયા છીએ.

આ સાથે તેણે તેના બાળકોના નામ જાહેર કર્યા હતા.સાઉથ ઈન્ડસ્ટ્રીના સૌથી ફેવરિટ કપલ નયનતારા અને વિગ્નેશ શિવને 6 વર્ષ સુધી ડેટ કર્યા બાદ 9 જૂન 2022ના રોજ એકબીજા સાથે લગ્ન કર્યા હતા. આ કપલના લગ્ન ચેન્નાઈમાં એક ભવ્ય સમારંભમાં થયા હતા, જેમાં બોલિવૂડથી લઈને સાઉથ ઈન્ડસ્ટ્રીના તમામ મોટા સ્ટાર્સ હાજર રહ્યા હતા. 9 ઑક્ટોબર 2022ના રોજ વિગ્નેશ શિવને અપ્પા બનવાની ખુશી વ્યક્ત કરતા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જોડિયા બાળકોની કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી.

Live 247 Media

disabled