હળવો મેકઅપ, ખુલ્લા વાળ અને ગ્રીન વનપીસ, દરેક અંદાજમાં ચાહકોનું દિલ જીતી રહી છે મોનાલીસા
ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની કવિન તરીકે ઓળખાતી અભિનેત્રી મોનાલીસા ઇન્ડસ્ટ્રીની બેબાક અને બોલ્ડ અભિનેત્રીમાંની એક છે. મોનાલીસા ફિલ્મોમાં પોતાના અભિનયની સાથે સાથે પોતાની સુંદરતા અને ફિટનેસને લીધે પણ જાણવામાં આવે છે. મોનાલિસાની ડ્રેસિંગ સ્ટાઇલ પણ ચાહકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવે છે.મોનાલીસા સોશિયલ મીડિયા પર પણ ખુબ સક્રિય રહે છે અને ચાહકોને પોતાની અપડેટ્સ આપતી રહે છે. મોનાલિસનો દરેક અંદાજ ચાહકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવે છે.
View this post on Instagram
એવામાં એકવાર ફરીથી મોનાલિસાએ પોતાની કાંતિલાના તસ્વીર શેર કરીને ચાહકોના દિલની ધડકન વધારી દીધી છે.હંમેશાની જેમ આ વખતે પણ તે પોતાના લુક્સથી ચાહકોને ઈમ્પ્રેસ કરતી જોવા મળી છે. મોનાલિસાએ પોતાનું લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે અને તેને ઇન્સ્ટા પર શિર કર્યું છે. સામે આવેલી મોનાલિસાની તસ્વીરમાં તેણે હળવા લીલા રંગનું પોલ્કા ડોટ્સ શોર્ટ ફ્રોક પહેરી રાખ્યું છે જેને જોઈને ચાહકો દીવાના બની ગયા છે.
આ આઉટફિટ સાથે મોનાલિસાએ હળવો મેકઅપ અને લાલ લિપસ્ટિક પણ કરી રાખી છે. પોતાના લુકને કમ્પલિટ કરવા મોનાલિસાએ વાળને કર્લી લુક આપ્યો હતો જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી હતી. આ આઉટફિટ સાથે મોનાલિસાએ એક પણ જવેલરી પહેરી ન હતી છતાં પણ તે કોઈ પરી જેવી સુંદર લાગી રહી હતી.
આ લુકમાં મોનાલીસા બોલ્ડનેસનો તડકો લગાવી રહી છે. આ આઉટફિટમાં મોનાલીસાએ અલગ અલગ પોઝ આપ્યા હતા. મોનાલીસાનો દરેક પોઝ ચાહકોએ ખુબ પસંદ કર્યો હતો અને ખુબ કમેન્ટ્સ કરી હતી. તસ્વીર શેર કરીને મોનાલિસાએ કૈપ્શનમા લખ્યું કે,”વેલનેસ વેન્સ્ડે, વાઈન વેન્સ્ડે, હોલ્સમ વેન્સ્ડે, વિલપાવર વેન્સ્ડે”.આ કૈપ્શન દ્વારા મોનાલિસાએ પોતાનો પૂરો દિવસ બુધવારને ડેડિકેટ કર્યો છે.
મોનાલીસાનો દરેક દિવસ અલગ અલગ અને ખાસ હોય છે, માટે તેને અલગ રીતે મનાવવો તો બને જ છે. મોનાલિસાને ઇન્સ્ટા પર 50 લાખથી પણ વધારે લોકો ફોલો કરે છે.મોનાલીસા ઇન્ડસ્ટ્રીની તે અભિનેત્રીમાંની એક છે જે પોતાના અભિનયન સાથે સાથે ફેશન સેન્સ માટે પણ જાણવામાં આવે છે.મોનાલીસા પોતાની ફિટનેસનું પણ પૂરતું ધ્યાન રાખે છે અને યોગા અને વ્યાયમ પણ કરે છે.