નો-મેકઅપ લુકમાં મોનાલિસાએ દેખાડ્યો ગ્લેમરસ અવતાર, અદાઓ જોઈને ચાહકોનું દિલ ધડકી રહ્યું છે વારમ વાર

ભોજપુરી કવીન મોનાલિસા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે અવાર નવાર તેની ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહેતી હોય છે જે ચાહકોને ખુબ પસંદ આવતી હોય છે. મોનાલિસાનો હટકે અંદાજ ચાહકોને ખુબ પસંદ આવતો હોય છે જેના લીધે અભિનેત્રી દરેક જગ્યાએ છવાયેલી રહેતી હોય છે.

મોનાલિસાને ચાહકો ખુબ પસંદ કરતા હોય છે જેના કારણે અભિનેત્રી ચાહકો માટે કંઈકને કંઈક શેર કરતી હોય છે. ક્યારેક ટ્રેડિશનલ અવતારમાં તો ક્યારેક વેસ્ટર્ન લુકમાં. આ વખતે મોનાલિસાએ નો-મેકઅપ લુકમાં તસવીર શેર કરી છે. ભોજપુરી અભિનેત્રી મોનાલિસાએ થોડા સમય પહેલા જ સોશિયલ મીડિયા પર તેની ગ્લેમરસ તસવીરો શેર કરી હતી જે હવે ખુબ વાયરલ થઇ રહી છે.

મોનાલિસાએ લવંડર ક્રોપ ટોપ અને ગ્રીન પેન્ટમાં તસવીર શેર કરી છે. આ સિમ્પલ તસવીરમાં મોનાલિસા ખુબ જ સુંદર દેખાઈ રહી છે. તસવીરમાં મોનાલિસા અલગ અલગ અંદાજમાં પોઝ આપતી નજર આવી રહી છે સાથે જ ખુલ્લા વાળમાં પણ અલગ અલગ પોઝ આપતી નજર આવી રહી છે. તસવીરમાં મોનાલિસાની સ્કીન ખુબ જ ગ્લોઈંગ નજર આવી રહી છે.

મોનાલિસાએ આ તસવીર શેર કરતા ગ્રીન અને પર્પલ હાર્ટ પોસ્ટ કરી હતી. ચાહકો તેની આ તસવીરોને ખુબ પસંદ કરી રહ્યા છે. મોનાલિસાની આ તસવીરોને લાખો લાઇક્સ આવી ચુકી છે. એક યુઝરે લખ્યું હતું કે ‘શાનદાર’. તેમજ બીજા એક યુઝરે લખ્યું હતું કે મેમ તમે ખુબ સુંદર દેખાઈ રહ્યા છો.

મોનાલિસાને સાચી ઓળખાણ ‘બિગબોસ’ પછી મળી હતી. આ શો પછી મોનાલિસાએ ટીવીની દુનિયામાં પગ રાખ્યો હતો. મોનાલિસા ઘણા ધરાવહિકમાં નેગીટીવ કિરદાર નિભાવી ચુકી છે. મોનાલિસા હવે વેબ સિરીઝમાં પણ નજર આવવાની છે. અભિનેત્રી તેના સેટ પરથી ઘણીવાર તસવીરો પણ શેર કરતી હોય છે જે પોસ્ટ થતા જ વાયરલ થઇ જતી હોય છે.

મોનાલિસા તેની ગ્લેમરસ અને હોટ અંદાજ વાળી તસવીરો ચાહકો સાથે શેર કરતી હોય છે. ચાહકોને પણ અભિનેત્રીનો અંદાજ ખુબ પસંદ આવતો હોય છે. તેના ફેશન સેન્સ માટે પણ મોનાલિસા ચાહકોની વચ્ચે ખુબ પસંદ કરવામાં આવતી હોય છે.

After post

disabled