મોટા સેક્સ રેકેટનો ભાંડાફોડ, સુંદર અભિનેત્રી અને મોડલ પકડાઇ- ફાઇવ સ્ટાર હોટલમાં ચાલી રહ્યુ હતુ રેકેટ - Chel Chabilo Gujrati

મોટા સેક્સ રેકેટનો ભાંડાફોડ, સુંદર અભિનેત્રી અને મોડલ પકડાઇ- ફાઇવ સ્ટાર હોટલમાં ચાલી રહ્યુ હતુ રેકેટ

ગુજરાત સમેત દેશભરમાંથી ઘણીવાર પોલિસ દ્વારા સેક્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવે છે. કેટલીકવાર આવા ધંધામાં અભિનેત્રીઓ અને મોડલ્સ પણ ફસાયેલી હોવાનું સામે આવતુ હોય છે. ત્યારે હાલમાં પોલીસે મહારાષ્ટ્રના પિંપરી-ચિંચવડ વિસ્તારમાંથી એક મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે યુવા ભોજપુરી અભિનેત્રીઓ અને મોડલની ધરપકડ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટ ફાઈવ સ્ટાર હોટલમાં ચાલતું હતું. પોલીસને એક બાતમીદાર દ્વારા આ અંગેની માહિતી મળી હતી.

ત્યારબાદ પોલીસે ડમી ગ્રાહક મોકલીને આ ધંધાનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી બે યુવતીઓને બચાવી લીધી છે અને મુખ્ય આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. પિંપરી ચિંચવડ પોલીસના માનવ સુરક્ષા વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે ભોજપુરી ફિલ્મ અભિનેત્રીઓ અને મોડલિંગ કરતી યુવતીઓને પૈસાનું વચન આપીને વેશ્યાવૃત્તિમાં ધકેલવામાં આવતી હતી. આ કેસમાં પોલીસે પ્રબીર પ્રકાશ મઝુમદારની ધરપકડ કરાઇ છે.

તેના અન્ય સાથી દિનેશ યાદવ અને વિરાજ વિરુદ્ધ અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયેલા છે. આરોપીઓ વિરુદ્ધ IPCની કલમ 370(3), 34 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને ધરપકડ કરવામાં આવી છે. જ્યારે યુવતીઓની પૂછપરછ કરવામાં આવી તો એકે કહ્યું કે તે ભોજપુરી ફિલ્મની અભિનેત્રી છે. બીજી છોકરીએ કહ્યું કે તે મોડલિંગ કરે છે. હાલ તો આ બાબતની ઉંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર આ કેસ સાથે જોડાયેલા ઘણા રહસ્યો હવે બહાર આવી શકે છે. વકાડ પોલીસ સ્ટેશનના તપાસ અધિકારીએ જણાવ્યું કે, એક સૂચનાના આધારે કાર્યવાહી કરીને પિંપરી-ચિંચવડ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે એક ફાઈવ સ્ટાર હોટલની બહાર છટકું ગોઠવ્યું હતું, જ્યાં અભિનેત્રી અને મોડલને કથિત રીતે ગ્રાહકોનું મનોરંજન કરવા દબાણ કરવામાં આવ્યું હતું.

ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ ડમી ગ્રાહક મોકલ્યો અને એજન્ટ-હેન્ડલરનો ઓનલાઈન સંપર્ક કર્યો. તે બાદ અભિનેત્રી-મોડલના ફોટા શેર કર્યા અને હોટલનો રૂમ પણ બુક કરાવ્યો. બાદમાં ડમી ગ્રાહકે હોટલમાં બનેલી ઘટનાની પુષ્ટિ કરી. શુક્રવારે મોડી સાંજે ક્રાઈમ બ્રાન્ચે ત્યાં દરોડો પાડ્યો હતો. જે અભિનેત્રી અને મોડલ પકડાઇ છે તેની ઓળખ જાહેર કરવામાં આવી નથી.

Live 247 Media

disabled