કમરના નીચેના ભાગમાં પારદર્શીય પેન્ટ પહેરીને મીરા રાજપૂતે ફ્લોન્ટ કર્યા લેગ્સ, જોનારા દિલ સંભાળી લો

અભિનેતા શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત જો કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર છે પણ તે કોઈને કોઈ બાબતને લીધે લાઇમલાઇટમાં આવી જ જાય છે અને તેની લોકપ્રિયતા કોઈ અભિનેત્રીથી કમ નથી. મીરા રાજપૂત પોતાના લુક્સ અને ફેશનને લીધે હંમેશા ચર્ચામાં બનેલી રહે છે. મીરા સોશિયલ મીડિયા પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે.એવામાં મીરાંએ એકવાર ફરીથી પોતાની લેટેસ્ટ તસવીર શેર કરીને સોશિયલ મીડિયા પર આગ લગાડી દીધી છે.

જણાવી દઈએ કે મીરા બે બાળકોની માં છે છતાં પણ તેની ફિટનેસમાં કોઈ કમી નથી આવી. મીરા જીમમાં વ્યાયામ કરતી પણ જોવા મળે છે અને અવાર નવાર પાર્ટી કે ઇવેન્ટમાં પણ એકદમ અલગ જ અંદાજમાં સ્પોટ થાય છે.વેસ્ટર્ન લુક હોય કે પછી સાડી મીરા દરેક આઉટફિટમાં ખુબ જ સુંદર લાગે છે. તેનું એકાઉન્ટ પણ તેની એકથી એક કાતિલાના તસવીરોથી ભર્યું પડ્યું છે. મીરા અવાર-નવાર વેકેશન પર પણ જાય છે અને પતિ અને બાળકો સાથેની તસવીરો શેર કરતી રહે છે. અભિનયની દુનિયાથી દૂર મીરા ફેશન વર્લ્ડમાં એક અલગ જ મિસાલ કાયમ કરતી દેખાઈ રહી છે.

એવામાં સામે આવેલી મીરાની નવી તસવીરોમાં તેનો લુક ચાહકોને લુભાવી રહ્યો છે. આ ફોટોશૂટમાં મીરાએ ટુપીસ પહેરી રાખ્યું છે. મીરાએ પોતાની બોડી ફ્લોન્ટ કરવા માટે બ્લેક આઉટફિટ પસંદ કર્યા છે. જેમાં બ્લેક બ્લેઝરની સાથે પારદર્શીય પેન્ટ પહેરી રાખ્યું હતું. તેનો આ લુક્સ એકદમ અલગ તરી આવતો હતો.બ્લેક બ્લેઝરમાં મીરા એકદમ પરફકેટ લાગી રહી હતી.બ્લેઝરમાં આગળની તરફ બ્લેક બટન્સ પણ લાગેલા હતા જે તેને સ્ટાઈલિશ લુક આપી રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor)

બ્લેઝર સાથે પારદર્શીય પેન્ટ તેના લુકમાં બોલ્ડનેસનો તડકો લગાવી રહી હતી, જેમાં તેના આકર્ષક લેગ્સ ફ્લોન્ટ થઇ રહ્યા હતા.તેનું પેન્ટ ફ્લેયર્ડ પેટર્ન સ્ટાઇલ હતું. આ લુક સાથે મીરાંએ કાનમાં ઈયરરિંગ પહેરી રાખી હતી અને હાઈ હિલ્સ પણ પહેર્યા હતા અને હાથમાં વોચ પણ પહેરી રાખી હતી.હળવો મેકઅપ, શિમર આઈશેડો, લાઈનર, મસ્કરા અને ગ્લોસી લિપમાં મીરા ખુબ જ સુંદર લાગી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor)

મીરાંએ Bottega Venetaનું બ્લેક ક્લચ પણ કેરી કર્યું હતું. આ લુક સાથે મીરાંએ વાળમાં હાઈ બન બનાવી રાખ્યું હતું. મીરાંએ પોતાની આ તસવીરો પોતાના એકાઉન્ટ પર પણ શેર કરી છે અને કૈપ્શનમા લખ્યું કે,”પેન્ટ પહેરો પણ એકદમ આકર્ષક અંદાજમાં”.

After post

disabled