ચાર વખત ઘરેથી ભાગવા છતાં પણ ના મળ્યો બાળપણનો પ્રેમ, યુવતીએ પોલીસ સ્ટેશનમાં કરી ફરિયાદ અને પછી... - Chel Chabilo Gujrati

ચાર વખત ઘરેથી ભાગવા છતાં પણ ના મળ્યો બાળપણનો પ્રેમ, યુવતીએ પોલીસ સ્ટેશનમાં કરી ફરિયાદ અને પછી…

ઘણા લોકો એવું કહેતા હોય છે કે પ્રેમ આંધળો હોય છે, અને આવા આંધળા પ્રેમના ઘણા કિસ્સાઓ આપણી આસપાસ પણ સાંભળવા મળતા હોય છે, હાલ એવા જ એક કિસ્સાની ચર્ચાઓ ખુબ જ ચાલી રહી છે. જેમાં બાળપણનો પ્રેમ મેળવવા માટે એક યુવતી તેના ઘરેથી 4 વાર ભાગી ગઈ હતી, અને આખરે તેને પોલીસ સ્ટેશનમાં જઈને તેના પ્રેમી સાથે લગ્ન કર્યા હતા.

આ મામલો સામે આવ્યો છે બિહારના રોહતાસ જિલ્લાના ટંડવા ગામમાંથી. જ્યાંના યુવક અભયકાંતને પડુહાર ગામની યુવતી પ્રિયંકા સાથે ઘણા વર્ષો પહેલા પ્રેમ થઇ ગયો હતો. પરંતુ છોકરી અને છોકરાના પરિવારજનો તેમના લગ્નની તરફેણમાં નહોતા. જેના બાદ યુવતીએ તેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં લખાવવી હતી.

જેના બાદ બિહારના રોહતાસ જિલ્લાના ડેહરી સ્થિત મહિલા પોલીસ સ્ટેશનમાં બંનેના ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા. આખું પોલીસ સ્ટેશન લગ્નસ્થળમાં પરિવર્તિત થઇ ગયું.  મહિલા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જની દેખરેખમાં મંત્રોચ્ચારની ગુંજ વચ્ચે પ્રેમી પ્રેમિકાએ એકબીજાને વરમાળા પહેરાવી. જેના બાદ પ્રેમીએ પ્રેમિકાના સેંથામાં સિંદૂર ભર્યું અને આ લગ્ન સંપન્ન થયા.

આ મામલામાં મહિલા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ માધુરી કુમારીએ છોકરીની ફરિયાદ ઉપર છોકરાને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યો જ્યાં છોકરાએ લગ્ન માટે સહમતી વ્યક્ત કરી. બંનેની સહમતી બાદ તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં જ લગ્ન કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યા જેના બાદ પ્રેમી યુગલના હિન્દૂ રીતિ રિવાજ સાથે લગ્ન સંપન્ન કરાવવામાં આવ્યા.

છોકરા ને છોકરી બંને પક્ષ તરફથી તેમના ભાઈ લગ્નના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે લગ્ન માટે પ્રેમિકા તેના ઘરેથી ચાર વાર ભાગી ગઈ હતી, પ્રેમી અને પ્રેમિકા વચ્ચે બાળપણનો પ્રેમ હતો.

Uma Thakor

disabled