મોટો નેતા તેની 46 વર્ષની ગર્લફ્રેન્ડ સાથે કારમાં મનાવતા હતા રંગરેલિયા, પટણીએ બંનેની રોડ પર ઢસડી ઢસડીને ધોલાઈ કરી, જુઓ તસવીરો - Chel Chabilo Gujrati

મોટો નેતા તેની 46 વર્ષની ગર્લફ્રેન્ડ સાથે કારમાં મનાવતા હતા રંગરેલિયા, પટણીએ બંનેની રોડ પર ઢસડી ઢસડીને ધોલાઈ કરી, જુઓ તસવીરો

પતિ, પત્ની અને વોના સંબંધોના ઘણા કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર આવા કિસ્સાઓ ખુલ્લા પડી જતા મોટો હોબાળો પણ મચી જતો હોય છે અને ત્યારે લોકો પણ આવી ઘટનાઓના વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કરી દેતા હોય છે, ત્યારે હાલ આવી જ એક ઘટનાનો વીડિયો સામે આવ્યો છે જેમાં એક નેતાને તેની પત્નીએ અન્ય મહિલા સાથે કારની અંદર રંગરેલિયા મનાવતા ઝડપી પાડ્યો હતો.

શનિવારે મોડી રાત્રે કાનપુરમાં કેટલાક પુરુષો અને મહિલાઓ દ્વારા નેતાજીને ચપ્પલ વડે માર મારવામાં આવતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે નેતાજીને તેમની પત્નીએ રંગે હાથે પકડ્યા હતા જ્યારે તેઓ પાર્ક પાસે તેમની મહિલા મિત્ર સાથે કારમાં હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે વીડિયોમાં જે નેતાજીને માર મારવામાં આવી રહ્યો છે તે ભાજપના બુંદેલખંડ પ્રદેશના પૂર્વ પ્રાદેશિક મંત્રી મોહિત સોનકર છે.

મોહિત સોનકરની પત્ની, તેના ભાઈઓ અને મહિલા નેતાના પતિ દ્વારા મારપીટ કરવામાં આવી હતી જ્યારે તે મહિલા નેતા સાથે કથિત રીતે રંગે હાથ પકડાયો હતો. મોડી રાત્રે માહિતી મળતા પહોંચેલી પોલીસે બંને પક્ષોને પોલીસ મથકે લઈ ગઇ હતી. જ્યાંથી મોહિત અને કથિત પ્રેમિકાના પતિને મેડીકલ માટે ખરસલા મોકલવામાં આવ્યા હતા. જો કે ગુજ્જુરોક્સ આ વીડિયોની સત્યતાની પુષ્ટિ નથી કરતું.

બાબુપુરવા ક્ષેત્રના ખટીકાનામાં રહેતા મોહિત સોનકર ભાજપના બુંદેલખંડ પ્રદેશના પ્રદેશ મંત્રી છે. જોકે હવે ભાજપના નેતાઓનું કહેવું છે કે તેમણે થોડા સમય પહેલા જ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જાણવા મળી રહ્યું છે કે શનિવારે રાત્રે તે કિદવાઈનગરના જૂહી વિસ્તારના આનંદપુરી સ્થિત પાર્ક પાસે કારમાં બેઠો હતો. ત્યારબાદ મોહિતની પત્ની આકાંક્ષા ઉર્ફે મેડમ મોની તેના ભાઈઓ રાજા સોનકર, શિશુ, પ્રશાંત, રિંકુ અને નેત્રીના પતિ કર્નલગંજના રહેવાસી સાથે પાર્ક પહોંચી.

તેણે બંનેને કારમાંથી ખેંચીને બહાર કાઢ્યા અને બંનેને માર માર્યો. આ દરમિયાન કોઈએ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. શનિવારે રાત્રે વાયરલ થયેલા વીડિયોમાં પ્રાદેશિક મંત્રી મોહિત તેની પત્ની અને તેના ભાઈને ચપ્પલ વડે મારતા જોવા મળી રહ્યા છે. તેની સાથે કથિત પ્રેમિકાનો પતિ પણ છે, જેની સાથે મોહિતની ઝપાઝપી પણ થઈ હતી.

Live 247 Media

disabled