મુંબઇ એરપોર્ટ પર માનુષી છિલ્લરનો સિમ્પલ અને સુંદર લુક જોવા મળ્યો

આ કોની જોડે વિશ્વ સુંદરી ફરી રહી છે? 5 તસવીરો જોઈને હોંશ ઉડી જશે

માનુષી છિલ્લરની સ્ટાઇલ ખૂબ જ સુંદર છે. જો તે કેઝ્યુઅલ પણ પહેરે છે, તો તે તેમાં પણ આકર્ષક લાગે છે. માનુષી છિલ્લરની ડિંપલવાળી સ્માઇલ લોકોનું દિલ જીતી લે છે. હાલમાં જ માનુષીને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી.

તેણે ટ્રાવેલમાં કમ્ફર્ટેબલ પર વધારે ધ્યાન આપ્યુ હતુ, જેનો ખ્યાલ તેના કપડા અને ફૂટવેરના સિલેક્શનથી પડતો હતો. માનુષીએ બ્લેક કલરનું સ્લાવલેસ ટોપ અને જીન્સ પહેર્યુ હતું. તે આ સિમ્પલ લુકમાં પણ સુંદર લાગી રહી હતી.

તમને જણાવી દઇએ કે, અભિનેતા વિક્કી કૌશલ અને માનુષી છિલ્લર આજે મુંબઇ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. બંને આજે મહેશ્વર માટે રવાના થયા હતા. તે બંને 20 દિવસ તેમની અપકમિંગ ફિલ્મનું શુટિંગ કરશે.

માનુષી છિલ્લરની આ બીજી ફિલ્મ છે. તેની ડેબ્યુ ફિલ્મ અક્ષયકુમાર સાથે છે જેનું શુટિંગ પૂર્ણ થઇ ચૂક્યુ છે. ત્યાં જ માનુષીની આ ફિલ્મ ઓક્ટોબરમાં ફાઇનલ થઇ હતી. માનુષી આ ફિલ્મને લઇને ઘણી જ ઉત્સુક છે.

રિપોર્ટ અનુસાર, આ ફિલ્મનું શુટિંગ 15થી20 દિવસ ઓંકારેશ્વર, મહેશ્વરમાં થશે. અહીં રોમેન્ટિક સીન અને ફિલ્મના કેટલાક સાન શુટ કરાવામાં આવશે. યશરાજ ફિલ્મ્સના બેનરવાળી આ ફિલ્મમાં વિક્કી કૌશલ પણ છે. આ ફિલ્મને લઇને વિક્કી કૌશલ ચર્ચામાં છે અને આ ઉપરાંત પણ તે કેટરીના સાથેના અફેયરને લઇને પણ ચર્ચામાં છે. સૂત્રો અનુસાર, ફિલ્મના શુટિંગ માટે 90થી100 લોકોની ટીમ મહેશ્વર જઇ રહી છે.

disabled