ફિલ્મ કરણ અર્જુનમાં જેને પોતાના રૂપથી દર્શકોને અંજાવી દીધા હતા તે મમતા કુલકર્ણીનો હાલનો લુક જોઈને તમે પણ ભાન ભૂલી બેસસો - Chel Chabilo Gujrati

ફિલ્મ કરણ અર્જુનમાં જેને પોતાના રૂપથી દર્શકોને અંજાવી દીધા હતા તે મમતા કુલકર્ણીનો હાલનો લુક જોઈને તમે પણ ભાન ભૂલી બેસસો

આજે અમે તમને એક એવી જ અભિનેત્રી વિશે જણાવવાના છીએ, જેને એક સમયે બોલીવુડમાં પોતાના નામનો ડંકો વાગળાયો હતો પરંતુ પોતાના એક નિર્ણયના કારણે તે ખરાબ રીતે ફસાઈ ગઈ. આ અભિનેત્રીનું નામ છે મમતા કુલકર્ણી, જેનું નામ સાંભળતા આજે પણ ઘણા લોકોની આંખો સમક્ષ એનો ચહેરો આવી જાય.

90ના દશકમાં મમતાનું નામ બોલીવુડમાં થવા લાગ્યું હતું. 1992માં આવેલી ફિલ્મ તિરંગાથી તેને ફિલ્મી કેરિયરની શરૂઆત કરી અને એજ સમયે સ્ટારડમ મેગેઝીન માટે ફોટો શૂટ કરાવીને મમતા ખુબ જ ચર્ચામાં આવવા લાગી, તેની ફિલ્મો પણ દર્શકો વખાણવા લાગ્યા, પરંતુ કોઈને ખબર નહોતી કે તેની કેરિયર એક ઝટકામાં જ માટીમાં મળી જશે.

શરૂઆતમાં મમતાનું નામ અંડરવર્લ્ડ ડોન છોટા રાજન સાથે જોડવામાં આવ્યું હતું પરંતુ થોડા જ સમય બાદ તેનું નામ ડ્રગ તસ્કરી કરનારા વિજય ગોસ્વામી સાથે જોડવામાં આવ્યું, એવું પણ સાંભળવામાં આવ્યું છે કે બંનેએ લગ્ન પણ કરી લીધા હતા.

વિજય ઉર્ફે વિકી ગોસ્વામી અને મમતા ડ્રગ સ્મગલિંગના ગુન્હામાં પકડાઈ ગયા જેના કારણે વિકીને દુબઈની સરકારે 25 વર્ષની જેલ કરી દીધી. પરંતુ જેલમાં તેના સારા વ્યવહારના કારણે તેની સજા 15 વર્ષની થઇ ગઈ.

આ દરમિયાન મમતા કેન્યા ચાલી ગઈ અને ત્યાં જઈને તે ભક્તિમાં લિન થઇ ગઈ  તેને એ સમય દરમિયાન એક “ઓટોબાયોગ્રાફી ઓફ એન યોગિન” પુસ્તક પણ લખ્યું. થાણે પોલીસ દ્વારા પણ મમતાને ભાગેડુ જાહેર કરીને તેની સંપત્તિ જપ્ત કરવાનો પણ હુકમ કર્યો હતો.

મમતાના અભિનય અને ડાન્સના લોકો દીવાના હતા અને તેની સુંદરતાના પણ દીવાના હતા. મમતા કુલકર્ણીએ ફિલ્મોથી પોતાને દૂર કરી લીધી છે પરંતુ તેમના ચાહકો તેમને આજે પણ યાદ કરે છે. મમતા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે તેમજ ચાહકો સાથે તેમની તસવીરો અને વીડિયો પણ શેર કરતી હોય છે.મમતાની તસવીર સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહી છે જેમાં તેનો લુક ખુબ જ સુંદર છે.

અદાકારા મમતા કુલકર્ણીએ બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અલવિદા કહ્યા પછી બીજી વસ્તુઓમાં કામ કરવાનું શરુ કર્યું પરંતુ તેમાં પણ કોઈ સફળતા મળી નહિ. મમતા કુલકર્ણીની અત્યારની તસવીર પહેલા કરતા ઘણી બદલાઈ ગઈ છે. તેને આખ પર સનગ્લાસ લગાવ્યા છે. અને વાળ ખુલ્લા રાખેલા છે. ગળામાં મોતીની માળા પહેરેલી છે. મમતા આ તસવીરમાં મિનિમલ  મેકઅપમાં પણ ખુબ જ ગોર્જિયસ દેખાઈ રહી છે. મમતાની તસવીર પર ચાહકો કૉમેન્ટ્સ કરી રહ્યા છે.

મમતાના વક્રફ્રન્ટની વાત કરીએ તો મમતા ઘણી હિટ ફિલ્મોમાં નજર આવેલી હતી. તે ફિલ્મ’કરણ અર્જુન’માં પણ જોવા મળી હતી. તેના સિવાય મમતાએ ‘નસીબ’,’બાઝી’,’સબસે બડા ખેલાડી’,’કિસ્મત ઔર આંદોલન. જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

Uma Thakor
After post

disabled