છૂપાવવા છત્તાં ના છૂપાયો મલાઇકા અરોરાનો હસીન લુક, બ્રા વગરનું ટોપ, જીન્સ પહેરી એવી બની ઠનીને નીકળી કે લોકો જોતા જ રહી ગયા - Chel Chabilo Gujrati

છૂપાવવા છત્તાં ના છૂપાયો મલાઇકા અરોરાનો હસીન લુક, બ્રા વગરનું ટોપ, જીન્સ પહેરી એવી બની ઠનીને નીકળી કે લોકો જોતા જ રહી ગયા

આમ તો મલાઇકા અરોરાને લાઇમલાઇટમાં આવવા માટે કોઇની જરૂરત નથી પરંતુ ગુરુવારના રોજ હસીના દિવસભર છવાઇ રહી હતી. મલાઇકાએ સવાર સવારમાં જ એક ખુશખબરી ચાહકો સાથે શેર કરી હતી, જે બાદ ચાહકો ઘણા રાજી રાજી થઇ ગયા હતા. પરંતુ બપોર થતા તેણે તેના ચાહકોનું દિલ તોડી નાખ્યુ. મલાઇકા અને અર્જુન કપૂરના પ્રેમની ચર્ચા તો બધી બાજુ થતી રહે છે, પરંતુ મલાઇકાએ જેવી જ પોસ્ટ શેર કરી કે તેણે હા પાડી દીધી છે,

જે બાદ આ કપલ લગ્નના બંધનમાં બંધાવાનું છે તેવી વાતો વહેતી શરૂ થઇ ગઇ. ત્યાર બાદ બપોરના રોજ મલાઇકાએ સ્પષ્ટ કર્યુ કે, તેણે હા અર્જુન સાથે લગ્ન કરવાની નહિ પણ તેના નવા પ્રોજેક્ટ માટે પાડી હતી. મલાઇકાએ તેની બીજી પોસ્ટમાં જાણકારી આપી હતી કે, તેણે હા કહી છે ડિઝની પ્લસ હોટસ્ટારને તેના નવા રિયાલિટી શો મૂવિંગ વિથ મલાઇકા માટે… જ્યાં તમે ઘણા નજીકથી તેને જાણી શકશો.

એવી રીતે જે પહેલા ક્યારેય નહિ જાણી હોય. આ શો 5 ડિસેમ્બરથી શરૂ થવા જઇ રહ્યો છે. ત્યારે ચાહકોનું દિલ તોડ્યા બાદ હસીના સાંજે બની ઠનીને ઘરની બહાર નીકળતી જોવા મળી હતી. ગુરુવારના રોજ એકવાર ફરી મલાઇકા અરોરાનો દિલકશ અંદાજ જોવા મળ્યો, જેના માટે તે જાણિતી છે. મલાઇકાની સ્ટાઇલ બતાવવા લાયક નહિ પણ જોવાલાયક વસ્તુ છે.

મોડી સાંજે મલાઇકાને બોલ્ડ અને સ્ટાઇલિશ અવતારમાં સ્પોટ કરવામાં આવી હતી. લુકની વાત કરીએ તો, તેણે રિપ્ડ જીન્સ સાથે બ્રાલેટ અને વ્હાઇટ ઓપન બ્લેઝર કેરી કર્યુ હતુ. આ દરમિયાન તેણે બ્રાઉન હાઇ હિલ્સ બૂટ્સ, સ્ટાઇલિશ નેકપીસ અને મેચિંગ હેંડ બેગ પણ કેરી કરી હતી. મલાઇકાના આ લુકની ઘણી ચર્ચા થઇ રહી છે. ચાહકો પણ તેના આ લુકને પસંદ કરી રહ્યા છે.

મલાઈકાની રાહ જોઇને બેઠેલા પેપરાજીઓએ પણ આ હસીનાની તસવીરો કેપ્ચર કરવામાં કંજૂસાઈ ન કરી અને તેના દરેક એક્ટને કેદ કરી લીધો. કેમેરા ફ્રેન્ડલી મલાઈકાએ પણ ઘણા બધા પોઝ આપ્યા અને આ અદભૂત લુકથી તેના ચાહકોની સાંજ બનાવી દીધી. આ તસવીરો જોઈને ચાહકો મલાઈકા પ્રત્યેની તેમની નારાજગી પણ ભૂલી ગયા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Live 247 Media

disabled