મલાઇકા અરોરાની અજીબો ગરીબ ચાલ પર લોકોએ કરી દીધી એવી એવી ગંદી કમેન્ટ કે, અર્જુન કપૂર પણ થઇ જશે લાલ... - Chel Chabilo Gujrati

મલાઇકા અરોરાની અજીબો ગરીબ ચાલ પર લોકોએ કરી દીધી એવી એવી ગંદી કમેન્ટ કે, અર્જુન કપૂર પણ થઇ જશે લાલ…

બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરા અવાર નવાર ચર્ચામાં રહે છે. તે તેની પ્રોફેશનલ લાઇફને લઇને ઓછી પરંતુ પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં છવાતી રહેતી હોય છે. મલાઇકા ફિટનેસ ફ્રીક છે. તે 47 વર્ષની ઉંમરે પણ  કમાલની ફિટ દેખાય છે. પોતાને આટલી ફિટ રાખવા માટે મલાઇક કલાકો  સુધી જીમમાં પરસેવો પાડે છે. તેને ઘણીવાર જીમ બહાર સ્પોટ કરવામાં આવતી હોય છે. તે તેના જીમ લુકને કારણે  સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે.

કેટલાક લોકો ફિટનેસ મામલે મલાઇકા પાસેથી પ્રેરણા લે છે. તેને જોઇને કોઇને પણ એવી ઇચ્છા થાય કે તેઓ પણ આટલી ઉંમરે મલાઇકાની જેમ ફિટ રહે. સામાન્ય રીતે મલાઇકાના લુક અને તેની અદાઓની લોકો પ્રશંસા કરે છે. પરંતુ હાલમાં મલાઇકા અરોરાનો કેટલાક દિવસ પહેલા જ એક વીડિયો સામે આવ્યો છે, જેને જોયા બાદ ચાહકો ખૂબ જ રિએક્શન આપી રહ્યા છે.

મલાઇકા બ્લેક ક્રોપ ટોપ અને ટાઇટ પેન્ટ્સમાં જોવા મળી હતી અને તેણે આ સાથે કોરોનાને ધ્યાને રાખી સેફ્ટી માટે બ્લેક માસ્ક કેરી કર્યુ હતુ. આ લુક સાથે તેણે વાળને બનમાં બાંધી રાખ્યા હતા. વીડિયોમાં જોઇએ તો, મલાઇકા તેની ગાડીથી ઉતરી બિલ્ડિંગના ગેટની અંદર જાય છે. આ દરમિયાન તેણે ઓલ બ્લેક આઉટફિટ કેરી કર્યો હોય છે. મલાઇકા જેવી રીતે વોક કરે છે તેને જોઇ લોકોએ તેને ટ્રોલ કરી હતી. આ વીડિયોમાં જોઇ શકાય છે કે, મલાઇકા પોઝ આપ્યા બાદ અજીબ અને ફની રીતે ચાલે છે. વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સ અલગ અલગ રીતની કમેન્ટ કરી રહ્યા છે.

મલાઇકાની આવી ચાલ પર એક યુઝરે કમેન્ટ કરતા લખ્યુ કે, અરે આની ચાલને શુ થઇ ગયુ. ત્યાં એક અન્ય યુઝરે લખ્યુ કે, આના કપડામાં કોઇ કીડો ઘુસી ગયો લાગે છે, ત્યારે આ આટલા અજીબ ઢંગથી ચાલી રહી છે. ત્યાં એક યુઝરે તો મલાઇકાની ચાલને લઇને એવું પણ કહી દીધુ કે, આ તો અર્જુનની મહેરબાની છે.

એક યુઝરે લખ્યુ કે, આવી રીતે કોણ ચાલે ભાઇ. તો અન્ય એક યુઝરે લખ્યુ કે, કેમેરો જોઇ બિચારીને મજબૂરીમાં આવી રીતે ચાલવુ પડે છે. એક બીજા યુઝરે લખ્યુ કે, આની વોક કેટલી ફની છે. આવી રીતે ઘણા લોકો મલાઇકાની વોક પર કમેન્ટ કરી રહ્યા છે. પરંતુુ કેટલાક લોકો તેના લુક અને ફિટનેસની પ્રશંસા પણ કરી રહ્યા છે.

આ વીડિયો પર એક યુઝરે કમેન્ટ કરતા લખ્યુ કે, મલાઈકાએ તો ઇન્ડિયાઝ નેકસ્ટ સુપર મોડલ જજ કર્યું છે, તે આમ કેમ ચાલે છે. તો અન્ય એક યુઝરે લખ્યુ, ભાઈ આ કઈ રીત છે ચાલવાની. ત્યાં એકે તો એવું કહી દીધુ કે આન્ટી તમારા ઘૂંટણમાં દુખાવો થાય છે કે શુ.

Image source

મલાઇકાએ તેની બોડીને ફિટ બનાવીને રાખી છે, ત્યાં રોજ તેનો અલગ અને સ્ટાઇલિશ લુક જોવા મળે છે. મલાઇકા અરોરા કેમેરા સામે જેટલી ગ્લેમરસ અવતારમાં જોવા મળે છે, તેટલી જ સિંપલ તે તેની નોર્મલ લાઇફમાં નજરે પડે છે. મલાઇકા સ્ટાઇલ આઇકોન છે અને એ વાતમાં કોઇ બે રાય નથી.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaarorazone)

Live 247 Media

disabled