LPG ગેસ ભાવમાં જોરદાર વધારો, નવો ભાવ સાંભળતા જ કાનમાં તંમર ચડી જશે

એપ્રિલ મહિનાની શરૂઆત LPGના ભાવ વધારાથી થઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલી જનતા પર વધુ એક મોંઘવારીનો ઝટકો લાગ્યો છે. સરકારી તેલ કંપનીઓએ એલપીજી ગેસના ભાવમાં 250 રૂપિયાનો વધારો કર્યો છે. આ ભાવ 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડર પર વધારવામાં આવ્યા છે. ભાવ વધારથી આ કોમર્શિયલ ગેસના બાટલાના ભાવ 2253 રૂપિયા પહોંચી ગયા છે.

કોમર્શિયલ સિલિન્ડરમાં 250 રૂપિયાનો વધારો થતા કોલકાતમાં હવે આ સિલિન્ડર 2351 રૂપિયામાં, મુંબઈમાં 2205 રૂપિયામાં અને ચેન્નાઈમાં 2406 રૂપિયામાં મળશે. આ પહેલા પણ સરકારે કોમર્શિયલ સિલિન્ડરમાં 105 રૂપિયાનો વધારો કર્યો હતો. જયારે 22 માર્ચના રોજ સરકારે ઘરેલુ સિલિન્ડરના ભાવ વધાર્યા હતા, ત્યારે આને નવ રૂપિયા સસ્તો કરવામાં આવ્યો હતો.

તેલ કંપનીઓએ ભલે 1 એપ્રિલના રોજ ઘરેલુ ગેસના ભાવમાં કોઈ વધારો કર્યો નથી પરંતુ માત્ર 10 દિવસ પહેલા એટલે કે 22 માર્ચના રોજ જ લોકોના ઘરનું બજેટ બગડી ગયું હતું. ત્યારે તેલ કંપનીઓએ ઘરોમાં ઉપયોગમાં લેવાતા રસોઈ ગેસ એટલે કે 14.2 કિલોવાળા એલપીજી સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ લાલ રંગના ગેસના બાટલાની કિંમત દિલ્હીમાં 949.50 રૂપિયાએ પહોંચી ગઈ હતી. જ્યારે તે પહેલા તેના ભાવમાં 6 ઓક્ટોબર 2021ના રોજ ફેરફાર કરવામાં આવ્યો હતો ત્યારે તેની કિંમત 899.50 રૂપિયા થઈ ગઈ હતી.

ત્યાર બાદ ઘરેલુ રસોઈ ગેસ સિલિન્ડરના ભાવ કોલકાતામાં 976 રૂપિયા,મુંબઈમાં 949.50 રૂપિયા અને ચેન્નાઈમાં 965.50 પર પહોંચી ગયા હતા. દેશમાં રસોઈ ગેસના ભાવની સમીક્ષા દર મહિનાના પહેલા દિવસે કરવામાં આવે છે. અલગ અલગ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં તેના ભાવ અલગ અલગ હોય છે.

કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ કંદોઈ અને રેસ્ટોરાંમાં વધુ થાય છે. 250 રૂપિયાના વધારાથી તેમના માસિક બજેટમાં ફેરફાર થશે. તો આગામી દિવસોમાં લગ્નની સિઝન આવી રહી છે. તેના જમણવારમાં ગેસનો ઉપયોગ પણ વધી જશે, તેથી કેટરિંગવાળા લોકો તેની ફીમાં વધારો કરી શકે છે.

disabled