આ ભાઈની બહાદુરી તો જુઓ જરા.. જંગલના રાજાને જંગલમાં જ ડંડો લઈને ભગાડ્યો, વીડિયોએ ઉડાવ્યા સૌના હોશ, જુઓ - Chel Chabilo Gujrati

આ ભાઈની બહાદુરી તો જુઓ જરા.. જંગલના રાજાને જંગલમાં જ ડંડો લઈને ભગાડ્યો, વીડિયોએ ઉડાવ્યા સૌના હોશ, જુઓ

જંગલની અંદર સિંહને ડંડો લઈને ભગાડી રહ્યો હતો આ વ્યક્તિ, ત્યારે જ બન્યું એવું કે મોબાઈલમાં ઘટના થઇ કેદ, જુઓ વીડિયો

ઇન્ટરનેટ પર પ્રાણીઓને લગતા ઘણા બધા વિડીયો વાયરલ થતા જોવા મળે છે, ઘણા લોકો જંગલ સફારી દરમિયાન ફરવા માટે જાય છે અને ત્યાં ઘણા બધા પ્રાણીઓને જુઓ છે સાથે જ તે પોતાના મોબાઈલમાં આવા પ્રાણીઓના વીડિયો પણ કેદ કરી લે છે જેમાં એવી એવી ઘટનાઓ જોવા મળે છે જેને જોઈને યુઝર્સ ચોંકી પણ જાય છે, પરંતુ હાલ વાયરલ થઇ રહેલો વીડિયો તમારા પણ હોશ ઉડાવી દેશે.

આ વીડિયોમાં એક વ્યક્તિ હાથમાં ડંડો લઈને જંગલમાં જ જંગલના રાજ  સિંહની સામે થતો જોઈ શકાય છે. તમે પણ વિચારતા હશો કે હવે આ વ્યક્તિનું શું થશે. પરંતુ અહીં તે તમારી વિચારસરણીની તદ્દન વિરુદ્ધ થઈ રહ્યું છે. આ ઘટના જોઈને એમ લાગે છે કે ખરેખર આ વ્યક્તિ ખુબ જ બહાદુર હશે કાં તો મૂર્ખ હશે.

તમે હંમેશા સિંહોને અન્ય લોકો પર હુમલો કરતા અથવા તેમનું વર્ચસ્વ દર્શાવતા જોયા હશે. પરંતુ અહીં સિંહ  બિલાડી બની ગયો હોય તેમ જોવા મળી રહ્યું છે. વીડિયોમાં દેખાતો વ્યક્તિ લાકડી બતાવીને સિંહને ડરાવે છે. સિંહ એટલો ડરી જાય છે કે તે ભાગવા લાગે છે. જો કે સિંહ ઇચ્છતો હોત તો તે વ્યક્તિનું કામ પળવારમાં સમાપ્ત કરી દેતો. પરંતુ એવું બન્યું નહિ.

 

View this post on Instagram

 

A post shared by wild life (@one_earth__one_life)

આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર હજારો લોકોએ લાઈક કર્યો છે.  અને તેને જોઈને કોમેન્ટ વિભાગમાં પ્રતિક્રિયાઓનું પૂર આવ્યું. એક યુઝરે કહ્યું કે વ્યક્તિ મોત સાથે રમવાની કોશિશ કરી રહ્યો છે, જ્યારે બીજાએ કહ્યું કે વ્યક્તિ ખૂબ ક્રૂર છે. આ વીડિયો જોયા પછી લોકો પોતાની આંખો પર વિશ્વાસ કરી શકતા નથી.

Uma Thakor

disabled