ગુજરાત ATS એ દિલ્હીથી વધુ એક મૌલાનાને ઝડપી પડ્યો

હાલમાં જ સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે કે અમદાવાદ જિલ્લાના ધંધૂકામાં કિશન કેસમાં મામલે ATSની ટીમે આજે વધુ એક મૌલવીની અટકાયત કરી છે. દિલ્લીમાં રહેતા મૌલાના કમરગની ઉસ્માનીની ગુજરાત ATSની ટીમે દિલ્લીથી અટકાયત કરી છે. કટ્ટરવાદી વિચારધારા ધરાવતાં મૌલાના કમરગની ઉશ્કેરણીજનક ભાષણો આપે છે. આજે બપોર સુધીમાં મૌલવીને અમદાવાદ લાવી ધરપકડ કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે ગઈકાલે જ આરોપી મહંમદ ઐયુબને કોર્ટેમાં રજૂ કરી 14 દિવસના રીમાન્ડ માગવામાં આવ્યા હતા. પણ કોર્ટે 8 દિવસના રીમાન્ડ મંજૂર કર્યા હતા. જિલ્લા પોલીસે જમાલપુર વિસ્તારમાં રહેતા આરોપી મૌલવી ઐયુબ જાવરવાલાની ધરપકડ કરી હતી. આરોપી શબ્બીર અને ઈમ્તિયાઝને લઈ પોલીસે અલગ અલગ જગ્યાએ તપાસ શરૂ કરી હતી.

આરોપીઓએ ધંધૂકાની સર મુબારક બુખારીદાદા દરગાહની પાછળ ખેતરમાં જે હથિયારથી ફાયરિંગ કર્યું હતું તે પિસ્તોલ અને બાઇક મૂક્યું હતું. પોલીસે આ બધો મુદ્દામાલ કબ્જે કર્યા હતા. ધંધુકા કિશન ભરવાડની હત્યા મામલે તપાસ તેજ બની છે. પોલીસની તપાસમાં નવા ખુલાસાઓ સામે આવ્યા છે. જેમાં જાણવા મળ્યુ કે, અન્ય લોકો પણ ટાર્ગેટ પર હતા.

ધંધૂકાના કિશન ભરવાડની મેટરમાં તાર છેક પાકિસ્તાન સુધી લંબાયા છે. આ સંસ્થા ગુજરાતમાં જેહાદ માટે પાકિસ્તાની એજન્ડા પર કામ કરે છે. તહેરિક-એ-નમુસે-રીસાલત નામનું સંગઠન હત્યા માટે જવાબદાર છે. પહેલા તે તહેરિક-એ-ફરૌખે-ઇસ્લામના નામથી ઓળખાતું હતું. આ સંગઠનનોનો સીધો સંબંધ પાકિસ્તાનની રાજકીય પાર્ટી સાથે છે. પાકિસ્તાનની પોલિટિકલ પાર્ટી તહરિકે-લબ્બેક સાથે તેને સંબંધ છે. તહેરિક-એ-લબ્બેકનો નેતા ખાદીમ રિઝવી કટ્ટટવાદી હતો, અને ખાદીમ રિઝવીનું કામ રાજકીય હત્યાઓ કરાવવાનું છે.

માઈન્ડ વોશ કરી આરોપીઓને ભડકાવવામાં આવ્યા હતી. જેમાં 4 મૌલવીઓની સંડોવણી પણ સામે આવી છે. ગુજરાત ATS દ્વારા આ મામલે વધુ ખુલાસાઓ કરવામા આવશે. દોસ્તો તમને જણાવી દઈએ કે ધંધુકા કિશન ભરવાડ કેસના પડઘા સમગ્ર ગુજરાતમાં પડી રહ્યા છે અને આજે બોટાદનુ બરવાળા ગામ સજ્જડ બંધ છે. ધંધા રોજગાર બંધ રાખી વેપારીઓએ બંધને સમર્થન આપ્યુ છે.

તો બીજી બાજુ જોઈએ તો આણંદના તારાપુર ગામમાં પણ બંધ પાળવામા આવ્યો છે. આરોપીને કડક સજા તે માંગ સાથે ગ્રામજનોએ બંધ પાળ્યો છે. કિશન ભરવાડની હત્યા કેસમાં રોજે રોજ નહી પણ દર કલાકે નવા ખુલાસા થઈ રહ્યાં છે. અગાઉ બે આરોપી શબ્બીર અને ઈમ્તિયાઝની ધરપકડ પછી અમદાવાદના એક મૌલાનાને પણ મોડી રાત્રે ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપીઓની પુછપરછમાં એ સામે આવ્યુ કે કિશનની હત્યા પાછળ દેશ સાથે ગદ્દારી કરનાર આ મૌલાના છે. જેમના ભડકાઉ ભાષણોથી આરોપી પ્રેરિત થયા હતા.

 

disabled