અમેરિકામાં પણ કમો જ કમો: જુઓ કિર્તીદાન ગઢવીના ડાયરામાં કેવી રીતે ત્યાંના લોકોએ કમાને યાદ કર્યો, આપી સેંકડો ડોલરની ભેટ - Chel Chabilo Gujrati

અમેરિકામાં પણ કમો જ કમો: જુઓ કિર્તીદાન ગઢવીના ડાયરામાં કેવી રીતે ત્યાંના લોકોએ કમાને યાદ કર્યો, આપી સેંકડો ડોલરની ભેટ

આજે આખા ગુજરાતમાં થતા ડાયરામાં ફક્ત એક જ નામ ચર્ચામાં ચાલી રહ્યું છે અને એ નામ છે કોઠારીયાના કમાનું. કમો આજે માત્ર ગુજરાતમાં જ નહિ દેશ વિદેશમાં પણ એક જાણીતું નામ બની ગયો છે. કમાને ડાયરામાં બોલાવવા માટે આયોજકો અને કલાકારો પણ ખુબ જ મહેનત કરે છે અને ડાયરા રસિકો પણ ડાયરામાં કમાની એન્ટ્રી જોવા માંગતા હોય છે, ત્યારે હાલ અમેરિકામાં પણ કમાની બોલબોલા જોવા મળી હતી.

કિર્તીદાન ગઢવી હાલ અમેરિકામાં છે, જ્યાં તેઓ અમેરિકામાં વસતા ગુજરાતીઓને પ્રિ-નવરાત્રિને લઈને ઝુમાવતા જોવા મળી રહ્યા છે. ત્યારે ગત રોજ અમેરિકામાં યોજાયેલા એક ડાયરામાં કિર્તીદાને પોતાના સુર રેલાવ્યા હતા અને આ દરમિયાન એક વ્યક્તિએ કમાને યાદ કરી અને 500 ડોલર તેના માટે ભેટમાં પણ આપ્યા હતા. જેના બાદ કિર્તીદાને પણ તે 500 ડોલરની નોટ સ્વીકારી હતી.

કમો જયારે હાલ ગુજરાતમાં ડાયરાઓની અંદર રોયલ એન્ટ્રી કરી રહ્યો છે ત્યાં અમેરિકામાં પણ તેની લોકરપ્રિયતા જોવા મળી રહી હતી. અમેરિકામાં યોજાયેલા ડાયરામાં ગુજરાતના હરિકાકાએ કમાને યાદ કર્યો હતો અને કમા માટે 500 ડોલર ભેટમાં આપી દીધા હતા. કિર્તીદાને પણ આ 500 ડોલરને અલગ રાખી તેમના સ્ટાફને પણ આ રકમ કમાને આપવા માટે જ જણાવ્યું હતું.  જેના બાદ કિર્તીદાને પણ કમાને ગમતું ગીત “રસિયો રૂપાળો” ગીત લલકાર્યું હતું.

આ પછી કિર્તીદાને એમ પણ કહ્યું કે કમાને લોકો અમેરિકામા લાવવા માટે કહે છે, પરંતુ અમારા વિઝા પણ માંડ થાય છે, તો કમાનુ પણ કઈ થઇ જશે . જેના બાદ કમાને દુબઇના ડાયરામાં લઇ જવાની વાત કરી ડાયરામાં બેઠેલા એક વ્યક્તિએ સ્પોનરશીપ આપવાની પણ વાત કહી હતી. કિર્તીદાનના ડાયરામાં આ રીતે કમાને યાદ કરાતો જોઈને ગુજરાતીઓમાં પણ ખુશીની લહેર છે. કમાને દેશ વિદેશમાં હવે નામના મળી રહી છે, તેનાથી તેનો પરિવાર પણ ખુબ જ ખુશ છે.

તમને જણાવી દઈએ કે કમો દિવ્યાંગ છે. છતાં પણ આજે તે ગુજરાતમાં સેલેબ્રીટી બની ગયો છે. કમાનું આ મોટું નામ બનવા પાછળ સૌથી મોટો હાથ કિર્તીદાન ગઢવીનો છે. તેમને કોઠારીયા ગામની ગૌશાળામાં યોજાયેલા ડાયરામાં કમાનો હાથ ઝાલ્યો અને પછી તો કમો સતત સોશિયલ મીડિયામાં છવાતો ગયો.

Uma Thakor

disabled