વિમલ વાળો હીરો અજય દેવગની દીકરી સાથે પાર્ટી કરવા નીકળી ખુશી કપૂર, બાર બહાર લડખડાયા કદમ- યુઝર્સ બોલ્યા દુનિયાભરનો ઢીંચ્યો હશે - Chel Chabilo Gujrati

વિમલ વાળો હીરો અજય દેવગની દીકરી સાથે પાર્ટી કરવા નીકળી ખુશી કપૂર, બાર બહાર લડખડાયા કદમ- યુઝર્સ બોલ્યા દુનિયાભરનો ઢીંચ્યો હશે

જણાવી દઈએ કે જાહ્નવી કપૂર અને ખુશી કપૂરની મિત્રતા અજય દેવગનની દીકરી ન્યાસા દેવગન સાથે ઘણી સારી છે. ખુશી કપૂર ગઈકાલે રાત્રે ન્યાસા સાથે લેટ નાઇટ પાર્ટી દરમિયાન સ્પોટ થઇ હતી. સોશિયલ મીડિયા પર આ દરમિયાનની અલગ-અલગ તસવીરો ઘણી વાયરલ થઇ રહી છે, જેમાં ન્યાસા કેમેરાથી બચતી જોવા મળી રહી છે. ખુશી કપૂર તેના મિત્ર અને જાહ્નવી કપૂરના રૂમર્ડ બોયફ્રેન્ડ ઓરહાન સાથે જોવા મળી હતી.

ખુશી કપૂર બાંદ્રા રેસ્ટોરન્ટની બહાર જોવા મળી હતી, પરંતુ તે પણ પેપરાજીને પોઝ આપવાના મૂડમાં નહોતી. આ દરમિયાનનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ઓરહાન ખુશીનો હાથ પકડીને તેની સુરક્ષા કરતો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ ન્યાસા સ્પેનથી રજાઓ મનાવીને પરત આવી છે. ન્યાસા ઓહરાન સહિત તેના કેટલાક મિત્રો સાથે વેકેશન પર ગઈ હતી. આ દરમિયાન ન્યાસા અને ખુશી બંને ખૂબ જ અંદાજમાં આવી હતી.

આ દરમિયાન ખુશી કપૂર ખૂબ જ સુંદર બોડીકોન ડ્રેસમાં જોવા મળી હતી.બ્લેક કલરના આ આઉટફિટમાં ખુશી બાલા સુંદર લાગી રહી હતી. ત્યાં ન્યાસાએ આ પાર્ટી માટે સુંદર લાલ ડ્રેસ પણ પસંદ કર્યો હતો.ન્યાસા ખુલ્લા વાળ અને માસ્ક સાથે ટૂંકા ડ્રેસમાં જોવા મળી હતી. આ સાથે તેણે જેકેટ પણ કેરી કર્યુ હતું. ખુશી કપૂર આ પાર્ટી દરમિયાન ડીપનેક બ્લેક ડ્રેસમાં જોવા મળી હતી અને તે થોડી અસ્વસ્થતા અનુભવતી હોય તેવું પણ વીડિયો જોઇ લાગી રહ્યુ હતુ.

તે પેપરાજીથી બચવાનો પ્રયાસ કરતી જોવા મળી હતી. જોકે ન્યાસા દેવગન આ દરમિયાન ખૂબ જ કોન્ફિડન્ટ દેખાઇ હતી. તે કારમાંથી નીચે ઉતરીને સીધી અંદર ચાલી ગઇ. જણાવી દઇએ કે, ખુશી કપૂર બોલિવૂડના ટિન્સેલ ટાઉનમાં સૌથી લોકપ્રિય સ્ટાર કિડ્સમાંથી એક છે. અભિનેત્રી શ્રીદેવી અને બોની કપૂરની નાની પુત્રી ખુશી ખૂબ જ ટૂંક સમયમાં ઝોયા અખ્તરની ધ આર્ચીઝ સાથે શોબિઝમાં પદાર્પણ કરવા માટે તૈયાર છે.

જો કે, ફિલ્મોમાં દેખાતા પહેલા જ ખુશી સોશિયલ મીડિયા યુઝર્સમાં ઘણી લોકપ્રિય છે. ખુશી કપૂરની ડેબ્યુ ફિલ્મ ધ આર્ચીઝ વિશે વાત કરીએ તો, તે સુહાના ખાન અને અગસ્ત્ય નંદા સાથે ડેબ્યૂ કરવાની છે. આ ફિલ્મ લોકપ્રિય આંતરરાષ્ટ્રીય કોમિક આર્ચીઝનું રૂપાંતરણ છે. તેનું દિગ્દર્શન ઝોયા અખ્તર દ્વારા કરવામાં આવ્યું છે. ન્યાસા દેવગન હજુ પણ ફિલ્મોમાં આવવાના તેના નિર્ણય પર વિચાર કરી રહી છે.

તેણે સિંગાપોરમાં અભ્યાસ કર્યો છે અને હવે તે શહેરમાં પાછી ફરી છે. ખુશી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાના ફેન્સ સાથે તસવીરો અને વીડિયો શેર કરતી જોવા મળે છે. ખુશીની ફિલ્મોમાં આવ્યા પહેલા જ ફેન ફોલોઇંગ ઘણી વધતી જઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

Live 247 Media

disabled