ગ્રીન રંગના કો-ઓર્ડ સેટમાં એરપોર્ટ પર સ્પોટ થઇ અભિનેત્રી ! ડ્રેસની કિંમત જાણી આંખે અંધારા આવી જશે

કેટરીના કૈફ લગ્ન બાદથી સતત ચર્ચામાં રહે છે. ક્યારેક કેટરીના અને વિક્કી સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો શેર કરે છે તો ક્યારેક હનીમૂનની ન જોયેલી તસવીરો વાયરલ થતી રહે છે. કેટરિના અને વિક્કી કૌશલ લગ્ન પછી એકબીજા સાથે વધુ સમય વિતાવી શક્યા નહોતા, પરંતુ જ્યારે પણ તેમને કામમાંથી થોડો મોકો મળે છે ત્યારે બંને એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવે છે. હાલમાં જ કેટરિના ફરી એકવાર એરપોર્ટ પર જોવા મળી હતી, જ્યાં તેની સુંદરતા અને સાદગી જોઈને લોકો ફરી એકવાર તેના પર ફિદા થઇ ગયા હતા.

કેટરીના કૈફ શનિવારે એટલે કે આજે સવારે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. તેણે એરપોર્ટ પર પેપરાજીઓને નિરાશ કર્યા ન હતા. તેણે ફોટોગ્રાફર્સ સામે જોઇ પોઝ આપ્યા હતા અને હાથ પણ હલાવ્યો હતો. ગ્રીન કો-ઓર્ડ સેટમાં કેટરીના હંમેશની જેમ ખૂબસૂરત દેખાતી હતી. તેણે તેના પગમાં સફેદ સ્નીકર્સ પહેર્યા હતા અને કોરોનાથી બચવા માટે, માસ્ક અને ફેસશીલ્ડ બંને પહેર્યા હતા. કેટરિનાનો આ વીડિયો વાયરલ ભયાણીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેના પર ફેન્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.

વીડિયોમાં કેટરીના હંમેશાની જેમ ખૂબ જ સ્ટાઇલિશ અને સુંદર લાગી રહી છે. આ વીડિયો પર ફેન્સ ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું – ‘ભાભી હંમેશા નંબર 1 લાગે છે.’ બીજાએ લખ્યું – હંમેશની જેમ સુંદર. બીજાએ લખ્યું- ‘તમે ઈન્દોર જઈ રહ્યા છો? વિક્કી જીજુ પાસે…’. ત્યાં, કેટલાક લોકો એવા છે જે તેને ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- સાબિત કર્યું કે ફિરંગીએ ન તો બંગડી પહેરી છે, ન તો બિંદી. બીજાએ લખ્યું – દીપિકા આના કરતા સારી હતી, ઓછામાં ઓછા અઢી મહિના સુધી બંગડીઓ પહેરી હતી.

આ વીડિયોમાં કેટરીના કૈફે જે કેઝ્યૂઅલ ડ્રેસ પહેરેલો છે તેની ચર્ચા સોશ્યલ મીડિયા પર ખુબ થઇ રહી છે. રીપોર્ટ અનુસાર લગભગ આ ડ્રેસની કિંમત એક લાખ રૂપિયા અંદાજવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ કેટરીના કૈફ મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. કેટરીનાએ તેના એરપોર્ટ લુક માટે બ્લેક કલર પસંદ કર્યો અને તે બ્લેક પેન્ટ અને બ્લેક હૂડીમાં ખૂબ જ સ્ટાઇલિશ દેખાતી હતી. કેટરિના કૈફની આગામી ફિલ્મોની વાત કરીએ તો તે જલ્દી જ સલમાન ખાન સાથે ‘મેરી ક્રિસમસ’, ‘ફોન ભૂત’, ‘જી લે ઝરા’ અને ‘ટાઈગર 3’માં જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

After post

disabled