બૈરું રક્ષાબંધન મનાવવા પિયર ગયું ને કથાવાચક ઘરે શિષ્ય યુવતી જોડે રંગરેલિયો મનાવવા લાગ્યા, પત્નીએ મારી એન્ટ્રી - Chel Chabilo Gujrati

બૈરું રક્ષાબંધન મનાવવા પિયર ગયું ને કથાવાચક ઘરે શિષ્ય યુવતી જોડે રંગરેલિયો મનાવવા લાગ્યા, પત્નીએ મારી એન્ટ્રી

મધ્યપ્રદેશના શાજાપુર જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મોહન બરોડિયા વિસ્તારમાં પત્નીએ તેના પતિને પ્રેમિકા સાથે રંગરેલિયા મનાવતો રૂમમાંથી ઝડપી પાડ્યો હતો. આ પછી ગુસ્સે ભરાયેલી પત્ની પોલીસ સાથે ઘરે પહોંચી અને તેના પતિ અને તેની પ્રેમિકાની ખબર લીધી. આ દરમિયાન ઘણો ફેમિલી ડ્રામા પણ થયો.

મહિલાના પતિ જિતેન્દ્ર શાસ્ત્રી ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવા સાથે બાબા તરીકે ઓળખાય છે. જ્યારે પત્ની અને પોલીસે ઘરમાં હાજર મહિલા વિશે પૂછપરછ કરી તો બાબાએ તેને પોતાની શિષ્યા કહેવાનું શરૂ કર્યું.ઉલ્લેખનીય છે કે રક્ષાબંધન પર પોતાના માતા-પિતાના ઘરે ગયેલ કથાવાચકની પત્ની જ્યારે પોતાના ઘરે પરત આવી ત્યારે ઘરમાં અન્ય મહિલાની હાજરીને કારણે તે ગુસ્સે થઈ ગઈ હતી. ત્યારપછી તેને પોલીસની સામે ભારે હંગામો મચાવ્યો.

આ દરમિયાન બંને મહિલાઓ વચ્ચે ઝઘડો પણ થયો હતો અને પોલીસ તેમને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. આ દરમિયાન આસપાસ લોકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. પત્નીની ફરિયાદના આધારે પોલીસે પતિ જીતેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.બાબાજીની પત્નીએ પણ પોતાના પતિ પર મારપીટ, દહેજ માટે ઉત્પીડન જેવા આરોપો લગાવ્યા છે.

વાસ્તવમાં મહારાજની પત્ની રક્ષાબંધન પર પોતાના પિયર ગઈ હતી. આ દરમિયાન તેને ખબર પડી કે પતિ ઘરમાં અન્ય મહિલા સાથે છે. આ અંગેની માહિતી મળતાં તેની પત્ની તેના પિયરથી સીધી સાસરે પહોંચી હતી. આ પછી પત્નીએ હોબાળો મચાવ્યો અને પોલીસે ઘટનાસ્થળે પહોંચી મહારાજની શોધખોળ કરી. ત્યારપછી તેમને તાળું મારેલું રૂમ ખોલવાનું કહ્યું. પહેલા મહારાજે દરવાજો ખોલવાની ના પાડી.

પરંતુ જ્યારે રૂમનું તાળું ખોલવામાં આવ્યું તો અંદરથી તેની કથિત શિષ્યા બહાર આવી. આ પછી પત્ની ઉગ્ર થઈ ગઈ. આ દરમિયાન કથિત શિષ્યાએ મહારાજની પત્નીને થપ્પડ મારી હતી. આના પર મહિલા પોલીસે કથિત શિષ્યા અને જીતેન્દ્ર મહારાજને ઠપકો આપ્યો અને તેને ડાયલ-100 ગાડીમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ ગઈ. બાદમાં પત્નીની ફરિયાદ પર મોહન બરોડિયા પોલીસે જિતેન્દ્ર મહારાજ વિરુદ્ધ કલમ 323, 294, 506 હેઠળ કેસ નોંધ્યો છે.આ દરમિયાનનો વીડિયો પણ સામે આવ્યો છે.

Live 247 Media
After post

disabled