મનીષ મલ્હોત્રાના ઘરની બહાર સ્પોટ થઇ અભિનેત્રી કરીના કપૂર, ટી-શર્ટની કિંમત જાણીને ઉડી જશે હોશ

પેન્ટ પહેર્યા વગર ક્યાં ઉપડી જહાંગીરની મમ્મી? ફેન્સે કિંમત જાણીને ગંદી રીતે ટ્રોલ કરી

કરીના કપૂર બોલિવૂડની શાનદાર અભિનેત્રી છે જે તેની ફિલ્મોથી ચાહકોના દિલ પર રાજ કરે છે પરંતુ અભીનેત્રીનુ ફેશન સેન્સ પણ કમાલનું હોય છે. કરીના જે પણ પહેરતી હોય છે તે ફેશનમાં આવી જતું હોય છે. ચાહકો તેની સ્ટાઇલ કોપી કરવાની કોશિશ પણ કરતા હોય છે.

પરંતુ ઘણીવાર કરીના કપૂર તેના કપડાના કારણે ટ્રોલ પણ થઇ જતી હોય છે. આ વખતે પણ કંઈક આવું જ થયું છે. થોડા દિવસો પહેલા કરીના કપૂર તેના મિત્ર અને ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના ઘરે પહોંચી હતી. આ દરમ્યાન કરીના કપૂરે જે પહેર્યું હતું તે હવે ચર્ચામાં બનેલું છે. અભિનેત્રીની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યા છે જેને જોઈને યુઝર્સ ટ્રોલ કરવાનું શરુ કરી દીધું હતું.

કરીના કપૂરને મુંબઈના બાંદ્રામાં ફેમસ ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના ઘરની બહાર સ્પોટ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર અભિનેત્રી મનીષ મલ્હોત્રાના ઘરે ડિનર કરવા પહોંચી હતી. આ દરમ્યાન કરીના બ્લેક કલરની લુઝ ટી-શર્ટ પહેરીને પહોંચી હતી. તેના સિવાય અભિનેત્રીએ બ્લેક ટી-શર્ટની સાથે મેચ કરતા શોટ્સમાં નજર આવી હતી જેમાં કરીના ખુબ જ સુંદર લાગી રહી હતી.

કરીનાએ હાથમાં એક બ્રાન્ડેડ બેગ પણ કેરી કરેલું હતું. તેની સાથે જ અભિનેત્રીએ મોઢા પર સફેદ કલરનું માસ્ક પણ પહેરેલું હતું. કરીનાની આ દરમ્યાનની તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે. તેમજ તેના લુકની ખાસ વાત તો એ હતી કે અભિનેત્રીએ જે સિમ્પલ બ્લેક કલરની ટી-શર્ટ પહેરી હતી તેની ખુબ ચર્ચા થઇ હતી. જો તમે પણ કરીના જેવી સિમ્પલ ટી-શર્ટ પહેરીને કુલ દેખાવા માંગતા હોવ તો તમારે ઘણા બધા રૂપિયા ખર્ચ કરવા પડશે.

રિપોર્ટના પ્રમાણે કરીનાએ જે ટી-શર્ટ પહેરી છે તેની કિંમત લગભગ 550 ડોલર એટલે કે 40,928 રૂપિયા છે. કરીનાની આ ટી-શર્ટ ખુબ જ મોંઘી છે. જોકે એકદમ સિમ્પલ દેખાવા વાળી આ ટી-શર્ટ માટે આટલા પૈસા ખર્ચ કરવા સામાન્ય માણસની વાત નથી.

કેટલાક લોકોને કરીના કપૂરનો આ લુક બિલકુલ પસંદ આવ્યો હતો નહિ જેના લીધે અભિનેત્રીને ટ્રોલ કરવા લાગ્યા હતા. એક યુઝરે કરીનાને કહ્યું કે,’પેન્ટ પહેરવાનું ભૂલી ગઈ લાગે છે.’ તેમજ બીજા એક યુઝરે કોમેન્ટ કરતા કહ્યું કે,’મનીષ મલ્હોત્રાના ઘરે કપડાં સીવડાવવા ગઈ હશે.’ આવી રીતે ઘણા યુઝરે અભિનેત્રીને ખુબ ટ્રોલ કરી હતી.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કરીના કપૂર જલ્દી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં નજર આવશે. આ ફિલ્મમાં તે આમિર ખાન સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. આ ફિલ્મ પહેલા જ રિલીઝ થઇ જતી પરંતુ કોરોનની આવતી લહેરના કારણે શૂટિંગ કમ્પ્લીટ થઇ શક્યું નહિ. આ ફિલ્મ હોલિવૂડ ‘ધ ફોરેસ્ટ ગમ્પ’નું હિન્દી રીમેક હશે. આ ફિલ્મ આ વર્ષે 14 એપ્રિલે સિનેમા ઘરોમાં રિલીઝ થશે. કરીના છેલ્લે ઈરફાન ખાનની ફિલ્મ ‘અંગ્રેજી મીડીયમ’માં નજર આવી હતી જેમાં તેના અભિનયને ખુબ પસંદ કરવામાં આવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

disabled