પોતાની સાથે મેરેજ કરવા વાળી અમદાવાદી હિરોઈન બે મહિના બાદ છે પ્રેગ્નેટ ? લખ્યુ- હું સેલ્ફ પ્રેગ્નેટ... - Chel Chabilo Gujrati

પોતાની સાથે મેરેજ કરવા વાળી અમદાવાદી હિરોઈન બે મહિના બાદ છે પ્રેગ્નેટ ? લખ્યુ- હું સેલ્ફ પ્રેગ્નેટ…

‘દિયા ઔર બાતી’ ફેમ અભિનેત્રી કનિષ્કા સોની થોડા મહિનાઓ પહેલા જ ચર્ચામાં આવી હતી જ્યારે તેણે પોતાની જાત સાથે લગ્ન કર્યા હતા. કનિષ્કાએ સિંદૂર અને મંગળસૂત્ર સાથેનો પોતાનો ફોટો શેર કર્યો હતો અને તેની સાથે તેણે કેપશમાં કહ્યું હતુ કે તેણે પોતાની સાથે જ લગ્ન કર્યા છે. અભિનેત્રીની આ વાત સાંભળીને ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ઘણા લોકોએ તેના નિર્ણયનું સમર્થન કર્યું, તો મોટાભાગના લોકોએ તેને ટ્રોલ કરી હતી.

ત્યારે હવે લગ્નના 2 મહિના પણ થયા નથી અને અભિનેત્રીના કેટલાક ફોટા સામે આવ્યા છે, જેને જોયા પછી એવી અટકળ લગાવવામાં આવી રહી છે કે કદાચ તે પ્રેગ્નેટ છે. આ સમાચાર વાયરલ થયા બાદ અભિનેત્રીએ પોતે સામે આવી આ વિશે પ્રતિક્રિયા આપી છે. તેણે સોશિયલ મીડિયા પર તેના કેટલાક ફોટા શેર કર્યા અને જણાવ્યું કે શું તે ખરેખર પ્રેગ્નેટ છે કે નહિ. કનિષ્કેાએ તેના કેટલાક ફોટા શેર કર્યા છે જેમાં તે એક પાર્કમાં જોવા મળી રહી છે. એક ફોટોમાં તે ઝાડ પર ચડતી જોવા મળી રહી છે.

ફોટોઝ શેર કરતા કનિષ્કાએ લખ્યું કે, ‘હું સેલ્ફ મેરિડ છું પણ સેલ્ફ પ્રેગ્નેટ નથી. આ ફક્ત યુએસએના મહાન પિઝા, બર્ગર છે જેણે મારું વજન વધાર્યું છે. પરંતુ મને તેની સાથે કોઈ સમસ્યા નથી. હું અહીં મજા માણી રહી છું. ઉલ્લેખનીય છે કે, કનિષ્કાએ થોડા દિવસ પહેલા સાજિદ ખાન પર આરોપો લગાવ્યા હતા. કનિષ્કાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેણે જણાવ્યું હતું કે સાજિદ ખાને તેને વર્ષ 2008માં તેના જુહુના ઘરે આમંત્રણ આપ્યું હતું.

જ્યારે તે ખચકાઈ ત્યારે સાજિદે તેને કહ્યું કે ગભરાવાની જરૂર નથી કારણ કે હું મારી માતા સાથે રહું છું. પરંતુ જ્યારે તે તેના ઘરે ગઈ ત્યારે તેણે કનિષ્કાને તેનું પેટ બતાવવા કહ્યું. કનિષ્કાએ એમ પણ કહ્યું હતું કે તેને ડર છે કે હવે જ્યારે તેણે આ વિશે કહ્યું છે, ત્યારે તેનો જીવ જોખમમાં હોઈ શકે છે કારણ કે કોઈ તેનો સાથ નહીં આપે, તેથી તે ભારત આવવા માંગતી નથી.

 

View this post on Instagram

 

A post shared by Kanishka Soni (@itskanishkasoni)

Live 247 Media

disabled