ટૂંકા ટૂંકા કપડા પહેરી જાહ્નવી કપૂર કડકડતી ઠંડીમાં નીકળી ગઇ ઘરની બહાર, લોકો બોલ્યા- આને ઠંડી નથી લાગતી

બોલિવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર અવાર નવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. જાહ્નવી તેની ફિટનેસ પ્રત્યે ઘણી સજાગ રહે છે અને તેને રોજ જીમ બહાર સ્પોટ કરવામાં પણ આવે છે. બોલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂરની જીમની તસવીરો સોશિયલ મીડિયામાં ઘણીવાર છવાયેલી રહેતી હોય છે. તે ફિટનેસ ફિક્ર છે અને ઘણીવાર જીમની બહાર સ્પોટ થતી હોય છે. ફિટનેસની દીવાની જાહ્નવી કપૂર આ દિવસોમાં તેની ફિલ્મો કરતા વધારે તેના જીમ લુકને લઇને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.

જાહ્નવી કપૂરે હાલ તો લાઇમલાઇટમાં રહેવાનું શીખી લીધુ છે. આ પહેલા પણ તે જીમ જતી હતી પરંતુ તે છેલ્લા સમયથી જેટલી ચર્ચામાં અને લાઇમલાઇટમાં રહે છે તેટલી પહેલા રહેતી ન હતી. જાહ્નવી કપૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ તેનો જીમની અંદર જતા સમયનો વીડિયો છે. જેમાં જાહ્નવી કપૂર બ્લેક શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે.

આ દરમિયાન પેપરાજી જાહ્નવીને તસવીરો ક્લિક કરાવવા માટે રિકવેસ્ટ કરી રહ્યા છે. જોકે જાહ્નવી કપૂર સામાન્ય રીતે પેપરાજીને પોઝ આપવાનો ક્યારેય ઇનકાર કરતી નથી, પરંતુ આ વખતે તેણે કહ્યું કે તે પાછી બહાર આવવાની જ છે.

જ્યારે પેપરાજીએ જાહ્નવી કપૂરને ફોટો માટે પોઝ આપવાનું કહ્યું ત્યારે તેણે જવાબ આપ્યો, “પાછું આવવાનું જ છે.” આટલું કહીને જાહ્નવી કપૂર જીમની અંદર ચાલી ગઈ. જાન્હવી કપૂર પોતાની કારમાંથી બહાર નીકળી અને સીધી જિમની અંદર ગઈ. તેણે ત્યાં હાજર પેપરાજીઓને ફોટો માટે તે બહાર ન આવે ત્યાં સુધી રાહ જોવા કહ્યું.

જો કે, આ દરમિયાન, જાહ્નવી કપૂર ફરી અને પેપરાજીઓને થોડી સેકંડ માટે પોઝ આપ્યો અને પછી સીધી આગળ જતી રહી.તેનો આ વીડિયો સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. જેને અત્યાર સુધીમાં 40 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. આ વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે શું તેને ઠંડી નથી લાગતી?

ઉલ્લેખનીય છે કે, જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.જાહ્નવીના વર્કફ્રંટની વાત કરીએ તો, તે છેલ્લે હોરર કોમેડી ફિલ્મ “રૂહી”માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ અને વરુણ શર્મા પણ જોવા મળ્યા હતા.  જાહ્નવીની અપકમિંગ ફિલ્મોની વાત કરીએ તો, તે જલ્દી જ “ગુડ લક જેરી” “દોસ્તાના 2” અને “તખ્ત” જેવી ફિલ્મોમાં જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Mckenzie (@ca.meronnov11989)

બોની કપૂરની નાની લાડકવાયી દીકરી અને ફ્લોપ એકત્ર અર્જુન કપૂરની બહેન ખુશી કપૂર કોરોના પોઝિટિવ થઈ ગઈ છે. તેઓ હોમ ક્વોરેન્ટાઈન છે. ખુશી કોરોનાની સાથે બોની અને જાહ્નવી કપૂર પણ હોમ ક્વોરેન્ટાઈનમાં છે. જાહ્નવી અને બોની કપૂરનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે કે પોઝિટિવ આવ્યો છે તે હજુ સ્પષ્ટ થયું નથી. હાલમાં અભિનેત્રીએ જ્હાનવી કપૂરે ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી જેમાં તેણે થર્મોમીટર લગાવ્યું હતું. અન્ય એક તસવીરમાં તે બહેન ખુશી કપૂર સાથે હતી. આ સાથે જાહ્નવીએ લખ્યું- વર્ષ બાદ તે જ સમય ફરી. આ પછી અનુમાન લગાવવામાં આવ્યું હતું કે, જાહ્નવી પણ કોરોના વાયરસથી સંક્રમિત છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

શ્રીદેવીની લાડલી જાહ્નવી કપૂરની તસવીરો પણ વાયરલ થઇ હતી. તેની જીમની બહારનો છે. જેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે જાહ્નવી ગાડીમાં બેસી રહી છે તે જ સમયે તેના શર્ટનું બટન ખુલી જાય છે. આ ઇન્સિડન્ટને લીધે તેની બ્રા જોવા મળી રહી છે. તેવામાં જાહ્નવી ઉપ્સ મોમેન્ટનો શિકાર બની ગઈ અને તેની ભૂલ કેમેરામાં કેદ થઇ ગઈ.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

ફેન્સે જાહ્નવીની આ ભૂલને પકડી લીધી અને ફોટા પર કમેન્ટ કરી તેની ભૂલ સામે ઈશારો કરી રહ્યા છે. બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે હોશિયાર હોવાની સાથે સાથે પોતાની સ્ટાઈલનું પણ ખાસ ધ્યાન રાખે છે.જો કે ઘણી વાર તેને ઉપ્સ મોમેન્ટનો ભોગ પણ બનવું પડે છે. આની પહેલા પણ અભિનેત્રી સિમ્પલ શર્ટ પહેર્યો હતો. જો કે ગાડીમાં બેસતા તેની સાથે એવું થયું કે તેને શરમમાં મુકાવું પડ્યું.

disabled