ભાવનગરમાં લગ્ન બાદ પ્રથમ વખત સાસરિયે જતા પતિને નડ્યો ગમખ્વાર અકસ્માત, ઘટના સ્થળે જ મૃત્યુ - Chel Chabilo Gujrati

ભાવનગરમાં લગ્ન બાદ પ્રથમ વખત સાસરિયે જતા પતિને નડ્યો ગમખ્વાર અકસ્માત, ઘટના સ્થળે જ મૃત્યુ

ભાવનગરની અંદર 15 દિવસ પહેલા જ થેયલા લગ્ન બાદ પોતાની પત્નીને પ્રથમ વખત સાસરે મુકવા જનારા યુવકને ગમખ્વાર અકસ્માત નડ્યો અને ઘટના સ્થળે જ તેના પ્રાણ પંખેરું ઉડી ગયા હતા, જયારે તેની પત્નીને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર 29 વર્ષીય  આશિષભાઇ બહાદુરભાઈ માવરિયા જેમના લગ્ન 15 દિવસ પહેલા જ જયશ્રી બેન સાથે થયા હતા.  આશિષભાઇ લગ્ન બાદ પ્રથમ વખત પોતાની પત્ની સાથે એક્ટિવા ઉપર પોતાના સાસરિયે જઈ રહ્યા હતા.

તે દરમિયાન જ વરતેજ એસ્સાર પેટ્રોલ પમ્પ પાસે પાછળથી પૂર ઝડપે આવી રહેલા ડમ્પરે તેમના એક્ટિવાને ટક્કર મારી હતી જેની અંદર આશીષભાઈનું ઘટના સ્થળે જ કરુંણ મોત નીપજ્યું હતું, જયારે તમેની પત્ની જયશ્રીબેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમને સારવાર માટે સર.ટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર જયશ્રીબેન અને આશીષભાઈના આ બીજા લગ્ન હતા. આશીષભાઈના પહેલા લગ્નમાં તેમના સાસરીવાળાએ ઘર જમાઈ રહેવાનું કહેતા તેમને લગ્ન તોડી નાખ્યા હતા, જયારે બીજા લગ્નને હજુ 15 દિવસનો પણ સમય નહોતો થયો અને આ અકસ્માતમાં તેમને પોતાનો જીવ ગુમાવવો પડ્યો.

Uma Thakor

disabled