હિના કેસમાં વધુ એક મહત્વનો ખુલાસો, જેના કારણે આ બધું થયું તે વાત સચિને હીનાથી…રાત્રે રંગરેલિયા મનાવવા

ગાંધીનગરમાં માસુમ બાળકને તરછોડી દેવાનો કિસ્સો દેશભરમાં ફેલાઈ ગયો, સાથે જ ગુજરાત પોલીસ દ્વારા પણ પ્રસંશનીય કામગીરી કરી માત્ર ગણતરીના કલાકાઓમાં જ માસુમ બાળકના પરિવારને શોધી લેવામાં આવ્યો, પરંતુ આ કેસ માત્ર માસુમને તરછોડી દેવાનો જ નહોતો તેની સાથે બીજા પણ ઘણા મોટા ખુલાસા થયા હતા.

માસુમને તરછોડી દેનાર બીજું કોઈ નહિ પરંતુ માસુમ બાળકનો પિતા સચિન દીક્ષિત હતો અને તેને તેની માસુમ બાળકની માતા હિના પેથાણી ઉર્ફે મહેંદીની હત્યા કરી નાખવાનો પણ ઘટસ્ફોટ થયો હતો.  હિના પેથાણી અને સચિન દીક્ષિત બંને વડોદરાના એક ફ્લેટમાં લિવ ઇનમાં રહેતા હતા અને તેમના સંબંધોથી જ માસુમ બાળકનો જન્મ થયો હતો.

આ બાબતે મીડિયા દ્વારા મળી રહેલી માહિતી અનુસાર ખુલાસો થયો છે કે, “બાપોદ પોલીસની તપાસમાં એ વાત સામે આવી કે આરોપી સચિને પોતે પરણિત હોવાની હકીકત છુપાવી હીના સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો. આરોપી સચિન અને મૃતક હીના એક અઠવાડિયું ફતેગંજમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહ્યા હતા. 21 જૂન 2021 થી 30 જૂન 2021 સુધી બંને પેઇંગ ગેસ્ટ તરીકે રહ્યા હતા. આ બંનેને ફૈઝાન નામના વ્યક્તિએ એક  મકાન અપાવ્યું હતું.

સચિન અગાઉ ફતેગંજ વિસ્તારમાં પત્રકાર કોલોનીના એક મકાનમાં પેઈંગ ગેસ્ટ તરીકે રોકાયો હતો. ફૈઝાન નામના શખ્સે તેને આ રૂમ અપાવ્યો હતો. હાલ પોલીસ ફૈઝાન નામના શખ્સની શોધખોળ કરી રહી છે.  હિના અને સચિન લિવ ઇનમાં રહેતા હતા. આ બંને વચ્ચે પ્રેમનો પરવાનો વર્ષ 2019થી જ ચઢેલો જોવા મળ્યો હતો.

આ પહેલા પોલિસે DNA માટે બાળકના દાંતના સેમ્પલ અને સચિનના બ્લડના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ગાંધીનગર FSLમાં આ DNA આપવામાં આવ્યા હતા. ત્યારે હવે ગાંધીનગર FSL દ્વારા DNA રીપોર્ટ પોલિસને સોંપવામાં આવ્યો છે. જેમાં પોલિસ હવે આ રીપોર્ટ દ્વારા કાર્યવાહી કરશે.

હાલ તો વડોદરા પોલિસ હિનાના કેસમાં તપાસ કરી રહી છે. જેમાં વડોદરા પોલિસે હિનાના DNA સેમ્પલ પરીક્ષણ માટે FSLમાં મોકલી આપ્યા છે જેનો રીપોર્ટ બાકી છે. આ રીપોર્ટમાં પિતાનો DNA મેચ થઇ ગયો છે જેને આધારે સાબિત થાય છે કે તરછોડાયેલ બાળક સચિનનો પુત્ર છે.