ગ્રીષ્મા વેકરિયાને ન્યાય મળે તે માટે થઈને આગળ આવ્યા ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી, પરિવાર સાથે કરી મુલાકાત, જુઓ શું કહ્યું ?

ગુજરાત હવે બીજું યુપી બિહાર બનવા જઈ રહ્યું છે તેનું એક તાજું જ ઉદાહરણ ગત રોજ જોવા મળ્યું. જેમાં સુરતની અંદર એક યુવતીની છડેચોક ચપ્પાના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી, આ ઘટનાની આખા ગુજરાતની અંદર નિંદા થઇ રહી છે. સાથે જ લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે કે અપરાધીઓ એટલા બેફામ બની ગયા છે તેમને કાયદાનો પણ હવે ભય રહ્યો નથી.

કામરેજના પાસોદરા પાટિયા પાસે એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલ પંકજ ગોયાણીએ ગ્રીષ્મા નંદલાલાલાભાઇ વેકરીયા નામની યુવતીને તેની માતા અને ભાઈની નજર સામે જ જાહેરમાં રહેંસી નાખી હતી. છેલ્લા એક વર્ષથી તે ગ્રીષ્માને હેરાન કરી રહ્યો હતો. ફેનિલને ગ્રીષ્માના પરિવાર દ્વારા સમજાવવા છતાં પણ તે શનિવારના રોજ તેના ઘરે આવી ગયો હતો.

આ મામલે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ ગ્રીષ્માના પરિવારની મુલાકાત લેવામાં આવી હતી, જેની અંદર ઘણી જ બાબતો પરિવાર દ્વારા જણાવવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું કે આરોપી યુવક ફેનિલ અને ગ્રીષ્માના પરિવાર વચ્ચે 7-7 વાર સેટલમેન્ટ થયું હતું. પરંતુ બદનામીના ડરથી પરિવારે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. આ મામલામાં હવે હર્ષ સંઘવી પણ એક્શન મોડમાં આવ્યા છે અને તેમને પ્રેસ કોન્ફ્રન્સમાં જણાવ્યું હતું કે જો કોઈપણ યુવક યુવતીની છેડતી કરતો હોય કે હેરાન કરતો હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવી.

હર્ષ સંઘવીએ યુવતીના પરિવારજનો સાથે વાતચીત કર્યા બાદ રેન્જ IG રાજકુમાર પાંડિયન પણ હર્ષ સંઘવી સાથે જોડાયા હતા. અને દીકરીને ઝડપથી ન્યાય અપાવવાની ખાતરી આપી છે. ભોગ બનાનર પરિવાર સાથે મુલાકાત બાદ સંઘવીએ આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, FSLનો રિપોર્ટ 24 કલાકમાં આપવા કહ્યું છે.  તમામ પુરાવાના ગણતરીના કલાકમાં ભેગા કરાયા છે.

રેન્જ IGની અધ્યક્ષતામાં તપાસ ચાલી રહી છે. ગણતરીના દિવસોમાં ચાર્જશીટ માટે આદેશ અપાયો છે. દીકરીને ઝડપથી ન્યાય મળે તે રીતે કામગીરીનો આદેશ અપાયો છે. દાખલારૂપ ઘટના બને તે રીતે કામગીરી કરાશે. પોલીસ અને સરકાર સંકલન કરી કોર્ટમાં કેસ લડશે. પરિવાર જે પણ વકીલ કહેશે તેનો ખર્ચ સરકાર ઉઠાવશે. પોલીસને રાત-દિવસ એક કરીને કામ કરવા કહેવાયું છે. પોલીસને મજબૂતાઈથી ચાર્જશીટ કરવાનો આદેશ અપાયો છે. આરોપીને કડક સજા મળે તે રીતે પોલીસ મહેનત કરશે.

disabled